Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Friday, August 14
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » સુરત જિલ્લામાં ૧૨.૫૦ લાખ મતદારોના નામ રદ, મતદારયાદી સુધારણા અંતર્ગત ૧૧.૧૭ લાખ મતદારોને નોટિસ અપાશે

    સુરત જિલ્લામાં ૧૨.૫૦ લાખ મતદારોના નામ રદ, મતદારયાદી સુધારણા અંતર્ગત ૧૧.૧૭ લાખ મતદારોને નોટિસ અપાશે

    City Today DailyBy City Today DailyDecember 19, 2025

    સુરત, તા.૧૯
    ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લામાં આજે મુસદ્દા મતદારયાદી એટલે ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ પ્રસિદ્ધિની સાથે જ જે ૧૧,૧૭,૮૮૨ મતદારોનું મેપીંગ બાકી છે, તેમને વહીવટી તંત્ર દ્વારા ઔપચારિક નોટીસ પાઠવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ નોટીસ મેળવનાર દરેક મતદારે સુનાવણી દરમિયાન જરૂરી પુરાવા રજૂ કરવાના રહેશે, અન્યથા તેમનો સમાવેશ આખરી યાદીમાં થઈ શકશે નહીં.
    આ આંકડાકીય વિગતો પર નજર કરીએ તો, મુસદ્દા મતદારયાદીમાં કુલ ૩૬,૨૩,૧૯૩ મતદારોની નોંધણી કરવામાં આવી છે. જેમાંથી ૨૫,૦૫,૩૧૧ મતદારોનું સફળતાપૂર્વક મેપીંગ કરવામાં આવ્યું છે, જ્યારે ૧૧,૧૭,૮૮૨ મતદારો એવા છે જેમના રહેઠાણ કે અન્ય વિગતોનું મેપીંગ બાકી છે. જાતિવાર વિગતોમાં ૧૮,૭૮,૯૪૯ પુરૂષ મતદારો, ૧૭,૪૪,૧૪૪ સ્ત્રી મતદારો અને ૧૦૦ ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ થાય છે. જે મતદારોના ૧૨,૫૦,૩૧૯ જેટલા ઇએફએસ ફોર્મ પરત મળ્યા નથી, તેમનો હાલ આ યાદીમાં સમાવેશ કરાયો નથી.જેથી રદ કરાયા છે.
    મેપીંગ ન થયેલા ૧૧,૧૭,૮૮૨ મતદારો માટે હવે નોટીસનો તબક્કો ૧૯ ડિસેમ્બર ૨૦૨૫થી ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી ચાલશે. સંબંધિત મતદાર નોંધણી અધિકારી દ્વારા આ તમામ મતદારોને પર્સનલ નોટીસ પાઠવવામાં આવશે. તંત્રના આદેશ મુજબ, પ્રતિદિન ૫૦ લોકોને એક બીએલઓ નોટીસ આપશે. આ મતદારોએ નોટીસમાં જણાવ્યા મુજબના પુરાવાઓ સાથે સુનાવણીમાં હાજર રહેવાનું રહેશે, ત્યારબાદ જ તેમનું નામ ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૬ની આખરી યાદીમાં સમાવવામાં આવશે. જે નાગરિકોના નામ યાદીમાં નથી અથવા જેમને સરનામું બદલવાનું છે, તેમના માટે આવતીકાલ એટલે કે શનિવારથી ફોર્મ ૬ અને ફોર્મ ૮ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. હક્ક-દાવા અને વાંધા અરજીઓ માટે ૧૯ ડિસેમ્બર ૨૦૨૫ થી ૧૮ જાન્યુઆરી ૨૦૨૬ સુધીનો સમય નિર્ધારિત કરાયો છે.

    Post Views: 301
    મતદારયાદી સુધારણા અંતર્ગત ૧૧.૧૭ લાખ મતદારોને નોટિસ અપાશે સુરત જિલ્લામાં ૧૨.૫૦ લાખ મતદારોના નામ રદ
    Previous Articleસત્ય મેવ જયતે સાથે ઉધના ભાજપની કચેરીએ કોંગ્રેસની રામધૂમ, લાંબા સમય સુધી કાનુની લડત બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને રાહતને પગલે દેશભરમાં કોંગ્રેસ દ્વારા ભાજપ સામે ઉગ્ર પ્રદર્શન
    Next Article ગુજરાતની નવી SIR-2026ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, ૭૩ લાખ કપાયા

    Related Posts

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026

    પ્રેમી ઘ્વારા યુવતીને બ્લેકમેઈલ કરી આત્મહત્યાનાં દુષપ્રેરણા કરનાર આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓને જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ

    August 12, 2026

    કેનેડામાં રહેતી યુવતી અને સીએરા લિઓન (વેસ્ટ આફ્રિકા) માં રહેતા યુવકના વીડિયો કોન્ફર્સિંગથી છૂટાછેડાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અલગ અલગ દેશોમાં રહેતા આ દપંતીએ પાવર ઑફ એટર્ની ધ્વારા છૂટાછેડાનો દાવો કર્યો હતો. જેના પર સુરત ફેમિલી કોર્ટે મંજૂરીની મ્હોર મારી છે.

    August 4, 2026
    Latest Posts

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    પ્રેમી ઘ્વારા યુવતીને બ્લેકમેઈલ કરી આત્મહત્યાનાં દુષપ્રેરણા કરનાર આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓને જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ

    કેનેડામાં રહેતી યુવતી અને સીએરા લિઓન (વેસ્ટ આફ્રિકા) માં રહેતા યુવકના વીડિયો કોન્ફર્સિંગથી છૂટાછેડાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અલગ અલગ દેશોમાં રહેતા આ દપંતીએ પાવર ઑફ એટર્ની ધ્વારા છૂટાછેડાનો દાવો કર્યો હતો. જેના પર સુરત ફેમિલી કોર્ટે મંજૂરીની મ્હોર મારી છે.

    ચેક રીર્ટનના કામે આરોપી અસ્લમ અબ્દુલ અઝાક શેખનાઓને ચેક રીટર્નના ગુન્હામાં ૧ વર્ષની સજા અને રૂપિયા ₹ ૨,૫૦,૦૦૦/- ફરીયાદ દાખલ કરેલ ત્યારથી ૬% સાદા વ્યાજ સહિત દિન-૩૦ માં ચુકવવાનો હુકમ કરતી નામદાર કોર્ટ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.