- સુરત, મુંબઇ સહિત અન્ય શહેરોમાં ઓફિસો ખોલી બાબા ભારતથી અન્ય ૧૦ જેટલા દેશોમાં સુરત બેસી સમગ્ર હવાલાના નેટર્વકને ઓપરેટ કરે છે
(સિટી ટુડે) સુરત,તા.૧૨
શહેરના અડાજણ વિસ્તારમાં કિંગ ઓફ હવાલાબાજ કહેવાતો બાબા નામના ઇસમની સુરત સહિત અન્ય શહેરોમાં પણ ઓફિસો હોવાનું બહાર આવી રહ્યું છે.
સુરત બાદ મુંબઇમાં ઓફિસ ખોલી ૧૬ વધુ લોકોનો સ્ટાફ મુકી ગેરકાયદેસર રીતે બોગસ એકાઉન્ટો દુબઇ મોકલ્યા બાદ આ એકાઉન્ટોમાં ગેરકાયદેસર ફંડ ઉતારી રહ્યા હોવાની વિગતો પણ જાણવા મળી રહી છે. કેટલાક મોટા માથાઓ સાથે મુંબઇમાં સંપર્કમાં હોવાના ભપકા મારતો બાબા પોતાની જાતને હર્ષદ મહેતા સમજતો હોય તેમ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ ઓફિસો ખોલી હવાલાનો નેટવર્ક ચલાવી રહ્યો છે.
નવાઇની વાત તો એ છે કે, આટલું મોટો નેટવર્ક ચલાવતો હોવા છતાં સુરત પોલીસની નજરે બાબા આજદિવસ સુધી ચઢ્યો કેમ નથી? કે પછી કોઇ મોટા માથાનો સુરતમાં પણ બાબા ઉપર હાથ હોય તે વાત નકારી શકાય તેમ નથી. યુએસડીટી, આરએમબી અને ચમકના હવાલામાં મોટોમાથો બની ગયેલો બાબાના હાથ નીચે અસીમ, મહેબુબ, હબીબ જેવા અન્ય ૧૬ જેટલા ઇસમોનો સ્ટાફ રાખી સમગ્ર ભારત થી દુબઇ, મલેશીયા, ચાઇના, યુકે, કેનેડા સહિતના દેશોમાં હવાલાનો નેટવર્ક ચલાવી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, સુરત શહેર પોલીસ દ્વારા વોચ ગોઠવી હોવાની પણ વિગતો બહાર આવી રહી છે. જાેકે, આ બાબતે સત્તાવાર માહિતી પ્રાપ્ત થઇ નથી. હવે જાેવાનું એ છે કે, સુરત પોલીસ કમિશનર કઇ બ્રાન્ચને બાબાને દબોચવા આદેશ કરશે કે પછી નાની માછલીઓ પકડી બાબાને સાચવી લેવાશે.