Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, September 14
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ૧૩ વર્ષના કિશોરે ૧ વર્ષની બહેનની હત્યા કરી

    ૧૩ વર્ષના કિશોરે ૧ વર્ષની બહેનની હત્યા કરી

    City Today DailyBy City Today DailyJanuary 23, 2025

    સુરત, તા.૨૩
    સુરતના નાનપુરા વિસ્તારમાં માસીના ઘરે રહેતા ૧૩ વર્ષના કિશોરે ૧ વર્ષની માસિયાઇ બહેનની હત્યા કરી નાખતાં ચકચાર મચી છે. બાળકી સતત રડતી હોવાથી કિશોરને ગુસ્સો આવ્યો હતો અને બાળકીની ગળું દબાવી હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. હાલ તો પોલીસે કિશોરની અટકાયત કરી કિશોર વિરુદ્ધ સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે પોલીસે જુવેનાઈલ ઓફિસર,એનજીઓનાં મહિલા અને મહિલા પોલીસ દ્વારા કિશોરનું કાઉન્સેલ કરવાનું શરૂ કર્યું છે. કિશોર મોબાઈલમાં કોઈ પ્રકારની ઓનલાઈન ગેમ રમતો હતો કે કોઈ વીડિયો ગેમ રમતો હતો અથવા તો સોશિયલ મીડિયામાં એક્ટિવ હતો કેમ એ અંગે પણ તપાસ શરૂ કરી છે.
    મળતી માહિતી પ્રમાણે સુરતના નાનપુરા વિસ્તારમાં રહેતા પરિવારમાં મૃતક દીકરીના પિતાના બહેનનાં સંતાનો પણ રહેતાં હતાં. પરિવાર હોસ્પિટલમાં કામ કરી ઘરનું ગુજરાત ચલાવતો હતો. ત્યારે ૧૩ વર્ષના કિશોર પાસે બાળકીને મૂકીને જતા હતા. એ દરમિયાન તારીખ ૨૧/૧/૨૦૨૫ના રોજ બાળકી અચાનક બેભાન થઈ ગઈ હતી, જેથી તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. બાળકીના મોતનું કારણ જાણવા માટે તેના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. પીએમ રિપોર્ટમાં જે હકીકત બહાર આવી એ જાણી સૌકોઈ ચોંકી ગયા હતા. બાળકીની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. બાળકીનું મોઢું અને ગળું દબાવી હત્યા થઈ હોવાનું રિપોર્ટમાં આવ્યું હતું, જેથી અઠવા પોલીસે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસે પૂછપરછ શરૂ થઈ હતી ત્યારે ૧૩ વર્ષના કિશોરે બાળકીની હત્યા કરી નાખી હોવાનું કબૂલ્યું હતું. કિશોરે જણાવ્યું હતું કે બાળકી સતત રડતી હતી અને તે છાની ન રહેતાં કિશોરને ગુસ્સો આવ્યો હતો અને તેને ગુસ્સામાં જ પહેલા ઓશીકાથી મોઢું દબાવ્યું હતું, પછી ગળું દબાવી દેતાં મોત થયું હતું. ઘટના સંદર્ભે પોલીસે કિશોરને કસ્ટડીમાં લેતાં પરિવારે કલ્પાંત કરી ગુનો નહીં દાખલ કરવા પોલીસને આજીજી કરી હતી, પરંતુ પોલીસે ગંભીર ગુનાને લઈ કિશોરની અટકાયત કરી તેના વિરુદ્ધ સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કિશોર એક વર્ષ પહેલાં મુંબઈથી સુરત આવ્યો હતો અને માસીના ઘરે રહેતો હતો. કિશોરની આ હરકતથી લોકો ચોંકી ગયા છે. આ અંગે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે ૧૩ વર્ષના કિશોરે ૧ વર્ષની બાળકીની હત્યા કરી નાખી હતી, જેથી તેની અટકાયત કરવામાં આવી છે. પોલીસે કિશોરની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે બાળકી સતત રડતી હતી, જેથી તેને ચૂપ કરાવવા તેના મોઢા ઉપર ઓશીકું મૂકી દીધું હતું. પોલીસે જણાવ્યું હતું કે કિશોરને એ માહિતી ન હતી કે તેના મોઢા ઉપર ઓશીકું મૂકવાથી બાળકીના શ્વાસ રૂંધાઈ જાય. આ સાથે પોલીસે જુવેનાઈલ ઓફિસર, એનજીઓનાં મહિલા અને મહિલા પોલીસ દ્વારા કિશોરનું કાઉન્સેલ કરવાનું શરૂ કર્યું છે. કિશોર મોબાઈલમાં કોઈ પ્રકારની ઓનલાઈન ગેમ રમતો હતો કે કોઈ વીડિયો ગેમ રમતો હતો અથવા તો સોશિયલ મીડિયામાં એક્ટિવ હતો કેમ એ અંગે પણ તપાસ શરૂ કરી છે. આ સાથે પોલીસે જણાવ્યું હતું કે મૃતક બાળકીના પિતા બહાર મજૂરીકામ કરે છે, અહીં ફક્ત એ તેની માતા અને બાળકો રહેતાં હતાં. ઘરમાં બાળકીનું કોઈ ધ્યાન રાખે એમ ના હોવાથી કિશોરને બોલાવ્યો હતો.

    Post Views: 286
    ૧૩ વર્ષના કિશોરે ૧ વર્ષની બહેનની હત્યા કરી
    Previous Articleલાલગેટ ખાતેથી પકડાયેલા ૧ કરોડના ડ્રગ્સ કેસમાં મુંબઈનો સૈફઅલી જામીન મુક્ત
    Next Article મેટ્રોની કામગીરીને પગલે બે કિલોમીટરનો ટ્રાફિક જામ, એકપણ ટ્રાફિક જવાન ન દેખાયો

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.