Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, May 12
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ગુજરાતની નવી SIR-2026ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, ૭૩ લાખ કપાયા

    ગુજરાતની નવી SIR-2026ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, ૭૩ લાખ કપાયા

    City Today DailyBy City Today DailyDecember 19, 2025

    ગાંધીનગર, તા.૧૯
    ગુજરાતમાં ‘સર’ની પ્રક્રિયા બાદ ડ્રાફ્ટ યાદી જાહેર થઈ છે. જેમાં ગુજરાતમાં કુલ કેટલા મતદારો છે, કેટલા મતદારોના નામ કપાયા છે, તેમજ કેટલા ડુપ્લીકેટ મતદારો હતા તે તમામ માહિતી સામે આવી ગઈ છે. યાદી મુજબ ગુજરાતાં કુલ ૪ કરોડ ૩૪ લાખ મતદારોની નોંધણી થઈ છે. ગુજરાતની મતદાર શુદ્ધિકરણ ડ્રાફ્ટ યાદી આખરે જાહેર થઈ ગઈ છે. ડ્રાફ્ટ મતદાર યાદી મુજબ ગુજરાતમાં ૪,૩૪,૭૦,૧૦૯ મતદારો નોંધાયા છે. મતદાર શુદ્ધિકરણ પ્રક્રિયા દરમિયાન ૭૩,૭૩,૩૨૭ મતદાર નીકળી ગયા છે. તો ૧૮,૦૭,૨૭૮ મૃત્યુ પામેલા મતદારો યાદીમાંથી દૂર થયા છે. આ ઉપરાંત ૪૦,૨૫,૫૫૩ મતદારો કાયમી સ્થળાંતર કરેલા નીકળ્યા છે. ૩,૮૧,૪૭૦ મતદારો ડુપ્લીકેટ હતા, જેને દૂર કરાયા છે. ૯,૬૯,૬૬૨ મતદારો તેમના સરનામે મળી આવ્યા નથી. તો ૧,૮૯,૩૬૪ મતદારોનો અન્ય કારણોસર યાદીમાં સમાવેશ થયો નથી. ૪,૩૪,૭૦,૧૦૯ મતદારો નોંધાયા. ૨,૨૪,૪૯,૧૭૦ પુરુષ મતદાર નોંધાયા. ૨,૧૦,૧૯,૮૭૬ મહિલા મતદારો નોંધાયા. ૧૦૬૩ થર્ડ જેન્ડર મતદારો નોંધાયા.

    ઉલ્લેખનીય છે કે, અગાઉ મતદાર યાદીમાં ૫,૦૮,૪૩,૨૧૯ મતદારો નોંધાયા હતા. જેમાં ગુજરાત રાજ્યમાં ૭૩,૭૩,૧૧૦ મતદારો ઓછા થયા છે. આ આંકડો ગુજરાતના એક મેગા સિટીની વસ્તી જેટલો છે. ડ્રાફ્ટ મતદાર યાદીમાં તમારૂ નામ છે કે નહીં તે ચેક કરી શકો છો. ડ્રાફ્ટ મતદાર યાદીમાં કોઈ મતદારનું નામ ન હોય અને તેની સામે વાંધો રજૂ કરવાનો હોય તો મતદાર ૧૮મી જાન્યુઆરી સુધી એક મહિનાના સમયમાં વાંધો રજૂ કરી શકશે. ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં નવેમ્બર મહિનાથી મતદાર યાદી શુદ્ધિકરણ ઝુંબેશ એટલે કે ‘સર’ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ પ્રક્રિયા દરમિયાન ડુપ્લીકેટ, મૃત્યુ પામેલા લોકો અને કાયમી સ્થાળાંતર કરી ગયેલા લોકોના નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. તેવામાં તમારૂ નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં ન હોય તો તમારે આ રીતે આગળ કાર્યવાહી કરવાની રહેશે.

    આગામી સમયગાળામાં તા. ૧૯/૧૨/૨૦૨૫ (શુક્રવાર) થી તા. ૧૦/૦૨/૨૦૨૬ (મંગળવાર) દરમિયાન રાજ્યમાં મેપિંગ ન થયેલ મતદારોને સંબંધિત મતદાર નોંધણી અધિકારી દ્વારા નોટીસ આપવામાં આવશે. નોટીસ બાદ સુનાવણી અને ચકાસણી પૂર્ણ થયા પછી તમામ લાયક મતદારોનો સમાવેશ તા. ૧૭/૦૨/૨૦૨૬ના રોજ પ્રસિદ્ધ થનાર આખરી મતદાર યાદીમાં કરવામાં આવશે. નોટીસ પ્રાપ્ત કરનાર મતદારોએ નોટીસમાં દર્શાવેલા પુરાવા સુનાવણી દરમિયાન રજૂ કરવાના રહેશે. મતદાર યાદી સંદર્ભે હક્ક દાવા અને વાંધા અરજીઓ રજૂ કરવા માટેનો સમયગાળો તા. ૧૯/૧૨/૨૦૨૫ (શુક્રવાર) થી તા. ૧૮/૦૧/૨૦૨૬ (રવિવાર) સુધી રહેશે. નોંધનીય છે કે, ૨૭મી ઓક્ટોબરે SIR અભિયાનનો પ્રારંભ કરાયો હતો. આ મતદાર યાદી સુધારણા કામગીરી વિવાદમાં સપડાઇ હતી કેમકે, વધુ પડતાં કામના બોજને પગલે પાંચેક બુથ લેવલ ઓફિસરના મૃત્યુ થયા હતાં જેના કારણે હોબાળો મચ્યો હતો. એટલુ જ નહીં, રાજ્ય ચૂંટણી પંચ પર માછલા ધોવાયા હતાં. રાજ્યમાં કુલ ૫.૦૮ કરોડ મતદારોને ફોર્મ વહેચવામાં આવ્યા હતાં જે પૈકી અત્યાર સુધીમાં કુલ ૪.૩૪ કરોડ ફોર્મ પરત મળ્યાં છે. પણ હજુ સુધી ૪૪.૪૫ લાખ મતદારોનું મેપિગ થઈ શક્યુ નથી. મતદાર યાદીમાં નામ ન હોય તેઓ પુરાવા સાથે ફોર્મ-૬ ભરી શકશે. સાથે સાથે ૧૯મી ડિસેમ્બરથી માંડીને ૧૮મી જાન્યુઆરી સુધી મતદારો રાજ્ય ચૂંટણીપંચ સમક્ષ વાંધો પણ રજૂ કરી શકશે.

    Post Views: 252
    ૭૩ લાખ કપાયા ગુજરાતની નવી SIR-2026ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
    Previous Articleસુરત જિલ્લામાં ૧૨.૫૦ લાખ મતદારોના નામ રદ, મતદારયાદી સુધારણા અંતર્ગત ૧૧.૧૭ લાખ મતદારોને નોટિસ અપાશે
    Next Article મુખ્ય નિર્વાચન અધિકારી હારિત શુક્લા દ્વારા બોલાવેલ મીટીંગમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાની સૂચનાથી કોગ્રેસ પક્ષના પ્રતિનિધી તરીકે કોંગ્રેસ પક્ષના સીનીયર વરિષ્ઠ આગેવાન બાલુ પટેલ, જીપીસીસીના વરિષ્ઠ નેતા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, કોગ્રેસ પક્ષના પ્રદેશ આગેવાન જુનેદ શેખ દ્વારા રજૂઆત કરાઇ

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    અમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત

    આગામી ઈદુલ અઝાના તહેવાર અનુસંધાનમાં ગાય કે ગૌવંશ સિવાયના ઘેટા-બકરા-ભેંસ-પાડા સહિત નિયમોનુસાર કાયદા મુજબ થતી પશુઓની હેરફેર કરનાર લોકોની કનડગત ના થાય માટે પરિપત્ર દ્વારા હૂકમ કરવા માંગ

    ફોરેક્ષ ટ્રેડીંગમાં રૂા.૫૬,૯૨,૪૮૦/- ની છેતરપીડી કરવાના સાયબર ક્રાઈમનાં ગુનામાં આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.