Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Sunday, September 27
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ચાલુ વાહનમાંથી ખાદ્ય તેલની ચોરી, ચાલુ ટેમ્પોમાંથી ચોરે ૧૫ લીટરનો ડબ્બો સેરવી લીધો

    ચાલુ વાહનમાંથી ખાદ્ય તેલની ચોરી, ચાલુ ટેમ્પોમાંથી ચોરે ૧૫ લીટરનો ડબ્બો સેરવી લીધો

    City Today DailyBy City Today DailyDecember 28, 2024

    સુરત, તા.૨૮
    સુરત શહેરમાં ખાદ્ય તેલના વધતા ભાવ વચ્ચે ચાલતા ટેમ્પોમાંથી તેલની ચોરીના કિસ્સાઓ વધી રહ્યા છે. આ ચોરી માટે ચોરોએ અનોખી રીત અપનાવી છે. તેઓ ચાલતા ટેમ્પોની પાછળ ચડીને સ્ટંટ કરીને તેલના ડબ્બા અને બોક્સ ચોરી કરે છે. તાજેતરમાં સામે આવેલી બે ઘટનાએ ખાદ્ય તેલના ડીલરો અને ટ્રાન્સપોર્ટર્સને ચોંકાવી દીધા છે.
    રાંદેર વિસ્તારમાં તિરુપતિ કપાસિયા તેલના ટેમ્પોમાંથી ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ચોર એક ચાલતા ટેમ્પાની પાછળ ચડીને તેમાંથી ૨૪ લીટર તેલના બે બોક્સ ચોરી કરી જતા દેખાયો. આ બોક્સમાં કુલ ૧૨-૧૨ લીટર તેલના પાઉચ હતા. ફૂટેજમાં સ્પષ્ટ જાેવા મળે છે કે, કેવી રીતે ચોર આરામથી ટેમ્પો પર ચડી અને બોક્સને ઉપાડી તેને લઈને ભાગે છે.
    બીજા કિસ્સામાં રાંદેરમાં એક કારચાલકે ચાલતા ટેમ્પોની પાછળ ચઢી રહેલા ચોરનો વીડિયો પોતાના ફોનમાં શૂટ કર્યો હતો. ચોર ચાલતા ટેમ્પોની પાછળથી ૧૫ લીટરનો તેલનો ડબ્બો ચોરીને લઈ જતો હતો. કારચાલકે જ્યારે તેને પીછો કર્યો, ત્યારે ચોર ડરાઈને તેલનો ડબ્બો રસ્તા પર મૂકી નાસી ગયો હતો. આ કિસ્સો વીડિયોના આધારે ઝડપથી વાઈરલ થયો છે.
    ખાદ્ય તેલના ડીલર તીર્થ શેઠે આ ઘટના વિશે જણાવતાં કહ્યું કે, છેલ્લા ઘણા સમયથી ટેમ્પોમાંથી તેલ ચોરી થવાની ફરિયાદો મળી રહી હતી. આઠથી વધુ ફરિયાદ અમને દુકાનદારો તરફથી મળી, પરંતુ પુરાવા ન હોવાના કારણે અમે પોલીસ ફરિયાદ કરી નહોતી. અમને સમજાતું નહોતું કે કેવી રીતે આ ચોરી થઈ રહી છે. પરંતુ સીસીટીવી ફૂટેજના આધારે હવે સ્પષ્ટ થયું છે કે આ ચોરી એ ખરેખર એક આયોજનબદ્ધ ગતિવિધિ છે.
    ખાદ્ય તેલના ડીલર તીર્થ શેઠે વધુમાં જણાવ્યું કે, આ પ્રકારની ચોરી માટે ચોર ટેમ્પોના ગોડાઉન પર નજર રાખે છે. જ્યારે ટેમ્પો ખાદ્ય તેલ લઈને નીકળે છે, ત્યારે તે તેના પાછળ રેકી કરે છે. ટ્રાફિક સિગ્નલ કે ધીમી ગતિએ ચાલતા ટેમ્પો તેમને અનુકૂળ રહે છે અને ત્યાંથી તેઓ આરામથી ચોરી કરી લે છે. આવા બનાવો માત્ર ખાદ્ય તેલની ઉંચી કિંમતને કારણે નથી, પરંતુ ટેમ્પો ડ્રાઈવરોને અજાણતામાં રાખીને ચોરી કરવાનું આ એક નવો પ્રયોગ છે, જે હવે ચિંતાનો વિષય બની ગયો છે.
    સુરતના ખટોદરા, પાંડેસરા, ચોક અને રાંદેર પોલીસ મથકમાં ખાદ્ય તેલની એજન્સીઓ દ્વારા આ પ્રકારની ચોરીના કિસ્સાઓની ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે આ વીડિયો ફૂટેજના આધારે ચોરોને પકડી પાડવા માટે તપાસ શરૂ કરી છે.

    Post Views: 404
    ચાલુ ટેમ્પોમાંથી ચોરે ૧૫ લીટરનો ડબ્બો સેરવી લીધો ચાલુ વાહનમાંથી ખાદ્ય તેલની ચોરી
    Previous Articleપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની સન્માન સાથે વિદાય, પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન
    Next Article આરોપીઓનો વરઘોડો કાઢી શિસ્તનો પાઠ ભણાવ્યો

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.