ઝૂબેર ઘડીયાળી ફરાર થવાનો કેસ: પોલીસવાળા સહિત તમામ 8 આરોપીઓ નિર્દોષ જાહેર,
સિટી ટુડે: અંકલેશ્વર:૦૩
અંકલેશ્વરના સેકન્ડ એડીશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વિજય મકવાણાએ કોર્ટમાં આરોપી અને બચાવ પક્ષની દલીલો સાંભળીને હુકમ કરી તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. નિર્દોષ જાહેર થયેલા આરોપીઓમાં સફીઉદીન ઉર્ફે લાલો તરફુદ્દીન શેખ, ઝૂબેર ઘડીયાળીની માતા શમીમ બાનુ, આસીફ ઉર્ફે આસીફ શિકારી, વિકાશભાઈ બચુભાઈ રાણા, વનરાજસિંહ કરણસિંહ ઠાકોર, સવજીભાઈ સરદારભાઈ ગરાસીયા, ગણપતભાઈ જેસીંગભાઈ પટેલીયા, નરસિહભાઈ ભાણાભાઈ પટેલ નાઓને ફ઼િ.પ્રો.કો.ક.ર૪૮(૧) અન્વયે ઈન્ડીયન પીનલ કોડની કલમ-૨૨૩, ૨૨૪,૨૨૫,૧૨૦(બી) મુજબના શિક્ષાપાત્ર ગુનામાંથી શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો.
જ્યારે ઝૂબેરની પત્ની આતીયા બાનુને ફોજદારી કેસ નં. ૪૭૫/૨૦૧૮ ના કામના આરોપી નં.ર આતીયાબાનું W/O મહંમદ ઝુબેર શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો. જ્યારે ઝુબેર ઘડિયાળી વિરદ્વ કાર્યવાહી પેન્ડીંગ રાખી તેના વિરુધ્ધ વોરંટ ઈશ્યુ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. ઝૂબેર ઘડીયાળી અને પત્ની આતિયા બાનુ આજે પણ ભાગેડુ છે.
સમગ્ર કેસમાં વકીલ ઈલ્યાસ પટેલે ધારદાર દલીલો કરીને બચાવ કર્યો હતો. આરોપી નંબર 2 તરફે એડવોકેટ જે.એન.શેખે દલીલો કરી હતી. સરકાર તરફે સરકારી વકીલ કેએલ દેસાઈએ દલીલો કરી હતી.
Post Views: 1,141
Tags: @adv