Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, August 25
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » આ કબૂલ નથી, અમે છેલ્લે સુધી લડીશું : વકફ બિલ પર ભડક્યું ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ

    આ કબૂલ નથી, અમે છેલ્લે સુધી લડીશું : વકફ બિલ પર ભડક્યું ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ

    City Today DailyBy City Today DailyFebruary 13, 2025

    નવી દિલ્હી,૧૩
    ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પ્રમુખ ખાલિદ સૈફુલ્લાહ રહેમાનીએ જણાવ્યું હતું કે વકફ પરનો હાલનો કાયદો ભારતીય બંધારણની અંદર જ આવે છે

    વક્ફ સુધારા બિલ પર રચાયેલી ત્નઁઝ્ર એ ગુરુવારે સંસદમાં પોતાનો અહેવાલ રજૂ કર્યો હચો. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે આ રિપોર્ટ સામે વાંધો ઉઠાવ્યો છે. મુસ્લિમ પર્સનલ લો બોર્ડે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને કહ્યું કે ભારતમાં મુસ્લિમોનો પણ તેમની મિલકત પર એટલો જ અધિકાર છે જેટલો શીખો અને હિન્દુઓનો છે.
    ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પ્રમુખ ખાલિદ સૈફુલ્લાહ રહેમાનીએ જણાવ્યું હતું કે વકફ પરનો હાલનો કાયદો ભારતીય બંધારણની અંદર જ આવે છે. તે ધર્મોની સ્વતંત્રતાના કાયદા હેઠળ આવે છે.
    તેમણે કહ્યું કે આ હેઠળ શીખો તેમની મિલકતોનું સંચાલન કરે છે. તેવી જ રીતે હિન્દુઓ પણ સ્વતંત્ર છે. અમને આની સામે કોઈ વાંધો નથી,
    પરંતુ મુસ્લિમોને પણ એટલો જ અધિકાર છે જેટલો હિન્દુઓ અને શીખોને છે. નવા કાયદા મુજબ વક્ફ બોર્ડમાં બે બિન-મુસ્લિમોનો સમાવેશ કરવામાં આવશે અને સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા અધિકારી મુસ્લિમ હોવા જરૂરી નથી.ખાલિદ સૈફુલ્લાહ રહેમાનીએ કહ્યું કે એ કહેવું નકામું છે કે આખો દેશ એક દિવસ વકફનો બની જશે. આ બધું સરકાર દ્વારા ફેલાવવામાં આવી રહ્યું છે.

    વકફ માટેની અમારી લડાઈમાં હિન્દુ અને મુસ્લિમનો કોઈ પ્રશ્ન જ નથી. આ ફક્ત આપણા હકો માટેની લડાઈ છે. આ સરકાર સામેની લડાઈ છે. અમને આશા છે કે બધા ન્યાયપ્રેમી હિન્દુઓ અમને ટેકો આપશે. આપણા દેશના બંધારણમાં મૂળભૂત અધિકાર તરીકે અમને ધાર્મિક બાબતો ચલાવવાનો હક આપવામાં આવ્યો છે.
    ખાલિદ સૈફુલ્લાહ રહેમાનીએ કહ્યું કે, આપણા દેશના બંધારણમાં ધાર્મિક બાબતો ચલાવવાનો અધિકાર આપણને મૂળભૂત અધિકાર તરીકે આપવામાં આવ્યો છે. કોમન સિવિલ કોડ આના પર હુમલો છે. દરેક સમાજના પોતાના રસ્તા હોય છે, દરેક ધર્મના પોતાના રિવાજ હોય છે. આવી સ્થિતિમાં, તમે બધા પર એક જ કાયદો કેવી રીતે લાદી શકો છો? દેશમાં અસ્પૃશ્યતા, અસમાનતા, બેરોજગારી જેવા ઘણા મહત્ત્વના મુદ્દાઓ છે, પરંતુ તેમને બાજુ પર રાખીને સરકાર વક્ફ વિરુદ્ધ કામ કરવામાં વ્યસ્ત છે. અમે આ સ્વીકારતા નથી, અમે અંત સુધી તેની સામે લડીશું. સરકારે ભાઈચારાનું ધ્યાન રાખવું જાેઈએ.
    ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના ઉપપ્રમુખ અરશદ મદનીએ કહ્યું કે કપિલ સિબ્બલ આ કેસમાં અમારા વકીલ છે, આ મામલે તેમની સાથે કાનૂની ચર્ચા ચાલી રહી છે. આ લડાઈમાં જમિયત ઉલેમા-એ-હિંદ પણ અમારી સાથે છે.નીતિ તૈયાર કરવા માટે નિર્દેશ જાહેર કર્યા હતા.

    Post Views: 704
    @muslim
    Previous Article૧૬થી વધુ લોકોની ટોળકી બનાવી બાબા હવાલાનો રેકેટ ચલાવી રહ્યો છે
    Next Article પત્નીએ શેરબજારમાં કરેલું દેવું ચૂકવવાની જવાબદારી પતિની : સુપ્રીમ કોર્ટ

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.