સંભલ, તા. ૧૫
યુપીના સંભલમાં ૨૪મી નવેમ્બરે જામા મસ્જિદમાં સર્વેક્ષણ દરમિયાન મસ્જિદની આસપાસના વિસ્તારમાં હિંસા ફેલાવનારા બદમાશોને ઓળખવા માટે સંભલ પોલીસે જામા મસ્જિદની દિવાલો પર જ બદમાશોના પોસ્ટર લગાવ્યા છે. પોલીસ ટીમ દ્વારા બદમાશોના કુલ ૭૪ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. શુક્રવારે, એસપી કેકે બિશ્નોઈ, એએસપી શ્રીશચંદ્ર અને સીઓ અનુજ ચૌધરીની હાજરીમાં ભારે પોલીસ દળ સાથે, સંભલ કોતવાલી પોલીસે બદમાશોના પોસ્ટરો ચોંટાડવાની કાર્યવાહી કરી હતી.
જામા મસ્જિદની દીવાલો પર પોસ્ટર લગાવતાની સાથે જ આસપાસના વિસ્તારોમાંથી લોકો પણ પોસ્ટમાં દેખાતા લોકોને જાેવા આવવા લાગ્યા હતા. હિંસા દરમિયાન બદમાશો દ્વારા વાહનોને આગચંપી કરવામાં આવી હતી, તોડફોડ કરવામાં આવી હતી અને પોલીસ ટીમ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
૨૪ નવેમ્બરે હિંસા દરમિયાન ૪ લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હિંસામાં એસપી કેકે બિશ્નોઈ અને સીઓ અનુજ ચૌધરી પણ ગોળીઓથી ઘાયલ થયા હતા. આ સિવાય ૨૯ અન્ય પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે. સંભલ હિંસા કેસમાં, પોલીસે ૭ અલગ-અલગ એફઆઈઆર નોંધી હતી અને એસપી સાંસદ ઝિયાઉર રહેમાન બર્કે અને એસપી ધારાસભ્ય નવાબ ઈકબાલ મહમૂદના પુત્ર સુહેલ ઈકબાલ અને ત્રણ હજારથી વધુ અજાણ્યા લોકો સહિત ૬ લોકો સામે ખલેલ પહોંચાડવાનો કેસ નોંધ્યો હતો. હિંસા બાદથી સંભલ પોલીસે હિંસા સાથે સંકળાયેલા ૭૬ આરોપીઓને જેલમાં મોકલી દીધા છે, જેમાં એસપી કેકે બિશ્નોઈ અને સીઓ અનુજ ચૌધરી પર ગોળીબાર કરનારા આરોપીઓ અને હિંસા દરમિયાન ૪ યુવકોને ગોળી મારનારા બે આરોપીઓનો સમાવેશ થાય છે.
