Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, August 17
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » માતા બે બાળક સાથે રેલવેટ્રેક પર સૂઈ ગઈ, ટ્રેનની અડફેટે મહિલાના બે કટકા થઇ ગયા, ત્રણ વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત, અન્ય બાળકની હાલત ગંભીર

    માતા બે બાળક સાથે રેલવેટ્રેક પર સૂઈ ગઈ, ટ્રેનની અડફેટે મહિલાના બે કટકા થઇ ગયા, ત્રણ વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત, અન્ય બાળકની હાલત ગંભીર

    City Today DailyBy City Today DailyAugust 12, 2025

    સુરત, તા.૧૨
    સુરત રેલવે સ્ટેશન ખાતે આજે બપોરે એક મહિલા પોતાનાં બે સંતાન સાથે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર પહોંચી હતી અને આપઘાત કરવાના ઇરાદે એક માલગાડી ટ્રેન આગળ સૂઈ ગઈ હતી. ત્યારે ટ્રેન અડફેટે આવતાં મહિલા કપાઈ ગઈ હતી અને અને તેનું ઘટનાસ્થળે જ કામકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે તેનાં બંને બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતાં. ઉલ્લેખનીય છે કે, ૧૩ દિવસમાં શહેરમાં આ ચોથી સામૂહિક આપઘાતની ઘટના છે. આ ઘટનાને પગલે સ્થળ ઉપર મુસાફરો તેમજ સ્ટાફ સહિતના લોકોની ભારે ભીડ એકત્ર થઇ ગઈ હતી અને સ્થળ ઉપરનાં દૃશ્યો જાેઈ તમામ ચોકી ઊઠ્યા હતા. બંને બાળકોને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ૧૦૮ દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જેમાં ૩ વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બાળકની હાલત ગંભીર છે. સુરતમાં ૧૩ દિવસમાં ચોથી સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે.
    મૃતક મહિલા અંગેની પરિવારની મળતી વિગતો પ્રમાણે, મૃતક મહિલા ૨૯ વર્ષીય જયશ્રીબેન હિતેશભાઈ પ્રજાપતિ ડભોલી વિસ્તારમાં આવેલી યોગી સોસાયટીમાં પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં પતિ, સાસુ, નણંદ અને એક દીકરી-દીકરો છે. જયશ્રીબેન સુમુલ ડેરીના પનીર પ્લાન્ટમાં નોકરી કરતા હતા. જ્યારે પતિ વડોદરા આરટીઓ ખાતે આરટીઓ એજન્ટ તરીકે કામ કરે છે. આજરોજ બપોરના સમયે જયશ્રીબેન પોતાની પાંચ વર્ષની દીકરી વેદાંશી અને ત્રણ વર્ષના દીકરા નક્ષને લઈને સુરત રેલ્વે સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. પ્લેટફોર્મ નંબર ૨ પર જયશ્રીબેન પોતાના બંને સંતાનોને લઈને પહોંચી ગયા હતા અને ટ્રેન નીચે સૂઈ જઈને આપઘાત કરી લીધો હતો. આ વચ્ચે બન્ને બાળકો પણ ટ્રેનની ઝડપે આવી ગયા હતા. તેના પગલે બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. હાલ મહિલા દ્વારા આ પ્રકારનું પગલું શા માટે ભરવામાં આવ્યું તે અંગે પરિવારજનો પણ કઈ જાણતા નથી. રેલવે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

    Post Views: 282
    અન્ય બાળકની હાલત ગંભીર ટ્રેનની અડફેટે મહિલાના બે કટકા થઇ ગયા ત્રણ વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત માતા બે બાળક સાથે રેલવેટ્રેક પર સૂઈ ગઈ
    Previous Articleરાંદેરના બે કુખ્યાત આરોપી સાહિલ અને ઇમ્તિયાઝ સદ્દામ ખંડણી અને બોગસ જીએસટી કૌભાંડ કેસમાં સંડોવાયેલા,અસામાજિક તત્વોથી ત્રાસેલા લોકોએ આરોપીઓ સામે ફટાકડા ફોડ્યા
    Next Article રાંદેર પોલીસ સ્ટેશનમાં યુવાન સહિત ઘરના તમામ સભ્યો વિરુદ્ધમાં નોંધાયેલ બળાત્કાર વિથ એટ્રોસિટીના ગુનામાં મુખ્ય આરોપી સહિત તમામ આરોપીઓના જામીન ઉપર છુટકારો

    Related Posts

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026

    પ્રેમી ઘ્વારા યુવતીને બ્લેકમેઈલ કરી આત્મહત્યાનાં દુષપ્રેરણા કરનાર આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓને જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ

    August 12, 2026

    કેનેડામાં રહેતી યુવતી અને સીએરા લિઓન (વેસ્ટ આફ્રિકા) માં રહેતા યુવકના વીડિયો કોન્ફર્સિંગથી છૂટાછેડાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અલગ અલગ દેશોમાં રહેતા આ દપંતીએ પાવર ઑફ એટર્ની ધ્વારા છૂટાછેડાનો દાવો કર્યો હતો. જેના પર સુરત ફેમિલી કોર્ટે મંજૂરીની મ્હોર મારી છે.

    August 4, 2026
    Latest Posts

    દરિયાપુર  વિધાનસભા જનસેવા કેન્દ્ર

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    પ્રેમી ઘ્વારા યુવતીને બ્લેકમેઈલ કરી આત્મહત્યાનાં દુષપ્રેરણા કરનાર આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓને જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ

    કેનેડામાં રહેતી યુવતી અને સીએરા લિઓન (વેસ્ટ આફ્રિકા) માં રહેતા યુવકના વીડિયો કોન્ફર્સિંગથી છૂટાછેડાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અલગ અલગ દેશોમાં રહેતા આ દપંતીએ પાવર ઑફ એટર્ની ધ્વારા છૂટાછેડાનો દાવો કર્યો હતો. જેના પર સુરત ફેમિલી કોર્ટે મંજૂરીની મ્હોર મારી છે.

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.