એડવોકેટ નદીમ ચૌધરી દ્વારા બોગસ ડોક્યુમેન્ટસ ઉભા કરી ચીટીંગના ગુનામા પકડાયેલા રાણીતળાવના વિવાદીત બિલ્ડર તરફથી દલીલો કરતા કોર્ટે ગ્રાહ્ય રાખી જામીન મંજુર કરવાનું હુકમ કરેલ હતો
(સિટી ટુડે) સુરત,તા.૧૮
અઠવાલાઈન્સ પો.સ્ટે. એ પાર્ટ ગુ.૨.નં. ૧૧૨૧૦૦૦૫૨૪૦૨૫૮/૨૦૨૪ થી ઈ.પી.કોડ કલમ–૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ મુજબનો ગુનો નોંધાયેલ અને સદરહું કામમાં ફરીયાદની ટુંકી વિગતો ધ્યાને લેવામાં આવે તોફરીયાદમાં બતાવેલ તારીખ, ટાઈમ અને જગ્યાએ જાન્યુઆરી–૨૦૨૧ માં મોહંમદ ઉમર ફરીયાદીનાં શો—રૂમ ઉપર આવેલ અને તેણે ફરીયાદીને જણાવેલ કે, તમારા શોરૂમમાં રાખેલ ચણીયાચોળી ડ્રેસનો સોદો એક બહારની પાર્ટી છે જેની જાેડે રૂા.૧,૫૧,૦૦,૦૦૦/– માં નકકી કરી દીધેલ છે અને પાર્ટી તરફથી ટોકનનાં રૂા.૫,૦૦,૦૦૦/- આવેલા છે જે તમે રાખો એમ કહી ફરીયાદીને રૂા.૫,૦૦,૦૦૦/– ટોકનનાં આપેલ હતા અને ટોકનનાં પૈસા આપ્યા બાદ મોહંમદ ઉમરનો ટેમ્પોવાળો આવી ફરીયાદીની દુકાનેથી થોડો થોડા માલનો પાર્સલ સતત ચાર દિવસ સુધી લઈ ગયેલ હતો અને આ તમામ એ માલ હરીપુરા ગમ્બજવાલી મસ્જીદની પાછળ આવેલ ગોડાઉનમાં રાખતો હતો. એપ્રિલ-૨૦૨૧ માં ફરીયાદીને જાણવા મળેલ કે, આ મોહંમદ ઉમર ફરીયાદી પાસેથી જે ચણીયાચોળીનો માલ લઈ ગયેલ છે તે બીજા વ્યકિતને વેચી નાંખેલ છે અને તેનાં પૈસા લઈ લીધેલ છે તેવી વાત જાણવા મળતા મોહંમદ ઉમર પાસે ગયેલ અને તેણે ફરીયાદીએ પોતાના માલ વિશે પુછતા તેણે તમારો માલ મેં વેચી નાંખ્યો છે અને મારે તમને રૂા.૧,૪૬,૦૦,૦૦૦| તથા ચાર દુકાનોનાં રૂા.૬૫,૦૦,૦૦૦| મળી રૂા.૨,૧૧,૦૦,૦૦૦/– આપવાનાં થાય છે તમોને થોડા સમય પછી ચુકવી આપીશ તેમ જણાવેલ પરંતુ આ મોહંમદ ઉમર તેનાં કહયા પ્રમાણે પૈસા ચુકવતો ન હોય અને તેની પાસે અવાર નવાર ફરીયાદીનાં રૂપિયાની માંગણી કરવા જતા તેણે ફરીયાદીને ૭ જાન્યુઆરી–૨૦૨૩ નાં રોજ ફરીયાદીનાં શોરૂમનાં માલનાં તથા ચાર દુકાનનાં મળી આપેલ જેમાંથી માલનાં ટોકન પેટે ફરીયાદીને પાંચ લાખ આપેલા તે બાદ કરતા નફાના ઓગણીસ લાખ મળી કુલ્લે રૂા.૨,૩૦,૦૦,૦૦૦/– આપી દેવા માટે બાંહેધરી લખી આપેલ હતી તેમ છતાં મોહંમદ ઉમરે આજે આપુ કાલે આપુ તેમ કહી
ખોટા વાયદાઓ કરતા આવેલ હોય અને ફરીયાદી પાસેથી વહેંચવા માટે લીધેલ ચણીયાચોળીનો માલ વેચાણ કરવા માટેનો વિશ્વાસ આપી લઈ ગયેલ અને નુર મંઝીલનાં ગ્રાઉન્ડ ફલોર ઉપર આવેલ દુકાન નં. ૩ અને ૪ તથા સગરા પેલેસમાં આવે દુકાન નં. ૧ અને દુકાન નં. ૨ એમ કુલ ચાર દુકાનો તેની માલિકીની ન હોવા છતાં પોતે આર્થિક લાભ મેળવવા સારૂ ખોટા વેચાણ કરારનો સાચા તરીકે ઉપયોગ કરી ફરીયાદી પાસેથી રૂપિયા પડાવી લઈ છેતરપીંડી કરેલ હોવાની હકીકત દર્શાવી હાલની ફરીયાદ આપેલ છે. સદરહું ફરીયાદનાં અનુસંધાને ત.ક. અમલદારશ્રીએ આરોપી મોહંમદ ઉમ મોહંમદ ઝુબેર પીલા નાઓની ધરપકડ કરેલ અને આરોપીને નામદાર કોર્ટ રૂબરૂ રજુ કરવામાં આવેલ જેઓએ જામીન ઉપર મુકત થવા નામદાર સેસન્સ કોર્ટમાં અરજી કરેલ. જે જામીન અરજીમાં આરોપી તર્ફે વકીલ નદીમ એચ. ચૌધરી નાઓની મુખ્ય રજુઆત એ રીતની હતી કે, સદરહું ફરીયાદ ફરીયાદી ઘ્વા૨ા ખુબ જ મોડી દાખલ કરવામાં આવેલ છે તથા હાલનાં આરોપી દ્વારા કોઈપણ બોગસ ફોર્જડ કે ખોટા ડોકયુમન્ટસ બનાવવામાં આવેલ નથી. હાલનાં આરોપીએ બોગસ ડોકયુમેન્ટસનો ખરા તરીકે ઉપયોગ કરેલ નથી તેમજ હાલનાં આરોપીએ અલતાફ કુરૈશી નાઓ પાસેથી સદરહું દુકાનો ખરીદ કરેલ છે અને તે બાબતેનાં જરૂરી પુરાવાઓ નામદાર કોર્ટ રૂબરૂ રજુ રાખેલ તેમજ ફરીયાદી ઘ્વારા હાલનાં આરોપી વિરૂઘ્ધ ચેક રીર્ટનની પણ ફરીયાદો કરેલ છે તેમજ ત.ક.અમલદારનાઓ ઘ્વારા સદર ગુનાના કામે તપાસ પુર્ણ કરી ચાર્જશીટ પણ કરી દેવામાં આવેલ છે. જે તમામ હકીકત ઘ્યાને લઈ નામદાર સેસન્સ કોર્ટ ઘ્વારા આરોપી મોહંમદ ઉમર મોહંમદ ઝુબેર પીલા નાઓને કેટલીક શરતોને આધીન જામીન ઉપર મુકત કરતો હુકમ ફરમાવેલ છે. આરોપી મોહંમદ ઉમર મોહંમદ ઝુબેર પીલા નાઓ તર્ફે વકીલ નદીમ એચ. ચૌધરી નાઓએ નામદાર સેસન્સ કોર્ટમાં દલીલો કરેલ હતી.