સિટી ટુડે: અમદાવાદ
શું અરવિંદ કેજરીવાલ તબલીગી જમાતની માફી માંગશે?
એકવાર ચાલતા ફરતા નેહરુજીએ મૌલાના અબુલ કલામ આઝાદને પૂછ્યું કે આ તબલીગી જમાત શું છે? ત્યારે મૌલાના આઝાદે કહ્યું હતું કે તમારે તબલીગી જમાતને જવા દેવી જોઈએ, તેઓ જમીનની નીચે (કબર) અને આકાશની ઉપર (સ્વર્ગ) વિશે વાત કરે છે, એટલે કે, તેમને દુન્યવી બાબતો સાથે કોઈ લેવાદેવા નથી.
એ જ તબલીગી જમાતને દિલ્હીના તત્કાલીન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોરોનાના નામે ખૂબ બદનામ કરી હતી, તેમણે તબલીગી જમાત સામે એફઆઈઆર પણ નોંધાવી હતી, તેને કોરોના ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો, પરંતુ ૫ વર્ષ પછી, હવે દિલ્હી હાઈકોર્ટે તબલીગી જમાતને ક્લીનચીટ આપી છે
અને સ્પષ્ટ કર્યું છે કે કોરોના ફેલાવવા માટે તબલીગી જમાતને જવાબદાર ઠેરવવી સંપૂર્ણપણે ખોટી છે. કોર્ટે તબલીગી જમાત સામે નોંધાયેલ કેસ રદ કરી દીધો છે.
દરમિયાન, બિલ્કીસ બાનુ અને સમગ્ર ગુજરાતમાં સેંકડો મુસ્લિમ ઘરો તોડી પાડવાના મુદ્દા પર મૌન રહેતી AAP, ગુજરાતમાં કોંગ્રેસને નુકસાન પહોંચાડીને ભાજપને સત્તા સોંપવાનું સ્વપ્ર જોઈ રહી છે! આ તૈયારી સાથે, AAP એ અમદાવાદમાં લઘુમતી મોરચાના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું! આ પ્રસંગે ફરી એકવાર AAP નેતા ઈશુદાન ગઢવી મુસ્લિમોને લગતા પ્રશ્નોથી ભાગતા જોવા મળ્યા. AAP નેતાઓને તેમના મોઢામાંથી મુસ્લિમ શબ્દ ઉચ્ચારવાનું પણ ગમતું નથી, જ્યારે મુસ્લિમોએ તેમને મોટી સંખ્યામાં મત આપીને દિલ્હીમાં સત્તામાં લાવ્યા હતા! હવે ગુજરાતના મુસ્લિમોએ નક્કી કરવાનું છે કે તેમનું ભવિષ્ય ક્યાં છે અને કયા પક્ષે તેમને આજ સુધી મળેલા તમામ બંધારણીય અધિકારો પૂરા પાડયા છે.
મુસ્લિમો સ્પષ્ટપણે જોઈ શકે છે કે એક તરફ કેજરીવાલ છે જે RSS વિરુદ્ધ એક પણ શબ્દ બોલતા નથી અને બીજી તરફ જન નેતા રાહુલ ગાંધી છે જે RSS ની વિચારધારાનો ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે.
ગ્યાસુદ્દીન શેખ
પૂર્વ ધારાસભ્ય