નવીદિલ્હી,તા.૨૨
રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ દ્વારા વિધાનસભામાં પસાર કરવામાં આવેલા બિલ પર ર્નિણય લેવામાં આવે છે, અત્યાર સુધી બિલ પર મહોર મારવા માટે કોઈ સમયમર્યાદ ન હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે ૮ એપ્રિલના રોજ ઐતિહાસિક ર્નિણય લઈને સમયમર્યાદા નિર્ધારીત કરવાનો ર્નિણય લીધો હતો. ત્યારબાદ રાષ્ટ્રપતિ મુર્મૂએ સુપ્રીમ કોર્ટના ર્નિણયનો વિરોધ કરી બિલની ડેડલાઈન તથા ‘પાવર’ મુદ્દે ૧૪ સવાલ પૂછ્યા હતા. જાેકે સુપ્રીમ કોર્ટે આ ઐતિહાસિક ર્નિણય પર ફેર વિચારણા શરૂ કરી દીધી છે. હવે સુપ્રીમ કોર્ટની પાંચ ન્યાયાધીશોની બેંચ રાષ્ટ્રપતિના ૧૪ સવાલો મામલે આજે (૨૨ જુલાઈ) સુનાવણી હાથ ધરી કેન્દ્ર સરકાર અને તમામ રાજ્ય સરકારોને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. આગામી સુનાવણી ઓગસ્ટના મધ્યમાં હાથ ધરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ર્નિણય લઈને રાષ્ટ્રપતિ-રાજ્યપાલોને કોઈપણ વિધેયકને મંજૂરી આપવા માટે સમયમર્યાદા નિર્ધારીત કરવા કહ્યું હતું, ત્યારબાદ રાષ્ટ્રપતિએ કોર્ટના ર્નિણય પર સવાલ ઉઠાવ્યા હતા. હવે રાષ્ટ્રપતિના ૧૪ સવાલો મામલે આજે સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં મુખ્ય ન્યાયાધીશ બી.આર.ગવઈ, ન્યાયાધીશ સૂર્ય કાંત, ન્યાયાધીશ વિક્રમ નાથ, ન્યાયાધીશ પી.એસ.નરસિમ્હા અને ન્યાયાધીશ એ.એસ.ચંદૂરકરની બેંચે ઓગસ્ટના મધ્યમાં આગામી સુનાવણી હાથ ધરવાનો ર્નિણય લીધો છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બંધારણની કલમ ૧૪૩(૧) હેઠળ સુપ્રીમ કોર્ટને સવાલ કર્યો હતો કે, શું સુપ્રીમ કોર્ટ કલમ ૨૦૧ હેઠળ રાજ્યપાલો દ્વારા અનામત રાખવામાં આવેલા બિલ પર ર્નિણય લેવા માટે રાષ્ટ્રપતિ માટે ત્રણ મહિનાની સમય મર્યાદા નિશ્ચિત કરી શકે છે? જાેકે, બંધારણમાં આવી કોઈ જાેગવાઈ નથી. ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધાના બીજા જ દિવસે રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટ સામે મોટો સવાલ ઊભો કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે તમિલનાડુ વિ. ગવર્નર કેસમાં ૮ એપ્રિલે ચૂકાદો આપ્યો હતો કે, રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ કોઈ બિલને અનિશ્ચિતકાળ સુધી રોકી શકે નહીં.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બંધારણની કલમ ૧૪૩(૧) હેઠળ તેમને મળેલી સત્તાનો ઉપયોગ કરતા સુપ્રીમ કોર્ટને પાંચ પાનાના રેફરન્સમાં ૧૪ સવાલ કર્યા છે. આ સાથે રાષ્ટ્રપતિએ વિધાનસભા અને સંસદ દ્વારા પસાર કરેલા બિલો અંગે કલમ ૨૦૦ અને કલમ ૨૦૧ હેઠળ રાજ્યપાલ, રાષ્ટ્રપતિની સત્તાઓ અંગે સુપ્રીમ કોર્ટનો મત માગ્યો છે. સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિને કોઈપણ સવાલોનો અથવા બધા સવાલોનો જવાબ આપવાનો ઈનકાર કરી શકે છે. કલમ ૨૦૦ રાજ્ય વિધાનસભા દ્વારા બિલ પસાર કરવા સંબંધિત પરિસ્થિતિઓ અને રાજ્યપાલ પાસે સંમતિ આપવા અથવા સંમતિ રોકવા અથવા બિલને પુન: વિચારણા માટે રાષ્ટ્રપતિને મોકલવા સંબંધેના વિકલ્પો અંગે છે. કલમ ૨૦૧ રાજ્યપાલ દ્વારા રાષ્ટ્રપતિને વિચારણા માટે અનામત રાખેલા બિલો સંબંધે છે.
અહીંથી શરૂ થયો હતો વિવાદતમિલનાડુ સરકારે અનામત બિલ પર રાજ્યપાલ આર.એન.રવિ તરફથી મંજૂરી આપવાનો ઈનકાર કરતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટની બેન્ચે ૮ એપ્રિલના રોજ સુનાવણી હાથ ધરી રાજ્યપાલ આરએન રવિના બિલોને પેન્ડિંગ રાખવાના ર્નિણયને નકારી કાઢ્યો હતો અને પહેલી વખત રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને વિધાનસભા અથવા સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા બિલોને મંજૂરી આપવા માટે ત્રણ મહિનાની સમય મર્યાદા નિશ્ચિત કરી હતી. સુપ્રીમ કોર્ટની બેન્ચે ચૂકાદામાં કહ્યું હતું કે, કલમ ૨૦૧ હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલા કાર્ય ન્યાયિક સમીક્ષાને આધીન છે. આદેશમાં એમ પણ કહેવાયું કે, બંધારણની કલમ ૨૦૧ હેઠળ કોઈ બિલ રાજ્યપાલ દ્વારા રાષ્ટ્રપતિને મોકલવામાં આવે તો રાષ્ટ્રપતિએ તેને સહમતી આપવી જાેઈએ અથવા અસહમતી વ્યક્ત કરવી જાેઈએ. જાેકે, બંધારણમાં આ પ્રક્રિયા માટે કોઈ સમય મર્યાદા નિશ્ચિત કરાઈ નથી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે રાષ્ટ્રપતિ પાસે પોકેટ વીટોનો અધિકાર નથી. એટલે કે તેઓ અનિશ્ચિતકાળ સુધી પોતાના ર્નિણયને અનામત રાખી શકે નહીં.
