સુરત, તા.૧૨
સુરતના રાંદેર વિસ્તારના બે કુખ્યાત આરોપી સાહિલ અને ઇમ્તિયાઝ સદ્દામ જે ખંડણી અને બોગસ જીએસટી કૌભાંડ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હતા. જેમનો પોલીસે આજે જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો. આ ઘટના સમયે લોકોમાં ભારે રોષ જાેવા મળ્યો હતો. જ્યારે બીજી તરફ પોલીસે આરોપીઓનો જાહેરમાં રિકન્સ્ટ્રક્શન કરતા લોકોએ આરોપીઓ સામે ફટાકડા ફોડી અને ગુલાબના ફૂલોની વર્ષા કરી પોલીસનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ બંને આરોપીઓ વિરૂદ્ધ બોગસ ડોક્યુમેન્ટ અને બોગસ જીએસટી બિલિંગ કૌભાંડના પણ ગુનાઓ નોંધાયો છે. તેઓ બોગસ બિલિંગ બનાવવાના કામ કરતા હતા જે અંગે ક્રાઈમ બ્રાન્ચમાં પણ ફરિયાદ નોંધાઈ છે. ધનિક પરિવારમાંથી આવતો સદ્દામ સ્થાનિક વિસ્તારમાં ખંડણી ઉઘરાવવા અને લોકોને ધમકાવવા માટે કુખ્યાત છે. આ માથાભારે શખસોનો જાહેરમાં વરઘોડો કાઢી એસઓજી એ કાયદાનું ભાન કરાવ્યું છે. ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે, રાંદેરના આ બે કુખ્યાત આરોપીઓ સાહિલ અને ઇમ્તિયાઝ સદ્દામને ખંડણીના ગુનામાં ઝડપી પાડવામાં આવ્યા છે. લાલગેટ અને મહીધરપુરા પોલીસ સ્ટેશનમાં તેમની સામે ખંડણીનો ગુનો દાખલ થયો છે. આ બંને આરોપીઓ લોકોના મકાન અને જમીનના સોદાના બહાને હડપ કરી લેતા અને પછી તેમની પાસેથી નાણાં પડાવતા હતા.
