Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Wednesday, August 26
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » દીકરાની વહુ બની હેવાન, ૮૦ વર્ષના સાસુને ઢસડીને ઢોરમાર માર્યો

    દીકરાની વહુ બની હેવાન, ૮૦ વર્ષના સાસુને ઢસડીને ઢોરમાર માર્યો

    City Today DailyBy City Today DailyJanuary 16, 2025

    સુરત,તા.૧૬
    સુરત શહેરમાં માનવતાને શર્મશાર કરે તેવો ચોંકાવનારો એક કિસ્સો સામે આવ્યો છે. અહીંયા એક ૮૦ વર્ષની અશક્ત વૃદ્ધાને તેની પુત્રવધુએ ઢોરમાર માર્યો હોવાની ઘટના સામે આવી છે. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોને જાેઈને ભલભલાનું કાળજું કંપી જાય તેવો આ વીડિયો છે. જેથી વીડિયો જાેઈને ચોતરફ લોકો વહુ સામે ફિટકાર વરસાવી રહ્યા છે. બનાવની જાે વિગતવાર વાત કરીએ તો સુરતના પુણામાં આવેલ માતૃશક્તિ સોસાયટીની આ ઘટના છે. જ્યાં પુત્રવધુ તેની સાસુને માર મારી રહી હતી ત્યારે એક જાગૃત નાગરિક દ્વારા વીડિયો બનાવી લેવામાં આવ્યો અને આ ઘટના સામે આવી. જેમાં જાગૃત નાગરિક દ્વારા મહિલા વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ અને વુમન ઈમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટને જાણકારી આપવામાં આવી હતી. ઘટનાનો વીડિયો જાેતાં જ ટ્રસ્ટના હોદ્દેદારો દ્વારા આ મામલે પુણા પોલીસને જાણકારી આપવામાં આવી હતી. જેથી પુણા પોલીસને સાથે રાખીને ટ્રસ્ટ દ્વારા વૃદ્ધાને વૃદ્ધાશ્રમમાં લઈ જવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. પરંતુ ચોંકાવનારી વાત તો એ હતી કે વૃદ્ધાના પૌત્ર હિરેનભાઈ દ્વારા વૃદ્ધાને લઈ જવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો. જેના કારણે મામલો પુણા પોલીસ મથકે પહોંચ્યો હતો.
    ઉલ્લેખનીય છે કે ૮૦ વર્ષના અશક્ત સાસુ પર તેની પુત્રવધુ દ્વારા જે ર્નિદયતા કરવામાં આવી છે તેનો વીડિયો જાેઈને લોકોમાં રોષનો માહોલ ભરાયો છે. આ મુદ્દો હાલ શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે વહુ ઘરના પેસેજમાં વૃદ્ધાને ઢસડી ઢસડીને માર મારી રહી છે. જાેકે હવે આ સમગ્ર મામલે ટ્રસ્ટ દ્વારા પોલીસ કાર્યવાહી કરાવીને વૃદ્ધાને મુક્ત કરાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.

    Post Views: 488
    ૮૦ વર્ષના સાસુને ઢસડીને ઢોરમાર માર્યો દીકરાની વહુ બની હેવાન
    Previous Articleસ્કૂલવાન પલટી મારતા વિદ્યાર્થિનીનું મોત અન્ય ૪ ગંભીર રીતે ઘાયલ થયા
    Next Article લાલગેટ મેઇનરોડ પાસે આવેલ પે એન્ડ પાર્ક પર ચાલતી ગેરરીતી સામે સેન્ટ્રલઝોને નોટીસ ફટકારી

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.