Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, September 14
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ૮૨ આરોપીઓને કાયદાનું પાલન કરવાની ચીમકી,ગુનાહિત ઈતિહાસ ધરાવતા આરોપીઓની ઓળખ પરેડ યોજી

    ૮૨ આરોપીઓને કાયદાનું પાલન કરવાની ચીમકી,ગુનાહિત ઈતિહાસ ધરાવતા આરોપીઓની ઓળખ પરેડ યોજી

    City Today DailyBy City Today DailyAugust 11, 2025

    સુરત, તા.૧૧
    આગામી જન્માષ્ટમી અને ગણેશ મહોત્સવ જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. આ જ અનુસંધાને, ભૂતકાળમાં વિવિધ ગંભીર ગુનાઓમાં ઝડપાયેલા ૮૨ જેટલા આરોપીઓની ઓળખ પરેડ યોજીને તેમને કાયદાનું પાલન કરવાની સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે.
    સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલી મોઢવણિક વાડી ખાતે ચોકબજાર, લાલગેટ અને મહિધરપુરા પોલીસ સ્ટેશનોના ૮૨ જેટલા ગુનાહિત ઈતિહાસ ધરાવતા આરોપીઓને એકત્રિત કરવામાં આવ્યા હતા. આ ઓળખ પરેડ સુરત ડીસીપી પિનાકીન પરમારની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. આ દરમિયાન, આરોપીઓને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપવામાં આવી હતી કે ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો.‘ એક જ સ્થળે ભેગા કરવામાં આવેલા તમામ ૮૨ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી. તેમના હાલના રહેઠાણ અને કામ-ધંધાના સ્થળો સહિતની વિગતો તપાસવામાં આવી હતી. ડીસીપી પિનાકીન પરમારે જણાવ્યું હતું કે, જાે કોઈપણ આરોપી ફરીથી ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ થશે, તો સુરત પોલીસ તેમની સામે કડક કાર્યવાહી કરશે.
    તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને હાથમાં લેવાનો પ્રયાસ કરનારાઓને પોલીસ બિલકુલ સાંખી નહીં લે. જાેકે, પોલીસે ગુનાહિત પ્રવૃત્તિ છોડીને સારા નાગરિક બનવા ઈચ્છતા આરોપીઓ માટે હકારાત્મક વલણ પણ દાખવ્યું હતું. ડીસીપી પરમારે આવા આરોપીઓને ખાતરી આપી હતી કે જાે તેમને પોલીસની મદદની જરૂર હોય, તો પોલીસ તેમને સંપૂર્ણ સહયોગ આપવા તૈયાર છે. આનાથી ગુનાહિત જીવન છોડીને મુખ્ય ધારામાં પાછા ફરવા ઈચ્છતા લોકોને પ્રોત્સાહન મળશે. ત્રણેય પોલીસ સ્ટેશનો દ્વારા લાવવામાં આવેલા આરોપીઓમાં મારામારી, સ્નેચિંગ, હત્યાનો પ્રયાસ અને લિસ્ટેડ બુટલેગર જેવા ગંભીર ગુનાના આરોપીઓનો સમાવેશ થતો હતો. આ ઓળખ પરેડનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે સુનિશ્ચિત કરવાનો હતો.
    ડીસીપી પિનાકીન પરમારે વધુમાં જણાવ્યું હતું કે, શહેર પોલીસ કમિશનર દ્વારા આગામી તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે. આ સૂચનાના ભાગરૂપે જ આ ઓળખ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. જે આરોપીઓ તેમની ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલુ રાખશે, તેમની સામે પોલીસ હવે વધુ કડક કાર્યવાહી કરશે. આ પ્રકારની ઓળખ પરેડ દ્વારા સુરત પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગુનાહિત તત્વોને શહેરની શાંતિ અને સલામતી જાેખમમાં મૂકવા દેવામાં આવશે નહીં, અને કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક પગલાં ભરવામાં આવશે.

    Post Views: 281
    ૮૨ આરોપીઓને કાયદાનું પાલન કરવાની ચીમકી ગુનાહિત ઈતિહાસ ધરાવતા આરોપીઓની ઓળખ પરેડ યોજી
    Previous Articleમોબાઈલ ચોરીની અદાવતમાં હત્યા, સગીર સહિત ૩ની ધરપકડ, લોહીલુહાણ યુવક જીવ બચાવવા કરગરતો રહ્યો, લોકોએ વીડિયો બનાવ્યો
    Next Article SIR અને “મત ચોરી” વિરુદ્ધ વિપક્ષની EC ઓફિસ સુધી કૂચ

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.