Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, August 25
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » મણિપુરના લોકો રાહ જાેતાં રહી ગયા અને મોદી કુવૈત રવાના

    મણિપુરના લોકો રાહ જાેતાં રહી ગયા અને મોદી કુવૈત રવાના

    City Today DailyBy City Today DailyDecember 21, 2024

    નવી દિલ્હી, તા.૨૧
    વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંરક્ષણ અને વેપાર સહિત ઘણા ક્ષેત્રોમાં સંબંધોને મજબૂત કરવા માટે શનિવારે બે દિવસના પ્રવાસે કુવૈત જવા રવાના થયા હતા. ૪૩ વર્ષ બાદ ભારતીય વડાપ્રધાનની કુવૈતની આ પ્રથમ મુલાકાત છે. ત્યારે હવે કોંગ્રેસે પીએમ મોદી પર કટાક્ષ કરતાં કહ્યું કે, વારંવાર વિદેશ પ્રવાસ કરનારા વડાપ્રધાન કુવૈત માટે રવાના થઈ ગયા હિંસાગ્રસ્ત મણિપુરના લોકો તેમની રાહ જાેતાં રહી ગયા.
    કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ઠ’ પર લખ્યું કે, ‘મણિપુરના લોકો રાહ જાેઈ રહ્યા છે, આ જ તેમનું ભાગ્ય છે કારણ કે પીએમ મોદી કોઈ કોઈ પણ તારીખ નક્કી કરવાનો ઈનકાર કરી રહ્યા છે. વારંવાર વિદેશની મુલાકાત લેતા વડાપ્રધાન મોદી કુવૈત માટે રવાના થઈ ગયા. કોંગ્રેસે પીએમ મોદીને અનેક વખત મણિપુરની મુલાકાત લેવા માટે કહ્યું છે. પાર્ટીનું કહેવું છે કે, તેનાથી સંઘર્ષગ્રસ્ત રાજ્યમાં શાંતિ અને સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવામાં મદદ મળશે.
    મણિપુરમાં ગત વર્ષે ત્રણ મે ના રોજ અનુસૂચિત જનજાતિનો દરજ્જાે આપવાની બહુમતી મેતૈઈ સમુદાયની માગના વિરોધમાં રાજ્યના પહાડી જિલ્લાઓમાં આદિવાસી એકજૂથતા માર્ચને લઈને હિંસા ફાટી નીકળી હતી. ત્યારથી મેતૈઈ અને કુકી સમુદાયના ૨૨૦થી વધુ લોકો અને સુરક્ષા કર્મચારીઓએ હિંસામાં પોતાનો જીવ ગુમાવી દીધો છે.
    પીએમ મોદી પહેલા ભારતના તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ ૧૯૮૧માં આ ખાડી દેશની મુલાકાત લીધી હતી. મુલાકાત માટે રવાના થતા પહેલા એક નિવેદનમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, કુવૈતના શીર્ષ નેતૃત્વ સાથેની મુલાકાત ભારત અને કુવૈત વચ્ચેની ભવિષ્યની ભાગીદારીનો ચાર્ટ તૈયાર કરવાની તક પૂરી પાડશે. આપણે કુવૈત સાથેના ઐતિહાસિક સંબંધોને ખૂબ મહત્વ આપીએ છીએ, જે પેઢીઓથી કાયમ છે. અમે વેપાર અને ઉર્જા ક્ષેત્રે માત્ર મજબૂત ભાગીદારો નથી, પરંતુ પશ્ચિમ એશિયામાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતામાં પણ આપણું સમાન હિત છે.
    પીએમ મોદી કુવૈતના અમીર શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહના આમંત્રણ પર કુવૈતના પ્રવાસે ગયા છે. મોદીએ કહ્યું કે, હું કુવૈતના અમીર, ક્રાઉન પ્રિન્સ અને વડા પ્રધાન સાથેની પોતાની બેઠક માટે ઉત્સુક છું. ‘હું કુવૈતમાં ભારતીય પ્રવાસીને મળવા માટે આતુર છું, જેમણે બંને દેશો વચ્ચે મિત્રતાના બંધનને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.’

    Post Views: 440
    મણિપુરના લોકો રાહ જાેતાં રહી ગયા અને મોદી કુવૈત રવાના
    Previous Articleરાજ્યમાં ભરશિયાળે વરસાદની આગાહી, સ્વેટર સાથે રેઇનકોટ કાઢવાં પડે એવી સ્થિતિ,૨૭-૨૮ ડિસેમ્બરે વાતાવરણમાં પલટો આવશે
    Next Article GPSCના ૧૦૦ પરીક્ષાર્થી ગૂગલ મેપમાં અટવાયા, રાંદેર પોલીસે સંકટ મોચન બની પરીક્ષા કેન્દ્રએ પહોંચાડ્યાં

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.