તા. ૧૯-૧૨-૨૦૨૫ને શુક્રવારના રોજ દરિયાપુર વોર્ડના કોંગ્રેસના ચારેય મ્યુનિસિપલ કોર્પોરેટરશ્રીઓએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બોર્ડમાં દરિયાપુર સહિત કાલુપુર, ખાડિયા અને શાહપુર વિસ્તારના પડતર પ્રશ્નો અંગે સફળ ધારદાર રજૂઆત ના પગલે મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિ. કમિશનરશ્રી રમ્ય ભટ્ટે તા. ૨૦-૧૨-૨૦૨૫ને શનિવારના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે મીટીંગ બોલાવી હતી.
મીટીંગમાં ચારેય મ્યુનિસિપલ કોર્પોરેટરશ્રીઓએ મ્યુનિ. કોર્પો. બોર્ડમાં કરેલ માંગણીને દોહરાવતા પક્ષાપક્ષીથી પર રહી દરિયાપુર સહિત કાલુપુર, ખાડિયા અને શાહપુર મ્યુનિ. વોર્ડમાં ભેદભાવ થી મુક્ત તમામ નાગરિકોના પ્રશ્નોનું ઝડપભેર પ્રશ્નોના નિરાકરણ દ્વારા સમાંતર વિકાસ કરવા અસરકારક રીતે રજૂઆત કરી હતી. ડેપ્યુટી મ્યુનિ. કમિશનરશ્રી રમ્ય ભટ્ટ સાહેબે ચારેય મ્યુનિ. કાઉન્સિલરોની સામૂહિક ધારદાર રજૂઆતના પગલે હકારાત્મક પ્રત્યુત્તર આપતા તમામ વિકાસના કાર્યો ઝડપથી પૂર્ણ કરવા અધિકારીઓને કડક સૂચના આપી હતી.
નીચે મુજબના પત્રો દ્વારા મ્યુનિ. કોર્પો. બોર્ડ તથા ડેપ્યુટી મ્યુનિ. કમિશનરે બોલાવેલ મીટીંગમાં મુદ્દાસર મૌખિક રજૂઆત બાદ લેખિતમાં આવેદનપત્ર સુપરદ કર્યું હતું.
૧) દરિયાપુર વોર્ડમાં સમગ્ર રથયાત્રા રુટમાં સમાવિષ્ટ પ્રેમ દરવાજાથી જોર્ડન રોડ દિલ્હી ચકલા, હલીમની ખડકી, શાહપુર ચકલા, વિશેષ રુપે શાહપુર રંગીલા પોલીસ ચોકીથી ઘીકાંટા રેટીયાવાડી, સ્વામિનારાયણ સંપ્રદાય માટેનું અતિ મહત્વનું ઐતિહાસિક ધાર્મિક સ્થળ આંબલીવાળી પોળ કે જ્યાં સંતશ્રી પ્રમુખસ્વામી મહારાજે સ્વામિનારાયણ સંપ્રદાયની રચના કરી હતી અને પ્રમુખસ્વામીને દિક્ષાની ચાદર પણ ત્યાં જ ઓઢાડવામાં આવી હતી તેવા અત્યંત પવિત્ર ધાર્મિક સ્થળ આવતુ હોવાથી સમગ્ર રુટને હેરીટેજ થીમ ઉપર આધુનિક લાઈટના થાંભલા મૂકવા તેમજ વ્હાઈટ ટોપીંગ રોડ બનાવી આધુનિક બનાવવું જોઈએ.
૨) દરિયાપુર વોર્ડમાં હાલમાં દરિયાપુર અર્બન હેલ્થ સેન્ટર નું રીડેવલપમેન્ટનું કામ ચાલુ છે. તાકીદે બે વર્ષથી ધીમી કામગીરી ચાલુ હોઈ દરિયાપુર અર્બન હેલ્થ સેન્ટરને સી.એચ.સી. સેન્ટર તરીકે કાર્યરત કરવા વિનતી જેમાં એક્સરે મશીન – બ્લડ લેબોરેટરી – સોનોગ્રાફી મશીનની સુવિધા પુરી પાડવા તેમજ પ્રસુતિગૃહ વિભાગ ચાલુ કરવા નમ્ર વિનંતી.
૩) દરિયાપુર વોર્ડમાં પ્રેમ દરવાજા પાસે ઢોર પુરવાનો ડબ્બો કાર્યરત હતો જે છેલ્લા ઘણા વર્ષોથી બંધ છે. ઉપરોકત ઢોરના ડબ્બાની જગ્યાએ દરિયાપુરની પ્રજા માટે લાઈબ્રેરી અથવા બાળ આંગણવાડી નવી બિલ્ડીંગ બનાવી ચાલુ કરવા માંગણી.
મધ્ય ઝોનના દરિયાપુર, કાલુપુર-ખાડિયા, શાહપુર વોર્ડના પ્રાથમિક સુવિધાના રોડ, ડ્રેનેજ, પાણી સહિતના પ્રજાલક્ષી વિકાસના કાર્યો માટે માતબર બજેટની ફાળવણી કરવામાં આવી છે. પરંતુ કોગ્રેસ પક્ષને સમર્થન કરતા વિસ્તારો સાથે ઓરમાયું વર્તન દાખવી ભેદભાવપૂર્ણ રીતે માત્ર ને માત્ર ભાજપાના ધારાસભ્યશ્રીએ સૂચવેલ કામો માટે જ બજેટની ફાળવણી કરવામાં આવી રહી છે.
૧) અમારી નમ્ર વિનંતી છે કે વિકાસથી વંચિત સમગ્ર દરિયાપુર વોર્ડમાં પક્ષાપક્ષીથી પર રહી બજેટ દ્વારા પ્રજાલક્ષી કાર્યો માટે સમાંતર વિકાસ કાર્યો કરવામાં આવે.
૨) કાલુપુર-ખાડિયાના સમગ્ર વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓની સમસ્યાઓના નિરાકરણ માટે સમાંતર બજેટ ફાળવી ભેદભાવયુક્ત વિકાસ કાર્યો કરવામાં આવે.
૩) શાહપુર સમગ્ર વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓની સમસ્યાઓના નિરાકરણ માટે સમગ્ર શાહપુર વિસ્તારમાં સમાંતર બજેટ ફાળવી ભેદભાવમુક્ત વિકાસ કાર્યો કરવામાં આવે
કાલુપુર – ખાડિયા વોર્ડના જનરલ બજેટના કામોઃ
(૧) કાલુપુર અંગ્રેજી પબ્લિક સ્માર્ટ સ્કૂલ (બાકરઅલી પોળ) નું રીનોવેશનનું કાર્ય ઝડપથી પૂર્ણ કરવામાં આવે તથા ડ્રેનેજલાઈનને સીસ્ટેમેટીક કરી પાણીનો બોર બનાવવામાં આવે.
૨) બંધારાનો ખાંચો – પત્તર અને નવો ડામર પેચ કરવો
૩) ભોઈવાડાની પોળ – મેન રોડ પર ડામર રીસરફેસ કરવો
૪) શેખ જબદ્દીની પોળમાં મીલીંગ કરી નવો ડામર પેચ કરવો