Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, September 10
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » પુષ્પા સ્ટાઈલથી ગુજરાતમાં થતી લાકડાની હેરાફેરીનું નેટવર્ક પકડાયું

    પુષ્પા સ્ટાઈલથી ગુજરાતમાં થતી લાકડાની હેરાફેરીનું નેટવર્ક પકડાયું

    City Today DailyBy City Today DailyJanuary 12, 2025

    સુરત, તા.૧૨
    ગુજરાતમાં પુષ્પા સ્ટાઇલમાં લાકડા ચોરી હેરાફેરીનો પર્દાફાશ થયો છે. લાકડાની આંતરરાષ્ટ્રીય હેરાફેરી બહાર આવી છે. આંતરરાષ્ટ્રીય ખેર લાકડા હેરાફેરી અંગે વન મંત્રી મુકેશ પટેલ માહિતી આપી. આ રેકેટ વિશે જાણ્યા બાદ તમે પણ એમ જ કહેશો કે આ તો પુષ્પા-૨ ફિલ્મમાં બતાવવામાં આવેલા નેટવર્ક જેવું છે.
    તારીખ ૧૪ જુન, ૨૦૨૪ ના રોજ માંડવી દક્ષિણ રેન્જ દ્વારા ખેરના લાકડાની તસ્કરી કરતો ટ્રક પકડી પાડવામાં આવી હતી. જેના આધારે વ્યારા અને સુરત વનવિભાગ ધ્વા૨ા ૧૭ જૂન ૨૦૨૪ ના રોજ મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતે આવેલ શાલીમાર એન્ટપ્રાઈઝ ડેપોમાં રેડ કરવામાં આવી હતી. આ દરોડા દરમ્યાન ૨૦૫૫ મેટ્રીક ટન માલ પકડવામાં આવ્યો હતો. સુરત તથા વ્યારા વન વિભાગની સંયુક્ત ટીમ દ્વારા મહારાષ્ટ્રના અકકલકુવા ખાતે રેડ કરવામાં આવી હતી. અકકલકુવા ડેપોમાંથી માતબર પ્રમાણમાં ખે૨ના લાકડાનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં અલીરાજપુર અને અકકલકુવા વચ્ચે થયેલ નાણાંકીય વ્યવહા૨ના ૪ કરોડથી વધુના ટર્નઓવરનું લિસ્ટ મળી આવ્યું હતું. આ ગુનામાં એક આરોપીના મોબાઈલમાંથી રૂા. ૨૦ ની નોટના ટુકાડાનો ફોટો મળી આવ્યો હતો. જેમાં હવાલા કૌભાંડ થયાનું બહાર આવતા ઈ.ડી. માં ફરીયાદ કરવામાં આવી હતી. ઇ.ડી દ્વારા ગુજરાત રાજ્ય સહિત મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, દિલ્હી માં અલગ અલગ જગ્યા રેડ કરાઈ હતી. મહારાષ્ટ્રના અકકલકુવા તથા મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતેના શાલીમાર એન્ટપ્રાઈઝ નામનો ડેપાનું નામ સામે આવ્યું હતું. આ ગુનાનો મુખ્ય આરોપી મુસ્તાક આદમ તાસીયાની મધ્યપ્રદેશની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમ્યાન મહારાષ્ટ્ર ચિતલિકામાં ગેર કાયદેસર ચાલતી સચિન કથા ફેક્ટરી અને વિક્રાંત કથા ફેકટરી લાયસન્સ વગરની ચાલતી ગેરકાયદેસર ફેકટરી મળી આવી હતી. રિમાન્ડ દરમ્યાન હરીયાણાની કરનાલ ખાતેની શુભ કથા ફેકટરી અને સોનીપત ખાતેની એસ.કે. એન્ટરપ્રાઈઝ કથા ફેકટરીમાંથી ખેર લાકડા લેતીદેતીના તથા ફેકટરી ગેરકાયદેસર રીતે ચાલતી હોવાનું સામે આવ્યું છે. કથા ફેક્ટરીમાંથી કથા બિસ્કીટો બનાવી વિદેશની માર્કેટમાં સપ્લાય થતું હતું. જેથી માલિકોને નોટિસ અપાઈ છે.

    Post Views: 378
    પુષ્પા સ્ટાઈલથી ગુજરાતમાં થતી લાકડાની હેરાફેરીનું નેટવર્ક પકડાયું
    Previous Articleકેલિફોર્નિયા આગમાં અનેક લોકો ગાયબ, ૧૨ હજારથી વધુ ઘર બળીને રાખ
    Next Article હાઈકોર્ટની ટકોર બાદ કાર્યવાહી, ચાઈનીઝ દોરી, તુક્કલ સહિત પ્રતિબંધિત વસ્તુઓ વેચતા ૫૮ ઝડપાયા

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.