જીગ્નેશ મેવાણીએ જ કોંગ્રેસની
બેઠક રદ કરાવવા ધમપછાડા કર્યા
ગેનીબેન અને ચંદનસિહ ઠાકોર
ભાજપને ટક્કર આપી રહ્યા છે ત્યારે મેવાણીની પક્ષ વિરુદ્ધ કરતૂત…!?
(સિટી ટુડે)ગુજરાત, તા.૨૮
લોકસભાની ચૂંટણીનું પ્રચાર જામ્યો છે ત્યારે કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ જામી છે. કોંગ્રેસના જ નેતાઓ કોંગ્રેસને હરાવવા મેદાને પડ્યા હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. તેમાંય જીગ્નેશ મેવાણી પોતાની જાતને કોંગ્રેસના ટોપના લીડર માને છે. હાઈકમાન્ડ સાથે નજીક નો ઘરોબો હોવાનું માની તે મનમાની કરી રહ્યા હોવાનો ગણગણાટ છે. એવી ચર્ચા છેકે, મેવાણી પ્રદેશ પમુખની વાતોનું ય ધરાર અવગણના કરી રહ્યા છે.
લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફી મતદાન થાય તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. વડગામમાં પણ વિધાનસભાની ચૂંટણી જેમ લોકસભાની ચૂંટણીને લઈને બેઠકમાં આયોજન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા અને પાટણ જિલ્લાની ધાર્મિક,સ્વૈચ્છિક સંસ્થાના વડા, ડોક્ટર્સ, એડવોકેટ, પ્રોફેશનલ સહીત અન્ય વ્યવસાયિકોની એક બેઠક બોલવાઈ હતી. આ બેઠકને લઈને જીગ્નેશ મેવાણી ને જાણ કરવામાં આવી હતી પણ થયું એવુ કે, મેવાણીએ બેઠક રદ કરવા જણાવી દીધું હતું. એટલું જ નહિ. વક્તાઓ ને પણ આવવાનું ના પાડી દીધી હતી. આ વિવાદ વકરતા આખોય મામલો પ્રદેશ પ્રભારી મુકુલ વાસનીક પાસે પહોંચયો હતો. તેમણે પણ મેવાણી સમજાવવાનો પ્રયત્ન કર્યો તો પણ તેઓ માન્યા ન હતા.
હદ તો ત્યારે થઈ હતી કે મેવાણી કોંગ્રેસ સમર્થકોની આ બેઠકને મંજૂરી નહીં આપવા માટે જિલ્લા પોલીસ વડાને ફોન કર્યા હતો. મેવાણી ના રાજકીય દબાણને પગલે જિલ્લા પોલીસ વડા પણ અચંબામાં મુકાયા હતા. મેવાણીની આ કરતૂતની જાણ થતા ધાર્મિક,સ્વૈચ્છિક સંસ્થાના વડા, ડોક્ટર્સ, એડવોકેટ, પ્રોફેશનલ સહીત અન્ય વ્યવસાયિકોએ કોઈ પણ ભોગે બેઠક યોજવા નક્કી કર્યું હતું. બેઠક માં તમામ જ્ઞાતિઓએ ભેગા મળીને ને કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર અને ચંદનજી ઠાકોર તરફી વધુ મતદાન થાય તે અંગે આયોજન કરાયું હતું. કોંગ્રેસ જિંદાબાદના નારા લાગતા વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું. જાેકે, કોંગ્રેસ સમર્થકોની બેઠક ખુદ કોંગ્રેસના ધારાસભ્ય રદ કરાવવા ધમપછાડા કર્યા એ વાત ને લઈ સમગ્ર વડગામમાં રોષ ફેલા્યો છે. હવે એવુ સર્વાનુમતે નક્કી કરાયું છે કે, કોઈ પણ કાર્યક્રમ માં મેવાણી ને બોલાવવા નહિ. આમ, જીગ્નેશ મેવાણી નો બહિષ્કાર કરવામાં આવ્યો છે.
વડગામના મતદારો કરી રહ્યા છે કે, ૨૦૧૭ થી ૨૦૨૨ દરમિયાન મત વિસ્તારના લોકોનો મેવાણીએ ફોન ઉપાડયો નથી. મતદારોના કામો માટે ધારાસભ્યનું કાર્યાલય પણ ખોલ્યું ન હતું. એન.આર.સી ના મુદ્દાને લઈને રેલી કરવામાં આવી હતી ત્યારે ૯૨ નિર્દોષ લોકો કરવામાં આવી હતી ત્યારે મેવાણીએ કોઈની ખબર સુદ્ધાં પૂછી ન હતી. આમ,કોંગ્રેસના ધારાસભ્ય મેવાણી જ આ બેઠક રદ કરાવી પાટણ અને બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસ ના જીતે એવુ ઈચ્છી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આ ઘટનાને લઈને એક પત્રિકા પર સોશિયલ મીડિયામાં વાયરલ છે