Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, June 16
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » દક્ષિણ કેલિફોર્નિયામાં વેગીલા પવનોથી જંગલોમાં નવેસરથી આગ ફાટી નિકળી

    દક્ષિણ કેલિફોર્નિયામાં વેગીલા પવનોથી જંગલોમાં નવેસરથી આગ ફાટી નિકળી

    City Today DailyBy City Today DailyJanuary 22, 2025

    લોસ એન્જલસ, તા.૨૨
    દક્ષિણ કેલિફોર્નિયામાં પવનોની ગતિ વધવાને કારણે બે જંગલ વિસ્તારમાં નવસેરથી આગ ફાટી નીકળી હતી.
    લોસ એન્જેલસમાં બે સપ્તાહ પહેલાં લાગેલી અને હજુ ચાલતી આગને કારણે ફાયરબ્રિગેડ હાઇ એલર્ટ પર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કિનારાના વિસ્તારોમાં પ્રતિ કલાક ૧૧૩ કિમી. અને પહાડી વિસ્તારોમાં ૧૬૦ કિમી.ની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે.હવામાન વિભાગે લોસ એન્જલસ, વેન્ચુરા અને સેન ડિયેગોના અમુક વિસ્તારોમાં માટે જાેખમી સ્થિતિની ચેતવણી આપી છે. આ વિસ્તારોમાં ભેજના ઓછા પ્રમાણ અને ભારે પવનને કારણે આગને વેગ મળી શકે. ઓક્સનાર્ડના હવામાન વિભાગના નિષ્ણાત એન્ડ્‌્રુ રોરકેએ જણાવ્યું હતું કે, “આગ શરૂ થશે તો તે બહુ ઝડપથી ફેલાવા માટે સાનુકૂળ સ્થિતિ છે.” કેલિફોર્નિયાના જંગલ વિભાગે જણાવ્યું હતું કે, “સેન ડિયેગો કાઉન્ટીમાં નાના પ્રમાણમાં બે સ્થળે આગ લાગી હતી. તેને લીધે લગભગ ૫૦ હેક્ટરના વિસ્તારમાં જમીન બળી ગઇ હતી.
    મધ્યમ ગતિએ ફેલાતી આગથી કેટલીક પ્રોપર્ટીને નુકસાન થયું હતું.” ફાયરબ્રિગેડની કામગીરીને લીધે પાલા ફાયર અટકાવવામાં સફળતા મળી હતી.દરમિયાન સોમવારે લોસ એન્જલસમાં લાગેલી આગને ઝડપથી બુઝાવી દેવાઈ હતી. આગ જાણીતી ‘ગ્રિફિથ ઓબ્ઝર્વેટરી’ની દક્ષિણમાં લાગી હતી. લોસ એન્જલસ પોલીસ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ડેવિડ ક્યુલરે જણાવ્યું હતું કે, “આગ લગાવનાર શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લેવાયો છે.” ફાયરબ્રિગેડે લોસ એન્જલસની પડોશમાં આવેલી ગ્રેનેડા હિલ્સની આગને ઝડપથી નિયંત્રિત કરવામાં સફળતા મેળવી હતી.

    Post Views: 416
    દક્ષિણ કેલિફોર્નિયામાં વેગીલા પવનોથી જંગલોમાં નવેસરથી આગ ફાટી નિકળી
    Previous Articleબોમ્બે હાઈકોર્ટે EDને ગંભીર ચેતવણી આપી, લોકોને હેરાન કરવાનું બંધ કરો
    Next Article બે વર્ષની માસૂમ પીંખાતા બચી, ગાર્ડનમાં રમતી બાળકીને મનોવિકૃત શેડમાં ખેંચી ગયો, કુકર્મ કરે એ પહેલાં જ માતા પહોંચી ગઇ

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.