સુરત, તા.૬
થોડા દિવસ પહેલા વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. જેમાં તેઓ જામનગર ખાતે વનતારા, સાસણગીર અને સોમનાથની મુલાકાત લીધી હતી. ત્યારે ૭ દિવસમાં જ ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવનાર છે. ત્યારે તેમના પ્રવાસને લઇ તમામ આયોજન કરી દેવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ આવતીકાલે સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાશે. જેમાં પર્વત પાટિયાથી લિંબાયત નીલગીરી સુધી ૩ કિમીનો રોડ શો યોજાનાર છે. ત્યારે તેમના આગમનને લઇ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત પર્વત પાટિયા વિસ્તારમાં દોઢ કરોડના ખર્ચે હેલિપેડ બનાવવામાં આવ્યું છે. જેમાં એરપોર્ટથી પર્વત પાટિયા સુધી હેલિકોપ્ટરમાં રિહર્સલ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીને લઇ સુરત શહેરમાં બીઆરટીએસ બસના ૨૨ રૂટ બંધ કરવામાં આવ્યા છે. પોતાની આ મુલાકાત દરમિયાન, ‘સુરત જિલ્લા અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન’ હેઠળ તેઓ સુરતના લગભગ ૨,૦૦,૦૦૦ પાત્રતા ધરાવતા લાભાથીઆર્ેને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ લાભોનું વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપÂસ્થત રહેશે.
ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના સમયગાળા દરમિયાન ગરીબ પરિવારોને વિનામૂલ્યે ગુણવત્તાસભર અનાજ પૂરું પાડવાના ઉદ્દેશથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર દ્વારા એન.એફ.એસ.એ. કાર્ડ ધરાવતા લાભાથીઆર્ે માટે ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ શરૂ કરવામાં આવી હતી. ગુજરાતમાં આજે ૭૬ લાખથી વધુ એન.એફ.એસ.એ.કાર્ડ્સ જારી કરવામાં આવ્યા છે, જે રાજ્યના લગભગ ૩.૭૨ કરોડથી વધુ લોકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ આવરી લે છે.
ગુજરાત સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ મેળવતી ગંગાસ્વરૂપા બહેનો, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ વૃદ્ધ પેન્શન સહાય યોજના મેળવતા લાભાથીઆર્ે તથા દિવ્યાંગ સહાય યોજનાઓનો લાભ મેળવતા લાભાથીઆર્ેને તેમની આવક મયાર્દા ધ્યાનમાં લીધા સિવાય રાષ્ટÙીય અન્ન સુરક્ષા અધિનિયમ હેઠળ ‘અગ્રતા ધરાવતા કુટુંબ’ તરીકે સમાવેશ કરવાની સૂચના આપવામાં આવી હતી, જેથી આ લાભાથીઆર્ે પણ રાહતદરે અનાજનો લાભ તેમજ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ નિઃશુલ્ક અનાજનો લાભ મેળવી શકે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યોજના સંતૃપ્તિકરણ અભિગમ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અંત્યોદય કલ્યાણની પ્રાથમિકતાને ધ્યાનમાં રાખીને સુરતમાં ‘સુરત જિલ્લા અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન’ હાથ ધરવામાં આવ્યું.
