Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, August 13
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » કેરળમાં ભાજપના મુસ્લિમ ઉમેદવારની કમાલ, મુસ્લિમ ઉમેદવારે હિન્દુ વસ્તી ધરાવતા વોર્ડમાં મેળવી જીત

    કેરળમાં ભાજપના મુસ્લિમ ઉમેદવારની કમાલ, મુસ્લિમ ઉમેદવારે હિન્દુ વસ્તી ધરાવતા વોર્ડમાં મેળવી જીત

    City Today DailyBy City Today DailyDecember 14, 2025

    તિરુવનંતપૂરમ, તા.૧૪
    કેરળ નાગરિક ચૂંટણીના પરિણામો શનિવારે જાહેર થયા. કોંગ્રેસની આગેવાની હેઠળના યુડીએફ ગઠબંધને કેરળમાં સારું પ્રદર્શન કર્યું, જ્યારે શશી થરૂરના તિરુવનંતપુરમ મતવિસ્તારમાં ભાજપનો વિજય થયો. આ દરમિયાન, ભાજપના મુસ્લિમ ઉમેદવાર મુમતાઝે હિન્દુ બહુમતીવાળા વિસ્તારમાં જીત મેળવીને બધાને ચોંકાવી દીધા છે.
    ભાજપના મુસ્લિમ ઉમેદવાર મુમતાઝે ત્રિશૂર કોર્પોરેશનની ચૂંટણીમાં કન્નનકુલંગારા વોર્ડ જીતીને કોંગ્રેસ પાર્ટી પાસેથી બેઠક આંચકી લીધી છે. મુમતાઝે કોર્પોરેશનના ૩૫માં ડિવિઝનમાંથી જીત મેળવી હતી, જે બહુમતી હિન્દુ વસ્તી ધરાવતો વોર્ડ છે. તે અને તેમનો પરિવાર છેલ્લા આઠ વર્ષથી ભાજપ સાથે કાર્યકરો અને સમર્થકો તરીકે જાેડાયેલા છે. છેલ્લા બે વર્ષમાં, તેમને પક્ષના લઘુમતી પાંખમાં પણ જવાબદારીઓ સોંપવામાં આવી છે, જેનું નેતૃત્વ તેમણે ચેન્નઈમાં કર્યું છે.
    ભાજપ સાથે સંકળાયેલા હોવા ઉપરાંત, મુમતાઝ ત્રિશૂરમાં પાલતુ પ્રાણીઓની સંભાળ રાખવાની દુકાન ચલાવે છે. તેમણે અગાઉ કહ્યું હતું કે, વિકાસ માટેના વડાપ્રધાન મોદીના વિઝનને કારણે તે ભાજપ સમર્થક બન્યા હતા.
    નોંધીનીય છે કે, મુમતાઝે પોતાના વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર સિંધુ ચક્કોલાયિલને હરાવ્યા હતા. જ્યારે તાજેતરમાં ભાજપની ટિકિટ આપવામાં આવી હતી, ત્યારે તેમણે કહ્યું હતું કે, ‘હું આઠ વર્ષથી પાર્ટી માટે કામ કરી રહી છું. ભલે મારો બિઝનેસ હોય કે પછી જીવન, હું સમાજ માટે સક્રિય રૂપે જાેડાયેલી રહુ છું.‘ કેરળમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં, કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુડીએફે છ મ્યુનિસિપલ કોર્પોરેશનોમાંથી ચાર જીતી છે, જ્યારે ડાબેરી મોરચા અને રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધને એક-એક મ્યુનિસિપલ કોર્પોરેશન જીતી છે. આ જીત પર, કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (યુડીએફ) માં વિશ્વાસ દર્શાવવા બદલ કેરળના લોકોને સલામ કરી અને પરિણામોને નિર્ણાયક અને પ્રોત્સાહક જનાદેશ ગણાવ્યા. તે જ સમયે, રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન (એનડીએ) એ કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઈન્ડિયા (માર્ક્સવાદી) (સીપીઆઈ-એમ) ની આગેવાની હેઠળના એલડીએફને હરાવ્યું, તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૪૫ વર્ષના સતત ડાબેરી શાસનનો અંત લાવ્યો. ભાજપે તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનના ૧૦૧ માંથી ૫૦ વોર્ડ જીત્યા.

    Post Views: 234
    કેરળમાં ભાજપના મુસ્લિમ ઉમેદવારની કમાલ મુસ્લિમ ઉમેદવારે હિન્દુ વસ્તી ધરાવતા વોર્ડમાં મેળવી જીત
    Previous Articleરાહુલગાંધીના “મિશન ગુજરાત ૨૦૨૭’ ને સફળ બનાવવા માટે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જીત મેળવવી અત્યંત આવશ્યક : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સીનીયર આગેવાન અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ
    Next Article સિડનીમાંં તહેવાર મનાવી રહેલા યહૂદીઓ ઉપર અંધાધૂંધ ફાયરિંગ : ૧૨લોકોનાં મોત

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    પ્રેમી ઘ્વારા યુવતીને બ્લેકમેઈલ કરી આત્મહત્યાનાં દુષપ્રેરણા કરનાર આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓને જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ

    કેનેડામાં રહેતી યુવતી અને સીએરા લિઓન (વેસ્ટ આફ્રિકા) માં રહેતા યુવકના વીડિયો કોન્ફર્સિંગથી છૂટાછેડાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અલગ અલગ દેશોમાં રહેતા આ દપંતીએ પાવર ઑફ એટર્ની ધ્વારા છૂટાછેડાનો દાવો કર્યો હતો. જેના પર સુરત ફેમિલી કોર્ટે મંજૂરીની મ્હોર મારી છે.

    ચેક રીર્ટનના કામે આરોપી અસ્લમ અબ્દુલ અઝાક શેખનાઓને ચેક રીટર્નના ગુન્હામાં ૧ વર્ષની સજા અને રૂપિયા ₹ ૨,૫૦,૦૦૦/- ફરીયાદ દાખલ કરેલ ત્યારથી ૬% સાદા વ્યાજ સહિત દિન-૩૦ માં ચુકવવાનો હુકમ કરતી નામદાર કોર્ટ

    સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે અરશદ જરીવાલાની નિમણૂક

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.