Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, May 12
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની સન્માન સાથે વિદાય, પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન

    પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની સન્માન સાથે વિદાય, પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન

    City Today DailyBy City Today DailyDecember 28, 2024

    નવી દિલ્હી, તા.૨૮
    પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહના આજે પૂરા રાજકીય સન્માન સાથે દિલ્હીના નિગમ બોધ ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર વખતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, અને રક્ષામંત્રી રાજનાથ સિંહ, લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંદી, ઓમ બિરલા પણ હાજર રહ્યા. આ પહેલા નવી દિલ્હી સ્થિત તેમના નિવાસ સ્થાને તેમને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ તેમનું પાર્થિક શરીર કોંગ્રેસ હેડક્વાર્ટર લાવવામાં આવ્યું હતું. જ્યાં પૂર્વ પીએમ ડો. મનમોહન સિંહના પત્ની ગુરુશરણ કૌર અને તેમના પુત્રી દમનસિંહએ એઆઈસીસી હેડક્વાર્ટરમાં તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપી.
    પૂર્વ પીએમ મનમોહન સિંહના રાજકીય સન્માન સાથે દિલ્હીના નિગમ બોધ ઘાટ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. એવું કહેવાય છે કે તેમની મોટી પુત્રીએ તેમને મુખાગ્નિ આપી. પૂર્વ પીએમ મનમોહન સિંહના પાર્થિવ દેહને ૨૧ તોપોની સલામી આપવામાં આવી. મનમોહન સિંહ અમર રહેના નારા સાથે કોંગ્રેસ નેતાઓએ તેમને વિદાય આપી. તમામ નેતાઓએ ચિતા પર પોત પોતાની લાકડી મૂકી. રાહુલ ગાંધીએ પણ મનમોહન સિંહના પાર્થિવ દેહની ચિતા પર લાકડી મૂકી. અંતિમ યાત્રા વખતે મનમોહન સિંહને તેમની મનગમતી બ્લ્યૂ પાઘડી પહેરાવવામાં આવી. મુખાગ્નિ આપતા પહેલા પંજાબી રીતિ રિવાજથી અરદાસ પઢવામાં આવી. અંતિમ યાત્રામાં દેશ વિદેશના ગણમાન્ય લોકો નિગમબોધ પર હાજર રહ્યા. રાહુલ ગાંધીએ અર્થીને ટેકો આપ્યો હતો.
    પૂર્વ પીએમ મનમોહન સિંહના પાર્થિવ દેહને ૨૧ તોપોની સલામી આપવામાં આવી. મનમોહન સિંહ અમર રહેના નારા સાથે કોંગ્રેસ નેતાઓએ તેમને વિદાય આપી. તમામ નેતાઓએ ચિતા પર પોત પોતાની લાકડી મૂકી. રાહુલ ગાંધીએ પણ મનમોહન સિંહના પાર્થિવ દેહની ચિતા પર લાકડી મૂકી. અંતિમ યાત્રા વખતે મનમોહન સિંહને તેમની મનગમતી બ્લ્યૂ પાઘડી પહેરાવવામાં આવી. મુખાગ્નિ આપતા પહેલા પંજાબી રીતિ રિવાજથી અરદાસ પઢવામાં આવી. અંતિમ યાત્રામાં દેશ વિદેશના ગણમાન્ય લોકો નિગમબોધ પર હાજર રહ્યા. રાહુલ ગાંધીએ અર્થીને ટેકો આપ્યો હતો.
    પૂર્વ પીએમ મનમોહન સિંહનું પાર્થિવ શરીર અંતિમ સંસ્કાર પહેલા લગભગ એક કલાક સુધી કોંગ્રેસ હેડક્વાર્ટરમાં રાખવામાં આવ્યું હતું. અહીં કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસી કાર્યકરો અને સાથે સાથે દેશના અન્ય નાગરિકોએ પણ તેમના અંતિમ દર્શન કર્યા. અત્રે જણાવવાનું કે ગુરુવારે ૨૬ ડિસેમ્બરના રોજ મનમોહન સિંહનું દિલ્હી એમ્સ હોસ્પિટલમાં નિધન થયું હતું. તેમની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પૂર્વ પીએમ મનમોહન સિંહની કોંગ્રેસ હેડક્વાર્ટરથી ૧૧ કિલોમીટર જેટલી લાંબી અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. પૂર્વ પીએમ મનમોહન સિંહના પાર્થિવ દેહને કોંગ્રેસ ઓફિસથી અકબરોડ રોડથી ઈન્ડિયા ગેટ, ઈન્ડિયા ગેટથી તિલક માર્ગ, તિલક માર્ગથી આઈટીઓ રેડ લાઈટથી ડાબે વાળીને પછી જૂના પોલીસ હેડક્વાર્ટરની સામે થઈને રિંગ રોડ પર લેફ્ટ લઈ જવામાં આવ્યા. ત્યારબાદ અંતિમ યાત્રા સીધા રસ્તે નિગમ બોધ ઘાટ પહોંચી હતી. અંતિમ યાત્રા પહેલા, સિંહના પાર્થિવ દેહને કોંગ્રેસ મુખ્યાલયમાં રાખવામાં આવ્યો હતો, જ્યાં કોંગ્રેસ સંસદીય દળના વડા સોનિયા ગાંધી, પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને અન્ય ઘણા વરિષ્ઠ પક્ષના નેતાઓ અને કાર્યકરોએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. ભૂતપૂર્વ વડા પ્રધાનના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાનથી સવારે લગભગ ૯ વાગ્યે કોંગ્રેસના મુખ્યાલયમાં લાવવામાં આવ્યો હતા, જ્યાં પાર્ટીના નેતાઓ અને કાર્યકરો તેમના અંતિમ દર્શન માટે રાહ જાેઈ રહ્યા હતા.

    Post Views: 323
    પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની સન્માન સાથે વિદાય
    Previous Articleલાલગેટ પે એન્ડ પાર્ક બાદ હવે રેલ્વે સ્ટેશનનો પે એન્ડ પાર્કમાં પણ ગોબાચારીની ફરીયાદો ઉઠી
    Next Article ચાલુ વાહનમાંથી ખાદ્ય તેલની ચોરી, ચાલુ ટેમ્પોમાંથી ચોરે ૧૫ લીટરનો ડબ્બો સેરવી લીધો

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    અમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત

    આગામી ઈદુલ અઝાના તહેવાર અનુસંધાનમાં ગાય કે ગૌવંશ સિવાયના ઘેટા-બકરા-ભેંસ-પાડા સહિત નિયમોનુસાર કાયદા મુજબ થતી પશુઓની હેરફેર કરનાર લોકોની કનડગત ના થાય માટે પરિપત્ર દ્વારા હૂકમ કરવા માંગ

    ફોરેક્ષ ટ્રેડીંગમાં રૂા.૫૬,૯૨,૪૮૦/- ની છેતરપીડી કરવાના સાયબર ક્રાઈમનાં ગુનામાં આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.