Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, August 13
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ઉન્નાવ દુષ્કર્મ પીડિતાએ ભીની આંખે આપવીતી વર્ણવી : પોલીસે મને બળજબરીથી વાહનમાં બેસાડી, ખેંચી અને ધક્કો માર્યો, મારા હાથ અને પગમાં સળિયા નાખવામાં આવ્યા છે છતાં, પોલીસે મને ખેંચી જેનાથી મને ખૂબ દુખાવો થયો

    ઉન્નાવ દુષ્કર્મ પીડિતાએ ભીની આંખે આપવીતી વર્ણવી : પોલીસે મને બળજબરીથી વાહનમાં બેસાડી, ખેંચી અને ધક્કો માર્યો, મારા હાથ અને પગમાં સળિયા નાખવામાં આવ્યા છે છતાં, પોલીસે મને ખેંચી જેનાથી મને ખૂબ દુખાવો થયો

    City Today DailyBy City Today DailyDecember 25, 2025

    લખનૌ, તા.૨૫

    ઉત્તર પ્રદેશમાં ઉન્નાવ દુષ્કર્મ કેસ, જેણે આખા દેશને હચમચાવી નાખ્યો હતો, તે ફરી એકવાર સમાચારમાં છે. આ વખતે કારણ દિલ્હી હાઇકોર્ટનો તાજેતરનો આદેશ છે, જેમાં આરોપી પૂર્વ ભાજપ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને જામીન આપવામાં આવ્યા હતા. આનાથી પીડિતાના જૂના ઘા ફરી તાજા થયા છે. આ આદેશ બાદ, પીડિતાએ પોતાની દુર્દશા વિશે વાત કરી. તેણે આરોપ લગાવ્યો કે ઇÂન્ડયા ગેટ વિરોધ દરમિયાન, પોલીસે મને બળજબરીથી વાહનમાં બેસાડી, ખેંચી અને ધક્કો માર્યો. મારા આખા શરીરમાં લગભગ ૨૫૦ ટાંકા છે, અને મારા હાથ અને પગમાં સળિયા નાખવામાં આવ્યા છે. છતાં, પોલીસે મને ખેંચી જેનાથી મને ખૂબ દુખાવો થયો.”

    દિલ્હી હાઇકોર્ટના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા પીડિતાએ કહ્યું કે, હું હાઇકોર્ટ ગઈ. ચુકાદો સાંભળતી વખતે મેં વિરોધ કરવાનો પ્રયાસ કર્યો, પણ મારું કોણ સાંભળે? આખી ચર્ચા અંગ્રેજીમાં થઈ. જા ચર્ચા હિન્દીમાં હોત, તો કદાચ હું પૂછી શકી હોત કે મારી સાથે આવું કેમ થઈ રહ્યું છે. હવે મને સમજાયું કે સામાન્ય લોકો, ખાસ કરીને ગરીબ અને પીડિત મહિલાઓ માટે ન્યાય કેટલો જટિલ બની ગયો છે. ચુકાદા પછી હું સંપૂર્ણપણે ભાંગી પડી હતી. હું એટલી દુઃખી હતી કે મને આપઘાત કરવાનું મન થયું. પણ પછી મેં મારા બાળકો તરફ જાયું અને મારા પરિવાર વિશે વિચાર્યું. મૃત્યુ ન્યાય નહીં આપે, જા ભગવાને મને જીવતી રાખી છે, તો કદાચ સંઘર્ષ માટે રાખી છે. મારો સીધો સવાલ છે કે, જા આવા જઘન્ય ગુનાના આરોપીને જામીન મળી શકે તો પીડિત અને સાક્ષીઓ કેવી રીતે સુરક્ષિત રહેશે? આ વિશે વધુમાં પીડિતાએ આરોપ લગાવ્યો કે, જામીનની પ્રક્રિયા દરમિયાન અને ત્યારબાદ મારા પરિવાર, વકીલો અને સાક્ષીઓની સુરક્ષા ધીમે ધીમે પાછી ખેંચી લેવામાં આવી. મારા કાકાના જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા, પરંતુ પછી અમારા સાક્ષીઓની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી હતી.

    Post Views: 273
    ઉન્નાવ દુષ્કર્મ પીડિતાએ ભીની આંખે આપવીતી વર્ણવી : પોલીસે મને બળજબરીથી વાહનમાં બેસાડી ખેંચી અને ધક્કો માર્યો પોલીસે મને ખેંચી જેનાથી મને ખૂબ દુખાવો થયો મારા હાથ અને પગમાં સળિયા નાખવામાં આવ્યા છે છતાં
    Previous Article૨૦૨૬ના બજેટમાં દરિયાપુર વોર્ડના પ્રજાલક્ષી કામોનો સમાવેશ કરવા માંગ કરવામાં આવી
    Next Article આર્મીના જવાનો ઇન્સ્ટાગ્રામમાં ફક્ત સર્ફિંગ કરી શકશે, પોસ્ટ નહીં

    Related Posts

    राहुल गांधीजी की नफरत छोडो भारत जोडो यात्रा एवं अभिजित दिपके के जंतर मंतर जेन झी आंदोलन ने 12 साल से देशभर में चल रही नफरत की राजनिती को ध्वस्त किया

    July 27, 2026

    આગામી ઈદુલ અઝાના તહેવાર અનુસંધાનમાં ગાય કે ગૌવંશ સિવાયના ઘેટા-બકરા-ભેંસ-પાડા સહિત નિયમોનુસાર કાયદા મુજબ થતી પશુઓની હેરફેર કરનાર લોકોની કનડગત ના થાય માટે પરિપત્ર દ્વારા હૂકમ કરવા માંગ

    May 5, 2026

    ભાજપ વોર્ડ પ્રમુખના માથામાં દૂધના કેનનું ઢાંકણ માર્યું

    December 18, 2025
    Latest Posts

    પ્રેમી ઘ્વારા યુવતીને બ્લેકમેઈલ કરી આત્મહત્યાનાં દુષપ્રેરણા કરનાર આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓને જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ

    કેનેડામાં રહેતી યુવતી અને સીએરા લિઓન (વેસ્ટ આફ્રિકા) માં રહેતા યુવકના વીડિયો કોન્ફર્સિંગથી છૂટાછેડાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અલગ અલગ દેશોમાં રહેતા આ દપંતીએ પાવર ઑફ એટર્ની ધ્વારા છૂટાછેડાનો દાવો કર્યો હતો. જેના પર સુરત ફેમિલી કોર્ટે મંજૂરીની મ્હોર મારી છે.

    ચેક રીર્ટનના કામે આરોપી અસ્લમ અબ્દુલ અઝાક શેખનાઓને ચેક રીટર્નના ગુન્હામાં ૧ વર્ષની સજા અને રૂપિયા ₹ ૨,૫૦,૦૦૦/- ફરીયાદ દાખલ કરેલ ત્યારથી ૬% સાદા વ્યાજ સહિત દિન-૩૦ માં ચુકવવાનો હુકમ કરતી નામદાર કોર્ટ

    સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે અરશદ જરીવાલાની નિમણૂક

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.