Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, August 24
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » બેંક એકાઉન્ટ ભાડે આપી ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કરનાર આરોપીની ધરપકડ,પૈસા કમાવવાની લાલચમાં એકાઉન્ટ ભાડે આપી ૬૫ સાયબર ફ્રોડને સહકાર આપ્યો

    બેંક એકાઉન્ટ ભાડે આપી ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કરનાર આરોપીની ધરપકડ,પૈસા કમાવવાની લાલચમાં એકાઉન્ટ ભાડે આપી ૬૫ સાયબર ફ્રોડને સહકાર આપ્યો

    City Today DailyBy City Today DailyJanuary 29, 2025

    સુરત, તા.૨૯
    સુરતના સાયબર ક્રાઇમ સેલે ૨૦૨૪માં નોંધાયેલા બે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કેસમાં વોન્ટેડ આરોપીની ધરપકડ કરી છે. આ ગુનામાં આરોપીઓએ પોતાનાં બેંક એકાઉન્ટ ભાડે આપીને દેશભરમાં સાઇબર ફ્રોડ ગેંગને સહકાર આપ્યો હતો. આ બેંક એકાઉન્ટનો ઉપયોગ ૬૫ જેટલા ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ માટે થયો હોવાનો ખુલાસો થયો છે.
    સાયબર ક્રાઇમના એસીપી એ જણાવ્યું હતું કે, ૨૦૨૪માં નોંધાયેલા બે મોટા ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કેસમાં નાસતા ફરતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ કેસોમાં લોકો સાથે ૬ લાખ અને ૧૫ લાખ રૂપિયાના ફ્રોડ થયા હતા. ૬ લાખના કેસમાં અગાઉ ચાર આરોપીઓની ધરપકડ થઇ હતી પણ પવન ગુપ્તાનું નામ તપાસમાં બહાર આવતાં તે વોન્ટેડ હતો. અન્ય ૧૫ લાખના કેસમાં પણ તે સંડોવાયેલો હતો, પરંતુ ઝડપાઈ શક્યો ન હતો. આરોપી પવન દ્વારકાદાસ ગુપ્તા (ઉ.વ. ૩૯) મૂળ ઉત્તરપ્રદેશના મુરાદાબાદ જિલ્લાના ચનડૌશી ગામનો રહેવાસી છે અને સુરતના ડીંડોલી વિસ્તારમાં રહે છે. તે કાપડ દલાલ છે પરંતુ, સાથે-સાથે પૈસા કમાવવા માટે તેણે પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપવાનું શરૂ કર્યું હતું. ૬ લાખના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કેસમાં પવન ગુપ્તાએ પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપ્યું હતું, જે બાદમાં એનસીપીઆર પોર્ટલની તપાસમાં ખુલ્યું કે, તે એકાઉન્ટનો ઉપયોગ ૫૫ જુદા-જુદા ફ્રોડ માટે થયો હતો. પવન ગુપ્તાએ પોતાનું બેંક એકાઉન્ટ માત્ર એક જ વ્યક્તિને નહીં પરંતુ, સુરતના અન્ય એક શખસ, જીગ્નેશ આહલપરાને પણ ભાડે આપ્યું હતું. તપાસમાં આહલપરાના બેંક એકાઉન્ટ પર પણ ૧૦ અલગ-અલગ ફ્રોડના કેસ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે.
    બીજા કેસમાં, જે ૧૫ લાખ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો હતો, તેમાં પણ પવન ગુપ્તાએ પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપ્યું હતું. આ કેસમાં વિનયકુમાર અનિલ વિશ્વકર્મા (ઉ.વ. ૩૩), જે ઉત્તરપ્રદેશના જાેનપુરનો રહેવાસી છે અને સુરતના અલથાણ વિસ્તારમાં રહે છે, તે મુખ્ય આરોપી છે. વિનયકુમારે પવન ગુપ્તાનું બેંક એકાઉન્ટ ભાડે લીધું હતું અને તે પછી મુંબઇમાં રહેલા અમિત નામના ઇસમને ભાડે આપ્યું હતું.
    આરોપીઓએ રોકાણકારોને શેરમાર્કેટમાં નફો કરાવવાની લાલચ આપી છેતર્યા હતા. તેમની ગેંગ લોકો સાથે સંપર્ક સાધી એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી, રજીસ્ટ્રેશન કરાવતું અને તેમનો ડેટા એકત્ર કરી છેતરતી હતી.પવન ગુપ્તા અને તેના સાગરિતો દ્વારા ઉપયોગમાં લેવાયેલા બેંક એકાઉન્ટ પર કુલ ૬૫ જેટલા ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ નોંધાયા છે, જેમાં ૫૫ કેસ તો માત્ર પવનના બેંક એકાઉન્ટ પર છે. સુરત સાયબર ક્રાઇમ સેલે પવન ગુપ્તા અને વિનયકુમાર વિશ્વકર્માને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ આ મામલે અન્ય આરોપીઓની સંડોવણી પણ તપાસી રહી છે.

    Post Views: 606
    પૈસા કમાવવાની લાલચમાં એકાઉન્ટ ભાડે આપી ૬૫ સાયબર ફ્રોડને સહકાર આપ્યો બેંક એકાઉન્ટ ભાડે આપી ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કરનાર આરોપીની ધરપકડ
    Previous Article૧૭ કલાક પછી સ્વીકાર્યું,મહાકુંભ ભાગદોડમાં ૩૦નાં મોત, ૯૦ લોકો ઘાયલ, ૨૫ મૃતદેહોની ઓળખ થઈ
    Next Article ફરી હવાલા કૌભાંડીઓ સક્રિય થયા, હવે શહેરમાં દિરહામના નામે હવાલાને ‘ચમક’નું નામ આપ્યું

    Related Posts

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026

    પ્રેમી ઘ્વારા યુવતીને બ્લેકમેઈલ કરી આત્મહત્યાનાં દુષપ્રેરણા કરનાર આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓને જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ

    August 12, 2026
    Latest Posts

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    દરિયાપુર  વિધાનસભા જનસેવા કેન્દ્ર

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.