સુરત, તા.૨૮
સુરતના કામરેજમાં અસલીના નામે નકલીનો ખેલ પોલીસે ઝડપી પાડયો છે,બ્રાન્ડેડ ઘી ના નામે નકલી ઘી ગ્રાહકોને પધરાવવામાં આવતુ હતુ અને કઠોરના માનસરોવર રેસિડેન્સી ફલેટમાંથી આ કારખાનું ઝડપાયું હોવાની વાત સામે આવી છે.પોલીસે બાતમીના આધારે દરોડા પાડી એક વ્યકિતની ધરપકડ કરી છે.છેલ્લા કેટલા સમયથી ઘી બનાવતો હતો તે દિશામાં તપાસ હાથધરી છે.
સુરતના કામરેજના કઠોરમાંથી નકલી ઘી બનાવતું કારખાનું ઝડપાયું છે,કઠોરના માનસરોવર રેસિડેન્સી ફ્લેટમાંથી આ કારખાનું ઝડપાયું છે,કોઈને જાણ ના થાય તે માટે ફલેટ રાખી ઘી બનાવવામાં આવતું હતુ,પોલીસે ૧૦૮ ડબ્બા, ૩૮ ખાલી ટીન,પેકીંગનું મશીન સહિત ૧ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે,પ્રવીણ હરખાણી નામનો ઈસમ કરી રહ્યો હતો વેપલો અને પોલીસને બાતમી મળી હતી તેના આધારે કામગીરી કરવામાં આવી છે.
સિધ્ધપુર જીઆઇડીસીમાં પકડાયેલ ઘી ને લઈ મોટા સમાચાર સામે આવ્યા હતા,જેમાં એફએસએલમા મોકલેલ ઘી ના સેમ્પલ ફેલ આવ્યા છે.૫૫૦૦ કિલો ઘી નો જથ્થો ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમે ઝડપી પાડ્યો હતો તો ૧૬.૫૦ લાખની કિંમતનો ઘી નો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો,૪ માસ અગાઉ આ ઘીનો જથ્થો ઝડપાયો હતો પરંતુ ચાર મહિના બાદ આ ઘી ના નમૂના ફેલ આવ્યા છે,ત્યારે અત્યાર સુધીમાં હજારો લોકો આ ઘીને આરોપી ગયા હશે.ઘી માંથી વેજીટેબલ ઓઇલની ભેળસેળ મળી આવી છે. ઘીની શુદ્ધતા ચકાસવા માટે તમે તેને તમારા હાથની હથેળીઓ પર મૂકીને પણ ચકાસી શકો છો. આ માટે થોડું ઘી લો અને તેને તમારી હથેળી પર રાખો અને થોડી સેકંડ રાહ જુઓ. ઓરિજનલ ઘી હથેળી પર ઓગળવા લાગશે, જ્યારે નકલી ઘી જેમનું તેમ જ રહેશે.ઘીનો રંગ જાેઈને તમે નક્કી કરી શકો છો કે તે ઓરિજનલ છે કે નકલી. આ માટે એક વાસણમાં એક ચમચી ઘી નાખીને ગેસ પર ગરમ કરવા રાખો. જાે ઘી ઓગળે ત્યારે તેનો રંગ થોડો બ્રાઉન દેખાવા લાગે તો સમજી લેવું કે તે ઓરિજનલ છે. નકલી ઘી ધીમે-ધીમે પીગળી જશે અને તેનો રંગ પીળો રહેશે.