(સિટી ટુડે) સુરત.તા.૨૩
રામપુરા લાલમીયાં મસ્જીદ પાસેથી પકડાયેલા ૧ કરોડના એમ.ડી.ડ્રગ્સ પ્રકરણમાં સંડોવાયેલા મુંબઈના સૈફઅલી ઉર્ફે અલી શેખના હાઈકોર્ટે જામીન મંજુર કર્યા હતા.
આ કેસની વિગત એવી છે કે, ગત એપ્રિલ માસમાં રામપુરા અખાડા સ્ટ્રીટમાં રહેતો શેહબાઝ આલમ ઈર્શાદહુસૈન ખાન મુંબઈથી ૧ કરોડનુ એમ.ડી.ડ્રગ્સ મુંબઈથી બે સાગરીતા સાથે મળીને સુરત લઈ આવ્યો હતો. આ ડ્રગ્સ રામપુરાના કાસીફ ઈક્બાલ ઉર્ફે પસીના શેખને આપવા જતો હતો. ત્યારે એસઓજીની ટીમ તેમને પકડવા ત્યાં પહોંચી હતી. પરંતુ તે પહેલા જ તેઓ રામપુરા લાલમીયા મસ્જીદ પાસે ડ્રગ્સ છોડીને ભાગી ગયા હતા. તપાસ દરમિયાન પોલીસે ડ્રગ્સ કબજે કરી કાસીફ અને શહેબાજની ધરપકડ કરી હતી.
સુરત પોલીસે આ ડ્રગ્સ સપ્લાય કરનાર મુંબઈના હસન ઉર્ફે બાબા હારૂન શેખની પણ મુંબઈથી ધરપકડ કરી હતી. ત્યારબાદ મુંબઈના સૈફઅલી ઉર્ફે અલી રફીક શેખની પણ ધરપકડ કરી હતી. સૈફઅલીએ જામીન મેળવવા હાઈકોર્ટમાં અરજી કરી હતી. જે કોર્ટે મંજુર કરી હતી. આરોપીના વકીલ શફીક જાેગીયાત હાજર રહ્યા હતા.
