Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, June 16
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » વર્ષે ૧૨ લાખ સુધીની વાર્ષિક આવક પર કોઈ ઈનકમ ટેક્સ નહીં આપવો પડે

    વર્ષે ૧૨ લાખ સુધીની વાર્ષિક આવક પર કોઈ ઈનકમ ટેક્સ નહીં આપવો પડે

    City Today DailyBy City Today DailyFebruary 1, 2025

    MSME  સેક્ટરના વિકાસ માટે ક્રેડિટ ગેરંટી કવરને માઈક્રો અને એન્ટરપ્રાઈઝીસ માટે
    ૫ કરોડથી વધારીને ૧૦ કરોડ કરવામાં આવશે
    નવી દિલ્હી, તા.૧
    નાણા મંત્રી ર્નિમલા સીતારમણે બજેટમાં ટેક્સપેયર્સ માટે મોટી જાહેરાત કરી છે. હવે વર્ષે ૧૨ લાખ સુધીની વાર્ષિક આવક પર કોઈ ઈનકમ ટેક્સ નહીં આપવો પડે. આ વ્યવસ્થા નવી ટેક્સ વ્યવસ્થા અંતર્ગત કરાઈ છે.
    આ પહેલા ૭ લાખ સુધીની કમાણી પર કોઈ ટેક્સ ન હતો. સ્ટાન્ડર્ડ ડિડક્શનને ૭૫,૦૦૦ હજાર રૂપિયા જ રખાયું છે. આ હિસાબે નવા ટેક્સ રિજિનનો વિકલ્પ પસંદ કરનારા માટે ૧૨.૭૫ લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. તે ઉપરાંત ઈનકમ ટેક્સ રિટર્નને હવે ૪ વર્ષ સુધી ભરવાનો વિકલ્પ પણ અપાયો છે. તે ઉપરાંત, બજેટમાં મધ્યમ વર્ગને બીજી પણ કેટલીક રાહત અપાઈ છે.
    નાણા મંત્રીએ બજેટ ૨૦૨૫ રજૂ કરતા પહેલા જ સંકેત આપી દીધો હતો કે, આ બજેટ સામાન્ય લોકો અને મીડલ ક્લાસને સમર્પિત હશે. આ સંકેતોને પોતાની જાહેરાતોથી સાચી સાબિત કરી બતાવી. નોકરીયાત અને મીડલ ક્લાસને ઈનકમ ટેક્સમાં મોટી છૂટ આપવામા આવી છે. બજેટમાં ટીડીએસ અને ટીસીએસ ઘટાડવાની પણ જાહેરાત કરવામા આવી છે. જેનાથી લોકોના હાથમાં વધુ રૂપિયા રહશે.
    સેલેરીમાંથી કપાતો ટીડીએસ ઓછો થઈ જશે. તે અંતર્ગત હવે ૧ લાખનું સ્ટાન્ડર્ડ ડિડક્શન કરાયું છે. તે ઉપરાંત બજેટમાં ભાડા પર મળતી છૂટ પણ ૨.૫ લાખ રૂપિયાથી વધારીને ૬ લાખ રૂપિયા કરવાનો પ્રસ્તાવ છે.
    વિદેશ મોકલવામાં આવતા રૂપિયાને પણ ૧૦ લાખ કરી દેવાયા છે. ટીટીએસ હવે માત્ર પાન કાર્ડ વિનાના લોકોનો જ કપાશે. અપડેટ રિટર્નની પણ સુવિધા આપવામાં આવી છે, જેનાથી ૯૦ લાખ કરદાતાઓને ફાયદો થશે. હવે ૪ વર્ષ સુધીમાં રિટર્ન ભરવાની છૂટ અપાઈ છે. આંકલન વર્ષમાં ફરીથી રિટર્ન એટલે કે અપડેટ રિટર્ન ભરી શકાશે. દાન પર મળતી છૂટની રકમ ૫થી વધારીને ૧૦ લાખ કરવામાં આવશે.બજેટમાં એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે, હવે બે પ્રોપર્ટી થવા પર ટેક્સપેયર્સ પર કોઈ ટેક્સ નહીં લગાવાય. અત્યાર સુધી તે એક પ્રોપર્ટી સુધી સીમિત હતો. ટીડીએસની મર્યાદાને ૧૦ લાખ કરી દેવાઈ છે.
    ખેડૂતો માટે ધનધાન્ય યોજનાની જાહેરાત : રાજ્યો સાથે સહકારથી આ યોજના ચલાવાશે. ૧.૭ કરોડ ખેડૂતોને મદદ મળશે. સીતારમણે કહ્યું કે, ગરીબ, યુવા, મહિલા, ખેડૂતોની ઉન્નતી પર ફોકસ રહેશે.કિસાન ક્રેડિટ કાર્ડની લિમીટ વધારીને ૫ લાખ કરાઈ. કપાસનું ઉત્પાદન વધારવા માટે ૫ વર્ષનું મિશન, તેનાથી દેશનો કાપડ બિઝનેસ મજબૂત થશે.

    બિહારમાં મખાના બોર્ડ બનશે, તેનાથી નાના ખેડૂતો અને વેપારીઓને ફાયદો થશે. નાના ઉદ્યોગોને વિશેષ ક્રેડિટ કાર્ડ, પહેલા ૧૦ વર્ષમાં ૧૦ લાખ કાર્ડ ઈશ્યૂ કરાશે. દાળમાં આર્ત્મનિભરતા મેળવવા માટે છ વર્ષના મિશનની જાહેરાત કરી
    સ્જીસ્ઈ સેક્ટરના વિકાસ માટે ક્રેડિટ ગેરંટી કવરને માઈક્રો અને એન્ટરપ્રાઈઝીસ માટે ૫ કરોડથી વધારીને ૧૦ કરોડ કરવામાં આવશે. જેમાં આગામી પાંચ વર્ષોમાં વધારાના ૧.૫ લાખ કરોડ રૂપિયાની ક્રેડિટ મળશે. ભારતના ફૂટવેર અને લેધર ક્ષેત્ર માટે મદદ ઉપરાંત લેધર વિનાના ફૂટવેર માટે યોજના છે. ઈન્ડિયા પોસ્ટને એક મોટા જાહેર લોજિસ્ટિક સંગઠનમાં ફેરવવામાં આવશે.
    ૫ આઈઆઈટીમાં એડિશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવાશે, સાથે જ આઈઆઈટી પટનાનો વિસ્તાર કરાશે. સરકાર વિશેષ આર્થિક ક્ષેત્રો અને માછલી પાલન ક્ષેત્રના ઉત્પાદનને જાળવા રાખવા માટે એક સક્ષમ માળખું બનાવશે. સ્ટાર્ટઅપ માટે ૧૦,૦૦૦ કરોડના રૂપિયાના યોગદાનથી ફંડની વ્યવસ્થા કરાશે. સરકાર પહેલી વખત પાંચ લાખ મહિલાઓ , એસસી અને એસટી ઉદ્યમીઓ માટે ૨ કરોડ રૂપિયા લોન આપશે. ડિજિટલ શિક્ષણ સંશાધનો સુધી પહોંચી સુનિસ્ચિત કરવા બધી સરકારી માધ્યમિક સ્કૂલો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી અપાશે.
    ૭ ટેરિફ હટાવવાનો ર્નિણય, હવે ૮ ટેરિફ જ રહેશે. ૩૬ જીવન રક્ષક દવાઓ પર કસ્ટમ ડ્યૂટી સંપૂર્ણ રીતે હટાવાઈ. ૬ લાઈફ સેવિંગ સવાઓ પર ૬ ટકા કસ્ટમ ડ્યૂજ રહેશે. હોસ્પિટલોમાં કેન્સર ડે કેર સેન્ટર બનાવાશે. કેન્સરની સારવારમાં વપરાતી દવાઓ સસ્તી થશે.
    ૨૦૪૭ સુધી ઓછામાં ઓછી ૧૦૦ ગીગાવોટ પરમાણુ ઊર્જાનો વિકાસ દેશના ઊર્જા પરિવર્તન માટે જરૂરી છે. આ લક્ષ્યની પ્રાપ્તિ માટે ખાનગી ક્ષેત્રોની સાથે સક્રિય ભાગીદારી માટે પરમાણુ ઊર્જા અધિનિયમ અને પરમાણુ ક્ષતિ માટે નાગરિક દાયિત્વ અધિનિયમમાં સંશોધન કરાશે.
    શહેરો માટે ડેવલપમેન્ટ સેન્ટર બનાવવા પ્રોજેક્ટ શરૂ કરશે સરકાર. શહેરોને વિકાસ કેન્દ્ર બનાવવાના પ્રસ્તાવોને અમલી બનાવવા માટે ૧ લાખ કરોડ રૂપિયાનું શહેરી પડકાર કોષ સ્થાપિત કરાશે. પીએમ સ્વનિધિ સ્કીમમાં લોનની સીમા વધારીને ૩૦ લાખ કરવાનો પ્રસ્તાવ.
    આંતરાષ્ટ્રીય વેપાર માટે ભારત ટ્રેડ નેટ મ્‌દ્ગની સ્થાપના કરાશે. જે વેપાર દસ્તાવેજીકરણ અને ફંડ સમાધાન માટે એક એકીકૃત મંચ હશે. તેને આંતરાષ્ટ્રીય પ્રથાઓ અનુરૂપ બનાવાશે. ઈન્શ્યોરન્સ સેક્ટરમાં હ્લડ્ઢૈં રોકાણની મર્યાદા ૭૪ ટકાથી વધારીને ૧૦૦ ટકા કરવાનો પ્રસ્તાવ.

    Post Views: 357
    @Union Budget 2025: Nirmala Sitharaman’s
    Previous ArticleUSDT, RMB, ચમકના હવાલા બાજાેના મળતીયાઓ સમગ્ર શહેરમાં સક્રિય!?
    Next Article ગોળીના ઘા પર બેન્ડ-એઇડ લગાવવા જેવું છેઃ રાહુલ

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.