(સિટી ટુડે) સુરત,તા.૦૫
અઠવાલાઈન્સ પો.સ્ટે. એ પાર્ટ ગુ.૨.નં. ૧૧૨૧૦૦૦પ૨૫૦૨૨૮/૨૦૨૫ થી ઈ.પી.કોડ એકટ–૩૮૪, ૩૮૬, ૩૪ તથા જી.પી. એકટની કલમ-૧૩૫(૧) મુજબનો ગુનો નોંધાયેલ અને સદરહું કામમાં ફરીયાદની ટુંકી વિગતો ઘ્યાને લેવામાં આવે તો આ કામના આરોપી (૧) યુસુફખાન રસુલખાન પઠાણ, (૨) રહેમાન મોહસીન શેખ તથા (૩) આબીદખાન ઉર્ફે બેગારી પઠાણ નાઓ વિરૂધ્ધ ફરીયાદીને બળજબરીપુર્વક એક લાખ રૂપિયા લઈ કઢાવી ડરાવી ધમકાવી ગુનો કરેલ હોવાની હકીકત દર્શાવી હાલની ફરીયાદ આપેલ છે.
સદરહું ફ૨ીયાદનાં અનુસંધાને ત.ક. અમલદારએ આરોપી રહેમાન મોહસીન શેખ નાઓની ધરપકડ કરેલ અને આરોપીને નામદાર કોર્ટ રૂબરૂ રજુ કરવામાં આવેલ જેઓએ જામીન ઉપર મુકત થવા નામદાર સેસન્સ કોર્ટમાં અરજી કરેલ.
જે જામીન અરજીમાં આરોપી તર્ફે વકીલ નદીમ એચ. ચૌધરી નાઓની મુખ્ય રજુઆત એ રીતની હતી કે, સદરહું ફરીયાદ ફરીયાદી ઘ્વારા અંદાજે ૧ વર્ષ અને ૧૦ મહીના પછી એટલે કે ૨૨ માસ મોડી આપેલ છે અને ૨૨ માસ મોડી ફરીયાદ આપવામાં આવેલ છે તેમજ ખરી કિકતમાં ઓલપાડમાં આવેલ એક ઘર બાબતેની તકરારને ફરીયાદી ધ્વારા ખોટુ સ્વરૂપ આપી ખોટી હકિકત દર્શાવી સદરહું ફોજદારી ફરીયાદ આરોપી તથા અન્યો વિરૂધ્ધ આપેલ છે તેમજ ઓલપાડના ઘર બાબતે ફરીયાદી નાઓ સાથે હાલના આરોપીનું ઓલપાડ કોર્ટમાં સીવીલ દાવો પણ ચાલે છ જે દાવો પરત ખેંચી લેવા તેમજ ઓલપાડ મુકામેનું ઘર ખાલી કરાવી દેવા ગેરકાયદેસર દબાણ ઉભું કરવા ફરીયાદી દ્વારા સદરહું ફરીયાદ આરોપી વિરૂધ્ધ આપવામાં આવેલ છે જેથી પણ ઈ.પી.કોડની કલમ -૩૮૪, ૩૮૬ ના તત્વો આરોપી ઉપર લાગુ પડતા ન નથી. જે તમામ હકીકત ઘ્યાને લઈ નામદાર સેસન્સ કોર્ટ ઘ્વારા આરોપી રહેમાન મોહસીન શેખ
નાઓને કેટલીક શરતોને આધીન જામીન ઉપર મુકત કરતો હુકમ ફરમાવેલ છે. આરોપી રહેમાન મોહસીન શેખ નાઓ તર્ફે વકીલ નદીમ એચ. ચૌધરી નાઓએ નામદાર સેસન્સ કોર્ટમાં દલીલો કરેલ હતી.
