સુરત, તા.૨૨
શહેરમાં નજીકના દિવસોમાં ગણેશ ચતુર્થીનો તહેવાર આવી રહ્યો છે. જેને લઈને મૂર્તિ કારોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. સુરત પોલીસ દ્વારા ગણેશ ચતુર્થીના તહેવારને લઈને જાહેરનામુ બહાર પાડવામં આવ્યું છે. પોલીસના આ જાહેરનામામાં ૯ ફુટ કરતા મોટી મૂર્તિની સ્થાપના કરવાની મનાઈ ફરમાવવામાં આવેલી છે. છતા શહેરમાં ૧૫થી ૩૦ ફૂટ ઊંચી પીઓપીની ગણપતિની પ્રતિમાઓ બની રહ્યી છે. સુરતમાં ગણપતિની પ્રતિમાને લઇ જાહેરનામાનો ભંગ થઈ રહ્યો હોવાની વાત સામે આવી છે. સુરતમાં ઠેર ઠેર પોલીસના જાહેરનામાનો ભંગ થઈ રહ્યો છે. નજીકના દિવસોમાં ગણેશ ચતુર્થીનો તહેવાર આવી રહ્યો છે. આયોજક અને મૂર્તિ બનાવનારને કોઈ પણ પ્રકારનો પોલીસનો ડર વિના ગણપતિની મૂર્તિઓ બનાવી રહ્યા છે. ૧૫થી ૩૦ ફૂટ ઊંચી પીઓપીની ગણપતિની પ્રતિમાઓ બની રહ્યી છે. સુરત પોલીસ દ્વારા ગણપતિ પ્રતિમાને લઇ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
પોલીસના જાહેરનામામાં ૯ ફુટ કરતા મોટી મૂર્તિની સ્થાપના કરવામાં આવશે નહીં. તે ઉપરાંત પોલીસના નાક નીચે મોટી મોટી મૂર્તિઓ બનાવાઈ રહી છે. પરંતુ પોલીસ આંખ બંધ કરીને બેઠી છે. સુરત પોલીસના જાહેરનામામાં ૯ ફુટ સુધીની મૂર્તી બનાવવાની છૂટ આપવામાં આવી છે. ૧૫થી ૩૦ ફૂટ ઊંચી પીઓપીની ગણપતિની પ્રતિમાઓ બની રહી છે.
