- બાબા, જીશાન શેખ, હબીબ, મહેબુબ જેવા હવાલાબાજાે પાસે દુબઇ સહિત અન્ય દેશોના સીમકાર્ડો કઇ રીતે આવ્યા?
(સિટી ટુડે) સુરત,તા.૩૧
સમગ્ર ગુજરાતમાંથી હવાલાના કૌભાંડીઓ દ્વારા હવે નવી તરકિબ મુજબ યુએસડીટી, આરએમબી અને ચમકના નામે મસમોટા હવાલાને અંજામ આપવાની સાથે સાથે ગેમીંગ ફંડમાં પણ કરતબ અજમાવી રહ્યા છે.
સુરત શહેર પોલીસ દ્વારા બોગસ સીમકાર્ડ અને બોગસ એકાઉન્ટોનો ખેલ કરનારાઓને દબોચવા કમર કસી હોવાથી હવે બોગસ એકાઉન્ટોનો કામ માત્ર મોટા માથાઓ જ કરી રહ્યા છે. જેમાં બાબા, જીશાન શેખ, હબીબ, મહેબુબ જેવા અનેક મોટામાથાઓ દુબઇના મોબાઇલ નંબરથી વ્હોટ્સએપ કોલ પર સમગ્ર ખેલ પાડી રહ્યા છે. દુબઇમાં બેસી હવાલાઓનું ટોકન ફરાવનારાઓના ગોડફાધરો દ્વારા આદેશ મુજબ સુરતમાં ગેમીંગ ફંડનું બક્કલ મારવાનું હોય કે પછી યુએસડીટી, આરએમબી અને ચમકના હવાલો હોય આ તમામ આકાઓના આદેશથી અંજામ આપવામાં આવે છે.
જેમાં, સૌથી વધુ બાબા, જીશાન શેખ, હબીબ, મહેબુબના અનેક મળતીયાઓ જેમની ભાષામાં કહીયે તો ‘અપના લડકા હૈ’ ઓ દ્વારા બોગસ એકાઉન્ટ હોય કે બક્કલ મારવાનું હોય કે પછી સીમકાર્ડોનો જથ્થો જમા કરવાનું હોય આ તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંજામ આપવામાં આવે છે. આ કૌભાંડીઓ દ્વારા હાલમાં સૌથી વધુ ચમક અને આરએમબી પર સમગ્ર ખેલ પાડવામાં આવી રહ્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.