(સિટી ટુડે) સુરત,તા.૨૩
ભરીમાતા રોડ મક્કા મસ્જિદ પાસે આવેલ રિવર વ્યૂ સોસાયટીમાં ૨૬ મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને ધ્વજવંદન નો કાર્યક્રમ દરવર્ષ ની જેમ આ વર્ષે પણ તારીખ ૨૬,જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ ઉજવવાનો હોય તે પ્રસંગે ધ્વજ વંદન બાદ તીરંગા યાત્રા (બાઈક રેલી) નું આયોજન કરવામાં આવેલ છે આ પ્રસંગે શહેર ના નામાંકિત સજ્જનો (૧) દક્ષેશ માવાણી સાહેબ (મેયર સુરત મહાનગર પાલિકા) (૨) અનુપમસિંધ ગેહલોત સાહેબ (કમિશનર સુરત શહેર) (૩)કદિર પીરઝાદા સાહેબ (માજી મેયર સુરત મહાનગર પાલિકા) (૪) અંબરીશાનંદજી મહારાજ સાહેબ (મહંત હિન્દુ મિલન મંદિર) (૫) યજદી કરંજીયા સાહેબ (પદ્મ શ્રી) (૬) નઇમ બાવા રિફાઈ (માજી કોર્પોરેટર) પધારશે.
તીરંગા યાત્રા ભરીમાતા રોડ રિવરવ્યૂ સોસાયટી મક્કા મસ્જિદ પાસેથી નિકળી ફૂલવાડી મેઇન રોડ થઈ વેડ દરવાજા થઈ હોડી બંગલાથી પમ્પિંગ ચાર રસ્તા થઈ કાસકીવાડ થઈ ભાગળ ચાર રસ્તા થઈ જૂની લાલગેટ પાસેથી નાણાવટ ક્રાઉન ડેરી થઈને વરિયાવી બજાર પોલીસ ચોકી સામે થઇ ગુલશન પાર્ક થઈ જીલાની બ્રિજ પાસેથી ભરીમાતા રોડ થઈ રિવરવ્યૂ સોસાયટી પરત ફરશે.
