પ્રયાગરાજ, તા.૧૫
શનિવારે મહાકુંભમાં ફરી આગ લાગી છે. એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડના વાહનો ઘટનાસ્થળે રવાના થયા. મેળામાં ભારે ભીડ હોવાથી વાહનોને સ્થળ સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. આગમાં ઘણા ટેન્ટ બળી ગયા છે. અગ્નિશામકો આગને કાબુમાં લેવામાં વ્યસ્ત છે. ભીડને સ્થળ પરથી દૂર કરવામાં આવી છે.
મહાકુંભમાં ચોથી વખત આગ લાગી હતી. ૧૯ જાન્યુઆરીઃ સેક્ટર ૧૯માં ગીતા પ્રેસ કેમ્પમાં આગ લાગી; જેમાં ૧૮૦ કોટેજ બળીને ખાખ થઈ ગયા. ૩૦ જાન્યુઆરીઃ સેક્ટર ૨૨માં આગ લાગી જેમાં ૧૫ ટેન્ટ બળી ગયા. ૭ ફેબ્રુઆરીઃ સેક્ટર-૧૮માં આગ લાગી. આ આગ શંકરાચાર્ય માર્ગ પર લાગી હતી, જેમાં ૨૨ મંડપ બળી ગયા હતા. ૧૫ ફેબ્રુઆરીઃ સેક્ટર ૧૮-૧૯માં આગ લાગી. તે કાબૂમાં આવી ગઈ છે.
શનિવારે મહાકુંભ મેળામાં આગ લાગી હતી. શાસ્ત્રી બ્રિજ નીચે ઘણા તંબુ બળીને રાખ થઈ ગયા. ફાયર બ્રિગેડની ૮ થી ૧૦ ગાડીઓ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે.આજે અને કાલે બે દિવસ માટે મેળા વિસ્તારમાં વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમજ તમામ પ્રકારના પાસ પણ રદ કરવામાં આવ્યા છે. સંગમ રેલવે સ્ટેશન પણ આજે અને કાલે બે દિવસ માટે બંધ રાખવામાં આવ્યું છે.સંગમથી ૧૦-૧૨ કિમી પહેલા બનાવેલા પાર્કિંગમાં બહારથી આવતા શ્રદ્ધાળુઓના વાહનોને પણ રોકવામાં આવી રહ્યા છે.
