Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Wednesday, August 26
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » કૂતરું પાળી શકશો કે નહીં એ તમારા પાડોશી નક્કી કરશે, ડોગ લાઇસન્સ માટે ચેરમેન અને પાડોશીના બાંયધરીપત્ર ફરજિયાત

    કૂતરું પાળી શકશો કે નહીં એ તમારા પાડોશી નક્કી કરશે, ડોગ લાઇસન્સ માટે ચેરમેન અને પાડોશીના બાંયધરીપત્ર ફરજિયાત

    City Today DailyBy City Today DailyJuly 2, 2025

    સુરત, તા.૦૨
    સુરતમાં તમે કૂતરું પાળી શકશો કે નહીં એ તમારા પાડોશી નક્કી કરશે. સુરતમાં ડોગ લાઇસન્સ માટે સોસાયટી ચેરમેન અને ૧૦ પાડોશીના બાંયધરીપત્ર ફરજિયાત કરાયા છે. અમદાવાદમાં પાલતુ શ્વાન કરડવાથી એક બાળકનું કરુણ મોત થયા બાદ સુરત મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે. નાગરિકોની સુરક્ષા અને પાલતુ પ્રાણીઓ સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે સુરત પાલિકાએ પાલતુ શ્વાન રાખવા માટે લાઇસન્સ ફરજિયાત બનાવવાની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે. પાલિકાના માર્કેટ ડિપાર્ટમેન્ટ દ્વારા આ અંગેના નિયમો ઘડવામાં આવ્યા છે અને ફોર્મ પણ બહાર પાડવામાં આવ્યા છે. બીજી બાજુ માર્કેટ વિભાગ દ્વારા શહેરમાં ૧૦૦૦થી વધુ પાલતુ શ્વાન માલિકોને નોટિસો ફટકારવામાં આવી છે. નોટિસ અનાદર બદલ શ્વાન માલિકને મોબાઈલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જ્યાં જજ દ્વારા ર્નિણય લેવામાં આવશે.
    માર્કેટ સુપરિન્ટેન્ડેન્ટ દિગ્વિજયરામના જણાવ્યા અનુસાર, સુરત શહેરમાં હવે કોઈપણ વ્યક્તિ પાલતુ શ્વાન રાખવા માંગતી હોય, તો તેણે ફરજિયાતપણે પાલિકા પાસેથી લાઇસન્સ મેળવવું પડશે. આ નિયમનો મુખ્ય ઉદ્દેશ્ય શ્વાન કરડવાના બનાવોને અટકાવવા અને પાલતુ પ્રાણીઓના માલિકોની જવાબદારી નક્કી કરવાનો છે.
    પાલિકાના માર્કેટ વિભાગ દ્વારા આ નવા નિયમો લાગુ કરતાં પહેલાં જ શહેરમાં ૧૦૦૦થી વધુ પાલતુ શ્વાન માલિકોને નોટિસો ફટકારવામાં આવી હતી. આ નોટિસો દ્વારા તેમને નવા નિયમો વિશે જાણ કરવામાં આવી હતી અને લાઇસન્સ મેળવવા માટેની પ્રક્રિયા સમજાવવામાં આવી હતી. અત્યાર સુધીમાં પાલિકાને લાઇસન્સ માટે કુલ ૨૫૬ અરજીઓ મળી છે. તેમાંથી ૧૫૦ અરજીઓને મંજૂરી આપીને લાઇસન્સ ઇશ્યૂ કરવામાં આવ્યા છે. જાેકે, ૧૦૯ અરજીઓ તપાસ બાદ કેન્સલ કરવામાં આવી છે.
    માર્કેટ સુપરિન્ટેન્ડેન્ટ દિગ્વિજયરામે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, જાે કોઈ શ્વાન માલિક લાઇસન્સ વિના પાલતુ શ્વાન રાખતો જણાશે, તો તેની સામે કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે. નોટિસ અનાદર બદલ શ્વાન માલિકને મોબાઈલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જ્યાં જજ દ્વારા ર્નિણય લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ ર્નિણય ગુજરાતમાં રોડ પર કે લિફ્ટમાં પાલતુ શ્વાન કરડવાના કિસ્સાઓ વારંવાર સામે આવતા હોવાથી લેવામાં આવ્યો છે, જે નાગરિકોની સુરક્ષા માટે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે.

    Post Views: 888
    કૂતરું પાળી શકશો કે નહીં એ તમારા પાડોશી નક્કી કરશે ડોગ લાઇસન્સ માટે ચેરમેન અને પાડોશીના બાંયધરીપત્ર ફરજિયાત
    Previous Articleગાઝામાં સ્થિતિ બેકાબૂ : ૧૫ દિવસમાં હજારો લોકોના મોત, ૨૩ લાખ લોકો સામે ભૂખમરાનું સંકટ
    Next Article ગરીબ અને મધ્યમ વર્ગને મળી શકે છે મોટી રાહત, ૧૨% GST સ્લેબ નાબૂદ થવાની શક્યતા

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.