(સિટી ટુડે) સુરત,તા.૦૪
કેસની વિગત એ રીતની છે કે, તા.૨૫/૧૨/૨૦૨૪ રોજ શહેર સુરત લાલગેટ પોલીસ સ્ટેશન પાર્ટ -એ ગુન્હા રજિસ્ટર નં. ૧૧૨૧૦૦૬૧૨૪૦૬૫૭/૨૦૨૪ થી ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) કાયદાની કલમ – ૩,૪(૩) મુજબનો ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ હતો. તે ગુન્હા કામે આરોપીઓ – લુકમાન સૈયદ તથા આરોપી સમીરખાન સૈયદ નાઓની તા.૨૬/૧૨/૨૦૨૪ ના રોજ ધરપકડ કરેલ અને ત્યારબાદ નામદાર કોર્ટે હાલના આરોપીઓને જ્યુડીશ્યલ કસ્ટડીમા મોકલી આપવાનો હુકમ કરેલ અને આરોપીઓ તા.૨૬/૧૨/૨૦૨૪ ના રોજથી જયુડીશ્યલ કસ્ટડીમા હતા.
હાલના ગુન્હાની ફરીયાદ ફરીયાદી – મજીદખાન અહેમદખાન પઠાણ નાઓ દ્વારા આપવામા આવેલ હતી અને ફરીયાદની ટૂંકી હકીકત ધ્યાને લેવામા આવે તો એ રીતની હતી કે, “તા.૨૯/૧૧/૨૦૧૪ થી આજદિન સુધી ફરીની માલિકીનો ચોકબજાર મિરઝા સામી રોડ, ચકલા બજાર ખાતે આવેલ સુરત સીટી સર્વે નં. ૧૧, જેની નોંધ નં.૨૩૮૨ વાળી મિલકત જેના મુળ માલિક ર્નિમળાબેન ઉર્ફે નલીનીબેન ધીરેંદ્રભાઈ કોટક નાઓ પાસેથી રૂ.૪,૯૦,૦૦૦/- થી ખરીદ કરી, જેનો રજીસ્ટર વેચાણ દસ્તાવેજ નં.૯૩૧૫, તા. ૨૯/૧૧/૨૦૨૪ તથા જેનો સીટી સર્વે દફતરે નોંધ નં.૩૦૫૭, તા.૦૯/૦૨/૨૦૧૫ થી કરવામા અવેલ છે. જે મિલકતમાં આ કામના આરોપી નં.૧ સમીરખાન તૈયબખાન સૈયદ, ૨. લુકમાન તૈયબખાન સૈયદ નાએ વર્ષોથી ગેરકાયદેસર રહી ફરની કાયદેસરની મિલકતમાં ગેરકાયદેસર રીતે કબજાે કરી, પચાવી પાડી ગુંહો કરેલ હોય વિગેરે .”
ઉપરોક્ત મુજબની ફરીયાદ આપવામા આવેલ અને સદર ગુન્હાના કામે હાલના આરોપીઓની ધરપકડ કરવામા આવેલ અને આરોપીઓ તફે રેગ્યુલર જામીન ઉપર મુક્ત થવાને માટે વકીલ ઝફર કે. બેલાવાલા નાઓ મારફતે નામદાર સેશન્સ કોર્ટ, સુરતમા રેગ્યુલર જામીન અરજી દાખલ કરાવેલ.
આરોપીઓ તર્ફે વકીલ ઝફર કે. બેલાવાલા નાઓની મુખ્ય રજુઆત એ હતી કે, હાલના ગુન્હાની ફરીયાદ ખુબ જ વિલંબીત સમયગાળા બાદ આપવામાં આવેલ છે. વધુમા હાલના ગુન્હાની ફરીયાદમાં ફરીયાદીએ સુરત ડીસ્ટ્રીક્ટ, ચોર્યાસી સબ-ડિસ્ટ્રીક્ટ, શહેર સુરતના મીર્ઝા સ્વામી ચકલા વિસ્તારમાં આવેલ સીટી સર્વે વોર્ડ નં.૧૧, નોંધ નં.૨૩૮૨ થી નોંધાયેલી મિલક્ત કે જેનું ક્ષેત્રફળ – ૬૩.૫૪.૫૮ સ.ચો.મી. વાળી મિલકત નો જે ઉલ્લેખ કરવામાં આવેલ છે તેવી મિલકતમા હાલના આરોપીઓનો કોઈપણ પ્રકારનો કોઈ કબજાે ચાલી આવેલ ન હતો કે નથી. વધુમા મિલકત નં.૨૩૪૦, ૨૩૪૦, ૪૩૪૨ વાળી જે મિલકત છે તે ત્રણેય મિલકતોમાં હાલના આરોપીઓનો છેલ્લા ૫૦ વર્ષ ઉપરાંતથી કાયદેસરનો કબજાે ચાલી આવેલ હોય અને હાલના આરોપીઓ છેલ્લા ઘણાં વર્ષોથી મિલકત નં.૨૩૪૦, ૨૩૪૧, ૨૩૪૨ વાળી મિલકતના માલિક મુખત્યાર તથા કબજેદાર ચાલી આવેલ છે.
આમ, ઉપરોક્ત તમામ સંજાેગો ધ્યાને લેવામા આવે તો હાલના આરોપીઓ વિરુધ્ધ જે ગુન્હો દાખલ કરવામાં આવેલ છે તે તદ્દન ખોટી હકીકતો દર્શાવી હાલનો આ તદ્દન ખોટો ગુન્હો દાખલ કરી હાલના આરોપીને હાલના ગુન્હાના કામે તદ્દન ખોટી રીતે હાલના ગુન્હામા સંડોવી દીધેલ છે.
આમ, વકીલ ઝરફ કે. બેલાવાલા નાઓની ઉપરોક્ત ધારદાર દલીલને ધ્યાલે લઈ નામદાર સેશન્સ કોર્ટ, સુરતના જસ્ટીસ સાહેબ નાઓએ આરોપીઓ ૧. લુકમાન તૈયબભાઈ સૈયદ તથા ૨. સમીખાન તૈયબભાઈ સૈયદ નાઓને રેગ્યુલર જામીન ઉપર મુક્ત કરતો હુકમ ફરમાવેલ. આરોપીઓ તર્ફે વકીલ ઝફર કે. બેલાવાલા નાઓએ જામીન અરજીની સફળ રજુઆત કરેલ હતી.