Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, June 18
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » સ્વાર્થ માટે ધર્મનો ઉપયોગ બંધ થાય, સત્તા લોકો પાસે છે સરકાર પાસે નહીં : ફારૂક અબ્દુલ્લા

    સ્વાર્થ માટે ધર્મનો ઉપયોગ બંધ થાય, સત્તા લોકો પાસે છે સરકાર પાસે નહીં : ફારૂક અબ્દુલ્લા

    City Today DailyBy City Today DailyJanuary 24, 2025

    જમ્મુ, તા.૨૪
    જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લાએ ગુરુવારે માતા શેરા વાલીને સમર્પિત ભજન ગાઈને લોકોને ચોંકાવી દીધા હતા. તેમના ભજનનો એક વીડિયો સા્રુેશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અબ્દુલ્લાએ કટરામાં રોપ-વેના નિર્માણના મુદ્દા પર પણ વાત કરી અને કહ્યું કે માતા વૈષ્ણોદેવી મંદિરના સંચાલન માટે જવાબદાર લોકોએ આવા કામ કરવાનું ટાળવું જાેઈએ જેનાથી લોકોને મુશ્કેલી થાય. કટરાના એક આશ્રમમાં ભજન કાર્યક્રમમાં ગાયક અને બાળકો સાથે જાેડાતા અબ્દુલ્લાએ ગાયું, તુને મુજે બુલાયા શેરાવલિયે, મૈ આયા મૈ આયા શેરાવલિયે.
    ફારુકના આ ભજનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ પ્રસંગે બોલતા અબ્દુલ્લાએ રોપ-વે પ્રોજેક્ટ સામે કટરાના લોકોના વિરોધને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું કે, મંદિર ચલાવનારાઓએ એવું કોઈ કામ ન કરવું જાેઈએ જે સ્થાનિક લોકોના હિતોને નુકસાન પહોંચાડે અથવા તેમના માટે સમસ્યા ઊભી કરે.
    ફારુક અબ્દુલ્લાએ શહેરના હિતોને ધ્યાનમાં લીધા વિના રોપ-વે બાંધવા બદલ બોર્ડની ટીકા કરી હતી. તેમણે કહ્યું, તમે હિંમત બતાવી અને આને રોકવા માટે બહાદુરીથી લડ્યા. તેઓ સમજી ગયા છે કે સત્તા લોકોની છે, સરકારની નહી.અબ્દુલ્લાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, લોકો પાસે સરકાર બનાવવા અથવા તોડવાની સત્તા છે અને હવે અધિકારીઓ તેમની પાસે રોપ-વે ક્યાં બાંધવો જાેઈએ તે વિશે વાત કરવા માટે સંપર્ક કરી રહ્યા છે.
    તેમણે કહ્યું કે, આ પહાડોમાં રહેતા લોકો માતાના આશીર્વાદથી અહીં રોજીરોટી કમાવવા માટે આવે છે, પરંતુ તેઓને ભૂલી ગયા છે. તેઓ વિચારે છે કે તેઓ જ સર્વસ્વ છે. તેઓ કંઈ નથી. જ્યારે ભગવાનની શક્તિ પ્રવર્તે છે, ત્યારે તે થાય છે. કેલિફોર્નિયામાં શું થઈ રહ્યું છે તે જુઓ. અબ્દુલ્લાએ કહ્યું કે, તમામ ધર્મોની મૂળભૂત ઉપદેશો સમાન છે અને ઘણીવાર લોકો પોતાના સ્વાર્થ માટે ધર્મનો દુરુપયોગ કરે છે.

    Post Views: 329
    સત્તા લોકો પાસે છે સરકાર પાસે નહીં : ફારૂક અબ્દુલ્લા સ્વાર્થ માટે ધર્મનો ઉપયોગ બંધ થાય
    Previous Articleલાઉડસ્પીકરનો ઉપયોગ કોઈપણ ધર્મનો આવશ્યક હિસ્સો નથી : બોમ્બે હાઇકોર્ટ
    Next Article બેકારી, મોંઘવારીથી સામાન્ય લોકોનું જીવન દુષ્કર બન્યું છે

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.