Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Saturday, June 27
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » આરોપીઓનો વરઘોડો કાઢી શિસ્તનો પાઠ ભણાવ્યો

    આરોપીઓનો વરઘોડો કાઢી શિસ્તનો પાઠ ભણાવ્યો

    City Today DailyBy City Today DailyDecember 28, 2024

    સુરત, તા.૨૮
    શહેરમાં સતત વધી રહેલા ગુનાખોરીના કિસ્સાઓ વચ્ચે, પાંડેસરા અને ઉધના વિસ્તારમાં થયેલી ગંભીર ઘટનાઓએ શહેરમાં ચકચાર મચાવી છે. આ બંને ઘટનાઓમાં જ્યાં એક તરફ જૂની અદાવતના કારણે યુવકની જીવલેણ હત્યા કરવામાં આવી, ત્યાં બીજી તરફ બીઆરટીએસ બસમાં તોડફોડ કરનારા શખ્સોએ લોકોને ગભરાવી દીધા હતા. આ બંને કિસ્સામાં પોલીસે કડક કાર્યવાહી કરતા આરોપીઓના વિસ્તારમાં સરઘસ કાઢી કાયદાનો પાઠ ભણાવ્યો હતો.
    પાંડેસરા વિસ્તારમાં ૨૬ ડિસેમ્બરની રાત્રે એક જઘન્ય હત્યાનો બનાવ બન્યો હતો. ૨૬ વર્ષના દિપક રવિન્દ્ર સાવની પાંચ શખ્સોએ મળીને કાતર વડે હત્યા કરી નાખી હતી. હુમલામાં દિપકના ગળા, છાતી, પીઠ અને મોઢા પર ઘાતક ઘા મરાયા હતા. ઘટના દરમિયાન દિપક તેના મિત્ર દિપકસિંહ ઉર્ફે બાટલા સાથે હેલ્થ સેન્ટરના ગેટ નજીક બેઠો હતો. હત્યા માટે આરોપી ક્રિષ્ના તિવારી અને મનીષ પ્રજાપતિ પોતાની જૂની અદાવતને કારણે દિપક સાથે બોલાચાલી બાદ ઝઘડો કરી બેઠા હતા. વાત વકરીને ફિઝિકલ હુમલામાં ફેરવાઈ ગઈ, અને પાંચ શખ્સોએ મળી દિપક પર જીવલેણ હુમલો કર્યો. મૃતકના પરિવારજનોના દાવા અનુસાર, આરોપીઓ ગાંજાના ધંધામાં સંડોવાયેલા છે. પાંડેસરા પોલીસે આ કેસમાં તાત્કાલિક પગલા લઇ પાંચેય આરોપીઓને ઝડપી પાડ્યા અને તેમને આ સ્થળેથી ‘વરઘોડો’ કાઢી શહેરમાં કડક કાયદાની છાપ છોડી હતી. ઉધના વિસ્તારમાં ગત મંગળવારે બીઆરટીએસ બસ પર તોડફોડ અને હિંસાના કિસ્સામાં ત્રણ શખ્સોની ધરપકડ કરી પોલીસે કડક કાર્યવાહી કરી છે. તેમાંથી એક શખ્સ સિટિલિંક બસ કંડક્ટર તરીકે નોકરી કરી રહ્યો હતો, જેના કારણે આ ઘટના વધુ ચકચારજનક બની છે. પોલીસ દ્વારા આ શખ્સોને કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો હતો.
    મંગળવારે ઉધના-ભેસ્તાન બીઆરટીએસ સ્ટેન્ડ નજીક આ ઘટના બની હતી. ભેસ્તાન તરફ જતી એક રિક્શા ચાલક બીઆરટીએસ ટ્રેકમાં પ્રવેશી ગયો હતો, જે ટ્રેક બસ માટે માત્ર ખાસ બનાવવામાં આવ્યો છે. ટ્રેકમાં રિક્શા હળવેથી દોડાવ્યા બાદ બસ ડ્રાઈવરે હોર્ન વગાડી સાઈડ માંગતા રિક્શાચાલક ગુસ્સે ભરાઈ ગયો.
    ઉધના ત્રણ રસ્તા પાસે રિક્શાચાલકે ટ્રેકમાં જ વાહન રોકીને પોતાની મદદ માટે બે મિત્રો બોલાવ્યા. એ ત્રણેય શખ્સોએ મળી બસ ડ્રાઈવર સાથે ઝઘડો કર્યો અને મારમાર કરી. બસના આગળના કાચ અને ડ્રાઈવરના પીઠ પાછળનો ઈમરજન્સી કાચ તોડી નાખ્યો. આ તોડફોડમાં લગભગ ?૯૦,૦૦૦નું નુકસાન થયું હતું.

    Post Views: 445
    આરોપીઓનો વરઘોડો કાઢી શિસ્તનો પાઠ ભણાવ્યો
    Previous Articleચાલુ વાહનમાંથી ખાદ્ય તેલની ચોરી, ચાલુ ટેમ્પોમાંથી ચોરે ૧૫ લીટરનો ડબ્બો સેરવી લીધો
    Next Article ‘અસલીના નામે વધુ એક નકલી’ નકલી ઘી બનાવતી ફેકટરી ઝડપાઈ

    Related Posts

    આગામી મોહરમના તહેવારને લઈ સુરત શહેર તાજીયા કમિટીએ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ. ગેહલોતસાહેબની મુલાકાત કરવામાં આવી

    June 20, 2026

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    June 11, 2026

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    May 9, 2026
    Latest Posts

    વરનોરા તથા રાયધણજર ગામની એક જુથ અથડામણ મા સમગ્ર ઘટના ને હીંદુ મુસ્લિમ નુ રુપ આપી ઘટનાના અનુસંધાનમાં વહીવટીતંત્ર દ્વારા વરનોરા ગામના નિર્દોષ લોકો સામે કરવામાં આવેલી બુલડોઝર કાર્યવાહી જેમા ઘરો ને ડીમોલેશન કરવામા આવેલ તે ખરેખર નીંદનીય છે કચ્છમાં કોઈપણ સમાજ સામે આવી ગેરકાયદેસર તથા ગેરબંધારણીય કાર્યવાહી ન થાય તે માટે આપ સાહેબ વહીવટી તંત્ર ને સુચના આપો :હાજી જુમા રાયમા

    આગામી મોહરમના તહેવારને લઈ સુરત શહેર તાજીયા કમિટીએ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ. ગેહલોતસાહેબની મુલાકાત કરવામાં આવી

    આવનારા પવીત્ર મોહરમ ના તહેવાર નિમિત્તે પ્રાથમિક સુવિધા આપવા લેખીત પત્ર આપી માંગ કરવામાં આવેલ છે

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.