Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, June 9
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » સિડનીમાંં તહેવાર મનાવી રહેલા યહૂદીઓ ઉપર અંધાધૂંધ ફાયરિંગ : ૧૨લોકોનાં મોત

    સિડનીમાંં તહેવાર મનાવી રહેલા યહૂદીઓ ઉપર અંધાધૂંધ ફાયરિંગ : ૧૨લોકોનાં મોત

    City Today DailyBy City Today DailyDecember 14, 2025

    સિડની, તા.૧૪
    રવિવારે ઓસ્ટ્રેલિયાના સૌથી જાણીતા સિડનીના બોન્ડી બીચ પર ગોળીબાર થયો હતો. આ ઘટનામાં ઓછામાં ઓછા ૧૦ લોકો માર્યા ગયા હતા. ઘટનાની માહિતી મળતાં ન્યૂ સાઉથ વેલ્સ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો હતો, લોકોને દૂર રહેવા અને સલામત સ્થળોએ આશ્રય લેવાની વિનંતી કરી હતી. ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી હતી કે બોન્ડી બીચ પર પરિસ્થિતિ હજુ પણ અસ્પષ્ટ છે, પરંતુ પોલીસ તૈનાત કરવામાં આવી છે અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહી છે. પોલીસે ઘટનાસ્થળે હાજર લોકોને તાત્કાલિક સ્થળાંતર કરવા અને સૂચનાઓનું પાલન કરવાની સ્પષ્ટ સલાહ આપી હતી.
    સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, અનેક ગોળીબારના અવાજાે સંભળાયા હતા. જાે કે, શરૂઆતમાં તે સ્પષ્ટ નહોતું કે આ ઘટનામાં કોઈ ઘાયલ થયું છે કે નહીં. સિડની મોર્નિંગ હેરાલ્ડે ઘણા પ્રત્યક્ષદર્શીઓને ટાંકીને અહેવાલ આપ્યો છે કે ગોળીબારના અવાજાે સંભળાયા હતા, જેના કારણે બીચ પરના લોકો ગભરાઈને ભાગવા લાગ્યા હતા. સોશિયલ મીડિયા પર ફરતા વીડિયોમાં લોકો બોન્ડી બીચ પર દોડતા દેખાય છે, જ્યારે ગોળીબાર અને પોલીસ સાયરનના અવાજાે સાંભળી શકાય છે. જાે કે, આ વીડિયોની પુષ્ટિ કરવામાં આવી નથી. કાળા કપડાં પહેરેલા બે લોકો ગોળીબાર કરતા જાેવા મળે છે. અનેક લોકો ગોળી વાગવાથી ઘાયલ થયા છે.
    દરમિયાન ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝના કાર્યાલયે જણાવ્યું છે કે સરકાર પરિસ્થિતિથી વાકેફ છે. વડાપ્રધાન કાર્યાલયના પ્રવક્તાએ એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે બોન્ડી વિસ્તારમાં સક્રિય સુરક્ષા સ્થિતિ છે અને લોકોએ ન્યૂ સાઉથ વેલ્સ પોલીસ દ્વારા જારી કરાયેલા નિર્દેશોનું પાલન કરવું જાેઈએ.

    Post Views: 230
    સિડનીમાંં તહેવાર મનાવી રહેલા યહૂદીઓ ઉપર અંધાધૂંધ ફાયરિંગ : ૧૨લોકોનાં મોત
    Previous Articleકેરળમાં ભાજપના મુસ્લિમ ઉમેદવારની કમાલ, મુસ્લિમ ઉમેદવારે હિન્દુ વસ્તી ધરાવતા વોર્ડમાં મેળવી જીત
    Next Article વર્લ્ડ મેમન ઓર્ગેનાઇજેશન તથા ખિદમતે ખલ્ક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ બેંક ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.