Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, June 15
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » કર્ણાટકમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં અંદરોઅંદર રસાકસી

    કર્ણાટકમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં અંદરોઅંદર રસાકસી

    City Today DailyBy City Today DailyNovember 24, 2025

    બેંગલુરુ, તા.૨૪
    કર્ણાટકની સત્તાધારી પાર્ટી કોંગ્રેસમાં મુખ્યમંત્રી પદને લઈ ફરી ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. રિપોર્ટ મુજબ નારાજ થયેલા નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમારને મનાવવા માટે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન શુક્રવારથી બેંગવલુરુમાં છે, જાેકે હજુ સુધી બંને વચ્ચે મુલાકાત થઈ શકી નથી. બીજીતરફ વિવાદને ટાળવા માટે ઊર્જા મંત્રી કે.જે.જાેર્જ મધ્યસ્થી હોવાનું સામે આવ્યું છે. જાેર્જે રવિવારે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સાથે મુલાકાત કર્યા બાદ બપોરે ખડગે સાથે મુલાકાત કરી હતી, ત્યારબાદ સાંજે તેમણે શિવકુમાર સાથે એક કલાક સુધી બેઠક કરી હતી,
    મીડિયા રિપોર્ટ મુજબ ડી.કે.શિવકુમાર સાથે બેઠક કરનાર જાેર્જે તેમને માર્ચમાં રજૂ થનારા બજેટ સુધી શાંત રહેવા કહ્યું છે. તો જવાબમાં શિવકુમારે ચોક્કસ આશ્વાસનની માંગ કરી છે. ગત સપ્તાહે શિવકુમારે ખડગે સાથે મુલાકાત કરી હતી. ત્યારે પણ શિવકુમારને કહેવાયું હતું કે, બેલગાવીમાં વિધાનસભાનું શિયાળુ સત્ર યોજાવાનું છે, ત્યારબાદ માર્ચમાં રજૂ થનારા બજેટની તૈયારીઓ શરૂ થઈ જશે. જાે આ સમયગાળામાં કોઈ ફેરફાર થશે તો સરકારના કામકાજ પર સીધી અસર પડશે. જેના કારણે બજેટ બાદ શિવકુમારની માંગણીઓ પર વિચારણા કરવામાં આવશે. રિપોર્ટ મુજબ, શિવકુમાર કોંગ્રેસ પાસે ચોક્કસ આશ્વાસન માંગી રહ્યા છે. બીજીતરફ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના જૂથે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, મોટાભાગના ધારાસભ્યો તેમની તરફ છે. સિદ્ધારમૈયાના પુત્ર અને એમએલસી ડૉ.યતીન્દ્ર સિદ્ધારમૈયા બે દિવસથી ઉત્તર કન્નડ જિલ્લામાં છે અને અહીં તેઓ એક-એક ધારાસભ્ય સાથે વ્યક્તિગત મુલાકાત કરી રહ્યા છે. ડી.કે.શિવકુમાર પણ જાણે છે કે, મુખ્યમંત્રી પાસે ધારાસભ્યોનું સંખ્યાબળ વધુ છે, તેથી તેઓ હાઈકમાન્ડ પર દબાણ કરીને વચન પુરુ કરવાની વાત કહી રહ્યા છે. હાઈકમાન્ડ દબાણ વધારવા માટે શિવકુમારના સમર્થક ધારાસભ્યોએ ચાર દિવસથી દિલ્હીની મુલાકાત શરૂ કરી દીધી છે. રવિવારે ખડગેએ હાથ અધ્ધર કરી દેતા વિવાદ વધુ વકર્યો છે. આ કારણે ૬-૭ ધારાસભ્યોના ગ્રૂપે રવિવારે સાંજે દિલ્હી પહોંચીને કે.સી.વેણુગોપાલ સાથે મુલાકાતનો સમય માંગ્યો છે.
    ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં કોંગ્રેસ સત્તામાં આવી ત્યારે અઢી વર્ષ માટે પહેલા સિદ્ધારમૈયાને અને પછી ડી.કે.શિવકુમારને મુખ્યમંત્રી બનાવવાનું આશ્વાસન અપાયું હતું. અઢી વર્ષ પૂર્ણ થયા બાદ હવે આ મામલે રાજકારણ ગરમાયું છે. ચોંકાવનારી વાત એ છે કે, સિદ્ધારમૈયાના નજીકના પૂર્વ મંત્રી કે.એન.રાજન્નાએ શિવકુમારને એવું કહી દીધું છે કે, તેઓ સત્તા મેળવવા માટે છૈંઝ્રઝ્ર દ્વારા લખેલો પત્ર બતાવે.

    Post Views: 146
    કર્ણાટકમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં અંદરોઅંદર રસાકસી
    Previous Articleસુરત શહેરમાં વધુ એક BLOનું શંકાસ્પદ મોત
    Next Article એસટી બસના ચાલકો બેફામ : રિંગરોડ બ્રિજ ઉપર ૩ કિમી સુધી રોંગસાઈડમાં બસ દોડાવી

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.