- પાંચ દિવસમાં ખુલાસો આપવાની તાકીદ સાથે લાલઆંખ કરી
- પાર્કિંગમાં ચાલતી લુખ્ખાગીરી અંગે મનપા કમિશનરે નોંધ લેતા સેન્ટ્રલઝોનના છસ્ઝ્રએ કોન્ટ્રાકટરને બ્લેકલીસ્ટ કરવા તજવીજ હાથ ધરાઇ હોવાની ચર્ચા
(સિટી ટુડે) સુરત,તા.૧૬
સેન્ટ્રલઝોનની હદમાં આવેલ લાલગેટ મેઇનરોડ પાસે ચાલતા મનપા સંચાલીત પે એન્ડ પાર્કમાં કોન્ટ્રાકટર દ્વારા લુખ્ખાગીરી કરી બેફામ ઉઘરાણાઓ કરતો વિડીયો વાયરલ થયા બાદ મનપા કમિશનર શાલીની અગ્રવાલ દ્વારા સેન્ટ્રલઝોનના અધિકારીઓને તત્કાલ તપાસ કરવાનો આદેશ આપ્યા બાદ સેન્ટ્રલઝોનના એએમસી એ નોટીસ ફટકારી પાંચ દિવસમાં ખુલાસો માંગતા અન્ય કોન્ટ્રાક્ટરોમાં ડરમો માહોલ ઉભો થયો છે.
લાલગેટ પાસે આવેલ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર દ્વારા નીતિ નિયમોના ધજાગરા ઉડાવતો વિડીયો અને સ્થાનિકો દ્વારા કરવામાં આવેલી ફરીયાદના પગલે મનપા કમિશનર કિન્નાયા હતા. ત્યારબાદ સેન્ટ્રલઝોનના આસી.મ્યુ.કમિશર ડેકશોન ક્રિશ્ચીયનને આદેશ આપી તત્કાલ કાર્યવાહી કરવા જણાવતા એએમસી દ્વારા ગતરોજ નોટીસ ફટકારી મનપાના નીતિ નિયમોનું પાલન ન કરતો હોવાનું ખુલાસો માંગવામાં આવ્યો હતો.
હવે જાેવાનું એ છે કે, આવનારા પાંચ દિવસોમાં સેન્ટ્રલઝોન દ્વારા ખુલાસો લીધા બાદ શું બ્લેક લીસ્ટ કરી દેવાશે? કે પછી મનપા કમિશનરને ઉંધા ચશ્મા પહેરાવવામાં આવશે?