ચાર લાખ યાત્રાળુઓ માતા વૈષ્ણોદેવીના દર્શન કર્યા એ પૂરતી સુરક્ષાનો પુરાવો છે, ગુલમર્ગમાં નવી કેબલ કાર તૈયાર થશે, તંગમાર્ગમાં વર્લ્ડ ક્લાસ હોટલ, રિસોર્ટ શરૂ થવા જઇ રહ્યા છે
(સિટી ટુડે) અમદાવાદ,તા.૧૧
આશરે ચાર લાખ થી વધુ યાત્રાળુ ઓ એ અમરનાથ, વૈષ્ણોદેવીમાં કોઇપણ પ્રકારના ડર વિના દર્શન કર્યા છે. જે પૂરતી સુરક્ષાનો પુરાવો છે. જમ્મુ કાશ્મીરની સુંદરતા માણવા માટે પ્રત્યેક ગુજરાતીનું સ્વાગત છે. આગામી દિવસોમાં કાશ્મીર માં ન્યૂ ડેસ્ટિનેશન પ્રવાસીઓ માટે ખુલ્લા મુકાશે.
ગુજરાતની મુલાકાતે આવેલા કાશ્મીરના પૂર્વ ટુરીઝમ સેક્રેટરી અને ગુલમર્ગના ધારાસભ્ય ફારૂક શાહે ” સિટી ટુડે” સાથેની વાતચીત માં જણાવ્યું કે, પહલગામમાં થયેલા આંતકી હુમલા બાદ જમ્મુ કાશ્મીરનું પ્રવાસન્ ફરી ધબકતું થાય તેના માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ. વધુને વધુ સંખ્યામાં લોકો જમ્મુ કાશ્મીરના પ્રવાસે આવી સૌંદર્ય માણે એ અમારી મુલાકાતનો હેતુ છે.’ પહલગામમાં આંતકી હુમલા પછી જમ્મુ કાશ્મીરના પ્રવાસને ફટકો ચોક્કસ પડયો છે પણ અમને આશા છે કે, ફરી પ્રવાસન ધબકતું થશે.
તેમણે જણાવ્યું કે, જમ્મુ કાશ્મીરમાં ન્યુ ડેસ્ટિનેશન શરૂ કરવા વર્લ્ડ બેંકે નાણાકીય સહાય કરવાનું નક્કી કર્યું છે. આ ઉપરાંત ગુલમર્ગમાં કેબલ કાર્ડ માટે પ્રવચનનું ભારે પ્રસારણ કરે છે ત્યારે કેબલ કાર શરૂ નક્કી કરવામાં આવ્યું છે. હાલ જે કેબલ કાર છે તેની કેપેસિટી પણ વધારવામાં આવશે. ટૂરિસ્ટોની સુવિધા માટે વેઇટિંગ એરિયા સહિત ત્યાં વધુ સુવિધા ઉભી કરવામાં આવશે. પ્રવાસીઓ માત્ર ઓનલાઇન જ નહીં, ઓન ધ સ્પોટ ટીકીટ પણ મેળવી શકશે. હવે પ્રવાસી નિરાશ થવાની જરૂર નથી. આ ઉપરાંત ટગમાર્ગમાં વર્લ્ડ ક્લાસ હોટલ રિસોર્ટ શરૂ થવા જઈ રહયા છે. આમ કાશ્મીરમાં પ્રવાસી સુવિધા માટે તથા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે જ જમ્મુ કાશ્મીર ના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ગુજરાતની બે દિવસીય મુલાકાત લીધી હતી.
ધારાસભ્ય ફારૂક શાહે આશા વ્યક્ત કરી હતી કે, કાશ્મીર ફરી એક વખત પ્રવાસન ક્ષેત્રે ધબકતું થશે.