- ટ્રાફિક પોલીસની રહેમ નજર હેઠળ ચાલતું આ પાર્કિંગમાં કાર્યવાહી માત્ર કાગળો ઉપર
(સિટી ટુડે) સુરત,તા.૧૯
સુરત શહેરમાં ગેરકાયદેસર પાર્કિંગ બાબતે પે એન્ડ પાર્કના કોન્ટ્રાકટરો એટલી હદે બેફામ બની ગયા છે કે, ટ્રાફિક પોલીસને પણ ગાંઠતા નથી કે પછી ટ્રાફિક પોલીસના અધિકારીઓ સાથે મિત્રતા બનાવી જાહેરા રસ્તાઓ ઉપર ગાડીઓ પાર્ક કરાવી બેફામ ઉઘરાના કરી રહ્યા છે.
આવો જ એક કિસ્સો લાલગેટ મેઇન રોડ પાસે આવેલ વેડીંગ શો રૂમની બાજુમાં મનપા સંચાલીત પે એન્ડ પાર્કના કોન્ટ્રાકટર દ્વારા રોડ રસ્તાને પોતાના બાપની જાગીર સમજી ગેરકાયદેસર રીતે ગાડીઓ પાર્ક કરાવી કરાવી કલાકના સમય મુજબ પૈસા વસુલવામાં આવી રહ્યા છે. આજ જગ્યાની ૧૦૦ થી ૨૦૦ મીટરની આસપાસ સુરત શહેરની બે પ્રખ્યાત હોસ્પિટલો આવેલ હોવાથી કેટલીકવાર ૧૦૮ એમ્બ્યુલન્સ પણ પે એન્ડ પાર્કના સંચાલકો દ્વારા રોકી દઇ ગાડીઓ પાર્ક કરાવવામાં આવે છે જે અંગે અગાઉ સ્થાનિકો દ્વારા લેખીતમાં ફરીયાદો કરી હોવા છતાં બેફામ બનેલા કોન્ટ્રાકટરે ટ્રાફિક પોલીસને ઉંધા ચશ્મા પહેરાવી દીધા હોવાનું જાણવા મળી રહ્યું છે.
સ્થાનિકોના આક્ષેપ મુજબ, ટ્રાફિક પોલીસના કેટલાક અધિકારીઓના કોન્ટ્રાક્ટર સાથે સારા સંબંધ હોવાના કારણે માત્ર કાગળો પર કાર્યવાહી બતાવી મામલાને થાળે પાડી દેવામાં આવે છે.