પ્રેમી ઘ્વારા યુવતીને બ્લેકમેઈલ કરી આત્મહત્યાનાં દુષપ્રેરણા કરનાર આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓને જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ…………
સિટી ટુડે: સુરત 12
ભેસ્તાન પો.સ્ટે. માં ભેસ્તાન પો.સ્ટે. એ પાર્ટ ગુ.રજી. નં.૧૧૨૧૦૦૭૦૨૬૦૯૪૧/૨૦૨૬ થી બી.એન.એસ. ની કલમ–૧૦૮ મુજબનો ગુનો દાખલ ને ગુનો નોંધાયેલ અને સદરહું કામમાં ફરીયાદીની ફરીયાદ હકીકત મુજબ બલરાજસિંગ ગુલામસિંગ બદોરીયા નાઓએ અત્રેનાં ભેસ્તાન પો.સ્ટે. માં આપેલ છે. સદરહુ કામમાં ફરીયાદીની ફરીયાદ હકીકત ધ્યાનમાં લઈએ તો જેથી ઉપરોકત જણાવેલ તારીખ ટાઈમ અને જગ્યાએ આ કામના આરોપી દિલીપ બાબરીયા નાઓ મારી દિકરી શિવાનીને આ મુકેશ સાથે સંબંધો રાખવાની તેમજ તેની સાથે વાતચીત કરવાની વારંવાર ના પાડતો હોય અને મુકેશ સાથે વાતચીત ચાલુ રાખીશ તો મજા નહી તેમ કહી તેણીને અવાર નવાર માનસિક ત્રાસ આપી હેરાન કરી તારા સંબંધો વિશે તારા પરીવારને કહી દઈશ અને સમાજમાં તને બદનામ કરી દઈશ તેવી દિલીપ અવાર નવાર માર દિકરીને કહેતો આવેલ હોય કે તું બીજા સાથે વાતચીત તથા સંબંધ ન રાખવાનું દબાણ કરતો હોય જેથી મારી દિકરી શીવાનીએ આ દિલીપનાં માનસિક ત્રાસ ન સહન થતા અમારા ઘરે રૂમમાં છતનાં ભાગે લગાવેલ પંખામાં દુપટ્ટો બાંધી ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી મરણ ગયેલ હોવાની હકિક્ત દર્શાવી હાલની ફરીયાદ આપેલ છે.
સદરહું ફરીયાદનાં અનુસંધાને ત.ક. અમલદારશ્રીએ આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓની ધરપકડ કરેલ અને આરોપીને નામદાર કોર્ટ રૂબરૂ રજુ કરવામાં આવેલ જેઓએ જામીન ઉપર મુક્ત થવા નામદાર સેસન્સ કોર્ટમાં અરજી કરેલ. જે જામીન અરજીમાં આરોપી તર્ફે વકીલ નદીમ એચ. ચૌધરી નાઓની મુખ્ય રજુઆત એ રીતની હતી કે, આરોપી ઘ્વારા મરણ જનાર યુવતીને કોઈપણ જાતની શારિરીક કે માનસિક ત્રાસ આરોપી ઘ્વારા આપેલ હોય તેવું ત.ક.અમલદારશ્રી નાઓ દ્વારા રજુ રાખેલ પુરાવા ઉપરથી પ્રથમ દર્શનીય રીતે ફલીત થતું નથી તેમજ મુખ્ય સાહેદોનાં કોર્ટ રૂબરૂના નિવેદનો ઉપરથી પણ ફલિત થતું ન હોય. જે તમામ હકીકત ધ્યાને લઈ મહેરબાન સુરતનાં એડીશ્નલ સેસન્સ જડજ સાહેબ ની કોર્ટ ધ્વારા આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓને કેટલીક શરતોને આધીન જામીન ઉપર મુક્ત કરતો હુકમ ફરમાવેલ છે.
આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓ તર્ફે વકીલ નદીમ એચ. ચૌધરી નાઓએ નામદાર સેસન્સ કોર્ટમાં દલીલો કરેલ હતી.

