રિયાધ, તા.૪
સાઉદી અરેબિયાના મક્કામાં મુસ્લિમો દ્વારા થતી પવિત્ર યાત્રા હજની તૈયારીઓ પુરજાેશમાં શરૂ થવાની સાથે નવા નિયમો પણ જાહેર થયા છે.
સાઉદી હજ અને ઉમરા મંત્રાલયે હજ યાત્રીઓ માટે ‘નસ્ક હજ કાર્ડ જાહેર કર્યા છે. હજ દરમિયાન આ કાર્ડનો ઉપયોગ ફરજીયાત કરાયો છે.
ગલ્ફ ન્યૂઝના અહેવાલો મુજબ ગેરકાયદે રીતે હજ યાત્રા પર આવનારા લોકો પર અંકુશ મેળવવા માટે આ સિસ્ટમ લાગુ કરાઈ છે.
નસ્ક હજ કાર્ડથી હજ યાત્રીઓની યાત્રા સરળ બનવાની સાથે ગેરકાયદે બનતી ઘટનાઓને અટકાવવામાં પણ ઉપયોગી નિવડશે. આ ઉપરાંત સાઉદી અરેબિયા સરકાર મક્કામાં થતી ભીડને સરળતાથી મેનેજ કરી શકશે. હજ યાત્રા પર જનારા તમામ હાજીઓને આ કાર્ડ અપાશે,
જેનાથી કોઈપણ વ્યક્તિની ઓળખની ચકાસણી કરવી સરળ બનશે. આ ઉપરાંત ગેરકાયદે હજ યાત્રા પર જનારાઓને પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરવાતી પણ અટકાવી શકાશે. સાઉદી અરેબિયાનું માનવું છે કે, આ સિસ્ટમથી તીર્થયાત્રીઓની સુરક્ષા વધશે.હજ અને ઉમરા મંત્રાલયે કહ્યું કે, આ કાર્ડ ડિજિટલ અને પ્રિન્ટ બંને ફોર્મેટમાં ઉપલબ્ધ છે. ડિજિટલ કાર્ડ ‘નુસ્ક અને તવાકલાન’ એપ્લિકેશન પર જાેઈ શકાશે અને તેની પ્રિન્ટ પણ કાઢી શકાશે. હજ દરમિયાન હજયાત્રીઓએ ડિજિટલ કાર્ડ પર છપાયેલ ઊઇ કોડ સ્કેન કરીને સૂચનાઓનું ફરજીયાત પાલન કરવું પડશે. મંત્રાલયે કહ્યું કે, હજ યાત્રીઓને આ કાર્ડથી ઘણી સુવિધાઓ મળશે.
આ કાર્ડથી યાત્રીઓની તમામ માહિતીનો રેકોર્ડ મેળવો સરળ બનશે. મંત્રાલયે સાઉદી અરેબિયા અને વિદેશી તીર્થયાત્રિઓને પવિત્ર સ્થળ પર પહોંચ્યા પહેલા કાર્ડ મેળવવાની વિનંતી કરી છે.