Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, July 21
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » સુરતમાંથી અફઘાનિસ્તાનનો નાગરિક ઝડપાયો, બોગસ દસ્તાવેજાે બનાવીને ભારતીય પાસપોર્ટ બનાવ્યો

    સુરતમાંથી અફઘાનિસ્તાનનો નાગરિક ઝડપાયો, બોગસ દસ્તાવેજાે બનાવીને ભારતીય પાસપોર્ટ બનાવ્યો

    City Today DailyBy City Today DailyNovember 21, 2025

    સુરત, તા.૨૧
    સુરત શહેરમાંથી એક અફઘાનિસ્તાનનો નાગરિક બોગસ દસ્તાવેજાેના આધારે ભારતીય પાસપોર્ટ બનાવવાના આરોપસર ઝડપાયો છે. આ વ્યક્તિએ ગેરકાયદેસર રીતે ભારતીય પાસપોર્ટ મેળવી લીધો હતો. આરોપી દિલ્હી, મહારાષ્ટ્ર સહિત ભારતના વિવિધ રાજ્યોમાં કપડાંનો વેપાર કરતો હતો. સુરત પોલીસે બનાવટી દસ્તાવેજાે અને ઓળખના ઉપયોગ દ્વારા થતા ગંભીર ગુનાનો પર્દાફાશ કર્યો છે.સુરત ક્રાઈમ બ્રાંચે એક અફઘાનિસ્તાનના નાગરિક મોહમ્મદ આમિર જાવેદખાનની ધરપકડ કરી છે, જેણે બોગસ ભારતીય દસ્તાવેજાેના આધારે પાસપોર્ટ મેળવી લીધો હતો અને સુરતમાં કાપડનો વેપાર કરી રહ્યો હતો.
    સુરત શહેરમાં રહેતા એક મૂળ અફઘાનિસ્તાનના નાગરિક વિરુદ્ધ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આ આરોપી પર ભારતીય નાગરિકતા સ્થાપિત કરવા માટે નકલી જન્મ પ્રમાણપત્ર બનાવી, તેના આધારે ખોટી રીતે ભારતીય પાસપોર્ટ, આધાર કાર્ડ, પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ જેવા મહત્ત્વના દસ્તાવેજાે મેળવવાનો આરોપ છે. શ્રમ અધિકારીની કાર્યવાહી બાદ આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે.
    પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી મોહમદ આમીર જાવીદ ખાન (ઉ.વ. ૪૨) મૂળ અફઘાનિસ્તાનના કાબુલ સિટીનો રહેવાસી છે. હાલમાં તે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં મલ્બાર પ્લસ બિલ્ડિંગમાં રહે છે. આરોપી મોહમદ આમીર યુ.એન. રેફ્યુઝી એજન્સી ઇન્ડિયામાંથી ભારતમાં રહેવા માટેનું કાર્ડ મેળવીને ભારતમાં વસવાટ કરતો હતો. પરંતુ, ભારતમાં કાયમી વસવાટ અને નાગરિકતા મેળવવાની લાલચે તેણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શરૂ કરી. નકલી દસ્તાવેજાે બનાવવાનું કાવતરું મોહમદ આમીર જાવીદ ખાને પોતે ભારતીય નાગરિક હોવાનું સાબિત કરવા માટે મહારાષ્ટ્ર રાજ્યના જાલના ખાતે રહેતા તેના મિત્ર અગજાન (વોન્ટેડ આરોપી) નામના ઈસમ સાથે મળીને એક કાવતરું રચ્યું. આ કાવતરાના ભાગરૂપે, તેણે એવું દર્શાવ્યું કે તેનો જન્મ ૦૪ જૂન, ૧૯૮૩ના રોજ મહારાષ્ટ્રના જાલના ખાતે થયો હતો.
    આ દર્શાવવા માટે, જાલના મહાનગર પાલિકા કચેરીમાંથી ખોટું જન્મનું પ્રમાણપત્ર બનાવડાવવામાં આવ્યું. આ નકલી જન્મ પ્રમાણપત્રના આધારે, આરોપીએ પોતાના નામનો ભારતીય પાસપોર્ટ બનાવડાવ્યો. એટલું જ નહીં, તેણે આ જ ખોટા દસ્તાવેજાેના આધારે ભારત સરકારના આધાર કાર્ડ, પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ જેવા સંવેદનશીલ દસ્તાવેજાે પણ મેળવી લીધા હતા.
    ડીસીપી ભાવેશ રોઝીયાએ આ મામલે માહિતી આપતા જણાવ્યું હતું કે, કાબુલનો રહેવાસી મોહમ્મદ આમિર જાવેદખાન વર્ષ ૨૦૧૮માં એક વર્ષના વિઝીટર વિઝા પર ભારત આવ્યો હતો. દિલ્હીમાં રેફ્યુજી કાર્ડ બનાવ્યા બાદ તે સુરત આવી ગયો હતો. વિઝાની સમયમર્યાદા પૂરી થયા પછી, તેણે મહારાષ્ટ્રના જાલનામાં રહેતા એક મિત્રની મદદથી ભારતીય ઓળખના વિવિધ સરકારી દસ્તાવેજાે જેમ કે આધારકાર્ડ, પાનકાર્ડ અને વોટર આઇડેન્ટી કાર્ડ બનાવી લીધા હતા. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે તેણે આ તમામ બોગસ કાગળો પોતાના અસલ નામનો જ ઉપયોગ કરીને બનાવ્યા હતાં. આ બોગસ દસ્તાવેજાેના આધારે મોહમ્મદ આમિર જાવેદખાને ભારતીય પાસપોર્ટ પણ મેળવી લીધો હતો.

    Post Views: 178
    બોગસ દસ્તાવેજાે બનાવીને ભારતીય પાસપોર્ટ બનાવ્યો સુરતમાંથી અફઘાનિસ્તાનનો નાગરિક ઝડપાયો
    Previous Article૩૦ વર્ષમાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા ૨૪૦૦ આરોપીઓના ડોઝિયર બનશે,આરોપીના જીવનના દરેક પાસાને આવરી લેવાશે
    Next Article ગુજરાત સહિત દેશમાં 8 BLO એ કર્યો આપઘાત

    Related Posts

    ખંડણી, સાયબર બદનામી તથા સંગઠિત ગુનાની તપાસમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ, ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા તથા તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવા માંગ : હાજી જુમા રાયમા

    July 16, 2026

    સુરત કોર્ટ પરિસરમાં બનેલી એક પ્રેરણાદાયી ઘટનાએ અક્ષરશઃ સાચી સાબિત કરી બતાવી છે.

    July 7, 2026

    આગામી મોહરમના તહેવારને લઈ સુરત શહેર તાજીયા કમિટીએ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ. ગેહલોતસાહેબની મુલાકાત કરવામાં આવી

    June 20, 2026
    Latest Posts

    મુખ્યમંત્રીશ્રીને નાગરિકોના બંધારણીય મૌલિક અધિકારોના રક્ષણ સાથે એન્ટી રેડીકલાઈઝેશન સેલ અંતર્ગત (SOP) ના નિષ્પક્ષ અમલીકરણ બાબતે રજૂઆત

    ખંડણી, સાયબર બદનામી તથા સંગઠિત ગુનાની તપાસમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ, ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા તથા તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવા માંગ : હાજી જુમા રાયમા

    ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ખંડણી કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

    સુરત કોર્ટ પરિસરમાં બનેલી એક પ્રેરણાદાયી ઘટનાએ અક્ષરશઃ સાચી સાબિત કરી બતાવી છે.

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.