(સિટી ટુડે) સુરત,તા.૦૬
અઠવાલાઈન્સ પો.સ્ટે.એ. પાર્ટ ગુ.૨.નં. ૧૧૨૧૦૦૦ ૫૨૫૦૧૮૭/૨૦૨૫ થી બી.એન.એસ.ની કલમ-૩૧૬(૨), ૩૧૬(૫) મુજબનો ગુનો નોંધાયેલ અને સદરહું કામમાં ફરીયાદની ટુંકી વિગતો ધ્યાને લેવામાં આવે તો આ કામના આરોપી અરફાતખાન પઠાણ નાઓએ મિસ્ટર મોબાઈલ નામની દુકાન ધરાવી મોટા વેપારી તરીકેની ઓળખ આપી એપ્રિલ-૨૦૨૩ થી આજદિન સુધી હમોના તથા હમારા પરીવારજના સભ્યોના ૧૫ થી ૧૬ ક્રેડીટકાર્ડ નો ઉપયોગ કરી રૂ.૨૦,૦૫,૦૦૦– વાપરી નાખેલ હોય તેમજ ક્રેડીટકાર્ડનો નવ મહિનાનો ચાર્જીસ રૂ.૧૨,૭૫,૦૦૦/- થી વધુ થઈ ગયેલ હોય તે તમામ નાણાની માંગણી કરતા આ કામના આરોપીએ ફરીયાદીને ગલ્લા તલ્લા કરીને સમય પસાર કરતા હોય અને હાલ આરોપી અરફાતખાન પઠાણ નાઓ ફરીયાદીના ક્રેડીટકાર્ડ થી વાપરેલ ઉપરોકત રકમ આપ્યા વગર નાશી ગયેલ હોવાની હકીક્ત દર્શાવી હાલની ફરીયાદ આપેલ છે.
સદરહું ફરીયાદનાં અનુસંધાને ત.ક. અમલદારએ આરોપી અરફાતખાન મહેબુબખાન પઠાણ નાઓની ધરપકડ કરેલ અને આરોપીને નામદાર કોર્ટ રૂબરૂ ૨જુ કરવામાં આવેલ જેઓએ જામીન ઉપર મુકત થવા નામદાર સેસન્સ કોર્ટમાં અરજી કરેલ.
જે જામીન અરજીમાં આરોપી તર્ફે વકીલ નદીમ એચ. ચૌધરી નાઓની મુખ્ય રજુઆત એ રીતની હતી કે, સદરહું ફરીયાદ ફરીયાદી ઘ્વારા ખુબ જ મોડી દાખલ કરવામાં આવેલ છે તથા ફરીયાદી નાઓને આરોપી ઘ્વારા ફરીયાદમાં જણાવેલ રકમથી ત્રણ ગણી રકમ ચુકવી દેવામાં આવેલ છે તેમજ બી.એન.એસ.ની કલમ– ૩૧૬(૫) ના તત્વો આરોપી ઉપર લાગુ પડતા ન હોય તેમજ સમગ્ર ફરીયાદમાં જણાવેલ વ્યવહારોએ વ્યાજને લગતા વ્યવહારો છે આરોપી ઘ્વારા ફરીયાદી સાથે કોઈપણ ચીંટીગ કરવામાં આવેલ નથી તેમજ ફરીયાદીના કહેવાતા ક્રેડીટકાર્ડના તમામ ઓ.ટી.પી. ફરીયાદી નાઓએ પોતાની મરજીથી આરોપીને આપેલ છે. જે તમામ હકીકત ઘ્યાને લઈ નામદાર સેસન્સ કોર્ટ ઘ્વારા આરોપી અરફાતખાન મહેબુબખાન પઠાણ નાઓને કેટલીક શરતોને આધીન જામીન ઉ૫૨ મુકત કરતો હુકમ ફરમાવેલ છે. આરોપી અરફાતખાન મહેબુબખાન પઠાણ નાઓ તર્ફે વકીલ નદીમ એચ. ચૌધરી નાઓએ નામદાર સેસન્સ કોર્ટમાં દલીલો કરેલ હતી.
