સુરત, તા.૨૩
સુરત શહેર આજે મધ્યભાગમાં ત્રણ કલાક માટે થંભી ગયું હતું. મજુરાગેટથી રીંગરોડ સુધી બે કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો. મેટ્રોની કામગીરીના પગલે રોજબરોજ ટ્રાફિક જામ સર્જાય છે જાેકે આજે મોટો ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો. આ ટ્રાફિક જામમાં બે કિલોમીટરના વિસ્તારમાં એકપણ ટ્રાફિક પોલીસનો જવાન જાેવા મળ્યા નહોતા. ટ્રાફિકના પગલે વાહનચાલકોએ ફસાવાનો વારો આવ્યો હતો.
સુરત શહેરમાં મેટ્રો પ્રોજેક્ટની કામગીરીના કારણે ઠેર-ઠેર ખોદકામ કરવામાં આવ્યું છે. આ કામગીરીના પગલે ટ્રાફિક જામના દૃશ્યો પણ સતત જાેવા મળે છે. રીંગરોડ અને મજુરા વિસ્તારમાં મેટ્રોની કામગીરી શરૂ કરવામાં આવ્યા બાદ સતત નાનો-મોટો ટ્રાફિક જામ સર્જાતો હતો. જાેકે આજે મજુરાગેટથી રીંગરોડ સુધી બે કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાયો હતો. રીંગરોડ ખાતે મેટ્રોના પીલરને ઊભો કરવા માટેની કામગીરી દરમિયાન આ ટ્રાફિક જામ થયો હતો.
બે કિલોમીટર વિસ્તારમાં સર્જાયેલા આ ટ્રાફિક જામથી વાહનચાલકોને બહાર નીકળતા અડધો કલાક જેટલો સમય લાગ્યો હતો. મજુરા ગેટથી રીંગરોડ સુધી આજે આકાશી દૃશ્યો સામે આવ્યા તેમાં રોડ પર વાહનોના થપ્પા લાગી ગયા હોય તેવું લાગી રહ્યું છે. બે કિલોમીટર વિસ્તારમાં આવતા બે બ્રિજ અને નીચેના રસ્તાઓ પર પણ ટ્રાફિક જામ જાેવા મળ્યો હતો. આ ટ્રાફિક જામના પગલે ૧૦૮ એમ્બ્યુલન્સને પણ ફસાવવાનો વારો આવ્યો હતો.
મેટ્રોની કામગીરીના પગલે આ વિસ્તારમાં રોજબરોજ ટ્રાફિક જામ થાય છે. આ બાબતે તંત્ર પણ જાણવા છતાં અજાણ બનતું હોય તેવું લાગી રહ્યું છે. નાનો ટ્રાફિક જામ હોય તો સમજ્યા પણ આ રીતના જ્યારે બે કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાય ત્યારે પણ કોઈ ટ્રાફિક પોલીસનો જવાન નજરે પડતો નથી. આજે આ સર્જાયેલા બે કિલોમીટરના ટ્રાફિક જામને દૂર કરવા માટે એ પણ ટ્રાફિક પોલીસના જવાનો આવ્યા ન હતા. જેના પગલે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
