Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, July 28
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » બોમ્બે હાઈકોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો, ૨૦૦૬ મુંબઈ લોકલ ટ્રેન બ્લાસ્ટ કેસમાં ૧૨ આરોપી નિર્દોષ જાહેર

    બોમ્બે હાઈકોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો, ૨૦૦૬ મુંબઈ લોકલ ટ્રેન બ્લાસ્ટ કેસમાં ૧૨ આરોપી નિર્દોષ જાહેર

    City Today DailyBy City Today DailyJuly 21, 2025

    મુંબઈ, તા.૨૧
    બોમ્બે હાઈકોર્ટે સોમવારે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો અને ૨૦૦૬માં મુંબઈ લોકલ ટ્રેનોમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોના તમામ ૧૨ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. કોર્ટે કહ્યું કે ફરિયાદ પક્ષ વિશ્વસનીય અને નક્કર પુરાવા સાથે પોતાના આરોપો સાબિત કરવામાં નિષ્ફળ ગયો છે. આ ર્નિણય એ કેસને સંપૂર્ણપણે ઉલટાવે છે જેમાં નીચલી અદાલતે બધાને દોષિત ઠેરવ્યા હતા.
    બોમ્બે હાઈકોર્ટે ૧૧ જૂલાઈ ૨૦૦૬ના રોજ થયેલા ભયાનક મુંબઈ લોકલ ટ્રેન વિસ્ફોટના કેસમાં સોમવારે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. આ કેસમાં નીચલી અદાલત દ્વારા દોષિત ઠેરવવામાં આવેલા ૧૨ આરોપીઓમાંથી ૧૧ને હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. એક આરોપીનું અપીલ પ્રક્રિયા દરમિયાન મૃત્યુ થયું હતું. ૧૯ વર્ષની લાંબી કાનૂની લડાઈ બાદ આ ચુકાદો આવ્યો છે. હાઈકોર્ટની સ્પેશ્યલ બેન્ચે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે કેસમાં રજૂ કરાયેલા પુરાવા વિશ્વસનીય નહોતા અને ઘણા સાક્ષીઓની જુબાની શંકાના દાયરામાં હતી. કોર્ટે એ પણ સ્વીકાર્યું હતું કે આરોપીઓની બળજબરીથી પૂછપરછ કરવામાં આવી હતી અને તેમના નિવેદનો લેવામાં આવ્યા હતા, જે કાયદેસર રીતે માન્ય નથી. જસ્ટિસ અનિલ કિલોર અને જસ્ટિસ એસ.જી. ચાંડકની ડિવિઝન બેન્ચ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો હતો. આ કેસમાં કુલ ૧૨ આરોપીઓને નીચલી અદાલત દ્વારા અગાઉ દોષિત ઠેરવવામાં આવ્યા હતા જેમાંથી ૫ને મૃત્યુદંડ અને ૭ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જાેકે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન ૧૧ દોષિતોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે એક આરોપીનું મૃત્યુ થઈ ચૂક્યું છે.
    સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કેસની અંતિમ સુનાવણી આ વર્ષે જાન્યુઆરીમાં પૂર્ણ થઈ હતી ત્યારબાદ ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. દોષિતોએ યરવડા, નાસિક, અમરાવતી અને નાગપુર જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજરી નોંધાવી હતી. ન્યાયાલયે કહ્યુ- સાક્ષી, તપાસ અને પૂરાવા પૂરતા નહોતા. આરોપી તે સાબિત કરવામાં સફળ રહ્યાં કે તેની પાસે જબરદસ્તીથી કબૂલાત કરાવવામાં આવી. ન્યાયાધીશે કહ્યું- અમે અમારૂ કર્તવ્ય નિભાવ્યું છે. આ અમારી જવાબદારી હતી. તે વીડિયો કોન્ફરન્સ દ્વારા દોષી અમરાવતી, નાસિક, નાગપુર અને પુણેની જેલોમાં રડતા જાેવા મળ્યા. કોઈએ ખુશી ન વ્યક્ત કરી, બધાની આંખમાં આંસુ હતા.
    નોંધનીય છે કે ૨૦૦૬માં થયેલા આ ભયાનક બોમ્બ વિસ્ફોટમાં મુંબઈની લોકલ ટ્રેનોમાં સાત સ્થળોએ વિસ્ફોટ થયા હતા, જેમાં ૧૮૯ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ૮૨૪ લોકો ઘાયલ થયા હતા. આ કેસમાં ૨૦૧૫માં એક ખાસ કોર્ટે કુલ ૧૨ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા, જેમાંથી ૫ ને મૃત્યુદંડની સજા અને ૭ ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જેમને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી તેમાં મોહમ્મદ ફૈઝલ શેખ, એહતશામ સિદ્દીકી, નાવેદ હુસૈન ખાન, આસિફ ખાન અને કમલ અંસારીનો સમાવેશ થાય છે. કમલ અંસારી નામના આરોપીનું ૨૦૨૨માં કોવિડ-૧૯ને કારણે જેલમાં મૃત્યુ થયું હતું.

    Post Views: 469
    ૨૦૦૬ મુંબઈ લોકલ ટ્રેન બ્લાસ્ટ કેસમાં ૧૨ આરોપી નિર્દોષ જાહેર બોમ્બે હાઈકોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો
    Previous Articleગાઝામાં ફૂડ પેકેટની વાટ જાેઈ રહેલા લોકો પર ઇઝરાયેલી સૈનિકોના ગોળીબારમાં ૮૫ના મોત
    Next Article કોરોના ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો, પરંતુ ૫ વર્ષ પછી, હવે દિલ્હી હાઈકોર્ટે તબલીગી જમાતને ક્લીનચીટ આપી છે : શું અરવિંદ કેજરીવાલ તબલીગી જમાતની માફી માંગશે?

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    राहुल गांधीजी की नफरत छोडो भारत जोडो यात्रा एवं अभिजित दिपके के जंतर मंतर जेन झी आंदोलन ने 12 साल से देशभर में चल रही नफरत की राजनिती को ध्वस्त किया

    સંજય ઈઝાવા સામે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

    મુખ્યમંત્રીશ્રીને નાગરિકોના બંધારણીય મૌલિક અધિકારોના રક્ષણ સાથે એન્ટી રેડીકલાઈઝેશન સેલ અંતર્ગત (SOP) ના નિષ્પક્ષ અમલીકરણ બાબતે રજૂઆત

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.