HomeUncategorizedરાહુલગાંધીના “મિશન ગુજરાત ૨૦૨૭’ ને સફળ બનાવવા માટે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જીત મેળવવી અત્યંત આવશ્યક : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સીનીયર આગેવાન અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ
રાહુલગાંધીના “મિશન ગુજરાત ૨૦૨૭’ ને સફળ બનાવવા માટે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જીત મેળવવી અત્યંત આવશ્યક : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સીનીયર આગેવાન અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ
મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીને X ના માધ્યમથી ગ્યાસુદ્દીન શેખ શેખે વિનંતી કરી છે કે રાહુલ ગાંધીના “મિશન ગુજરાત ૨૦૨૭” ની સંપૂર્ણ સફળતા સુનિશ્ચિત કરવા અને નિર્ણાયક જનાદેશ મેળવવા માટે, તે અનિવાર્ય છે કે આપણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં નવો જોશ અને તીક્ષ્ણ વ્યૂહાત્મક ધાર ઉમેરીએ.
આપણે અત્યારે એક નિર્ણાયક વળાંક પર ઉભા છીએ. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માત્ર એક લોકશાહી પ્રક્રિયા નથી; તે આપણા ભવિષ્યની દિશા નક્કી કરશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો જ સ્પષ્ટ નક્કી કરશે કે ૨૦૨૭ ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ વિચારધારા વિરુદ્ધ ની લડત માટે નું કોણ સાચો વિકલ્પ છે. મતદારો આ ચૂંટણી દ્વારા જ નક્કી કરશે કે તેઓ કોને પસંદ કરવા માંગે છે. તેથી, આપણે સહેજ પણ બેદરકાર રહી શકીએ નહીં.
ભાજપાની ગુપ્ત રણનિતી ના ભાગરૂપે ભાજપ ની B ટીમ સહિત ના અન્ય પક્ષો ભાજપ ની આર્થિક મદદ અને ગુપ્ત સહાયથી અત્યારથી જ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીઓની પદ્ધતિથી ગુજરાતમાં કોંગ્રેસના મતોના વિભાજન માટે કાર્ય શરુ કરી દીધા છે અને ભાજપના છુપા આશિર્વાદ થી પોતાનો વ્યાપ વધારવા ના પ્રયાસ શરુ કરી દીધા છે, ત્યારે આપણે શ્રેષ્ઠ સાબિત થવું પડશે. આપણે આપણી શ્રેષ્ઠ રણનીતિ અને કામગીરી દ્વારા સાબિત કરવું પડશે કે ભાજપની સામે એકમાત્ર કોંગ્રેસ જ જનતા માટે પરિવર્તન માટે નું સક્ષમ અને મજબૂત વિકલ્પ છે.
ગુજરાત કોંગ્રેસને એક શક્તિશાળી બળમાં પરિવર્તિત કરવા માટે, હું શ્રી અમિત ચાવડાના નેતૃત્વ હેઠળ એક પ્રભાવશાળી અને એકજૂથ લીડરશીપ ટીમની તાત્કાલિક રચના કરવાનો પ્રસ્તાવ મૂકું છું. આ સર્વોચ્ચ સંસ્થામાં માત્ર ૧૫ ટોચના નેતાઓનો સમાવેશ થવો જોઈએ, જેમાં સવર્ણો (upper castes) સહિત તમામનું પ્રતિનિધિત્વ જળવાઈ રહે. આવા નાના પણ સક્ષમ માળખાની જાહેરાત મીડિયા, જનતા અને આપણા લાખો સમર્પિત કાર્યકરોને એક સ્પષ્ટ સંદેશ આપશે કે કોંગ્રેસ હવે “નવા અવતાર” માં આવી છે—જે શાસન કરવા અને સેવા કરવા માટે સજ્જ છે.
ખડગેજી અને રાહુલજી આપના એક દૂરંદેશી માર્ગદર્શન હેઠળ ગુજરાત માં સંગઠન સૃજન અભિયાન” ને પાયલોટ પ્રોજેક્ટ તરીકે સફળતાપૂર્વક અમલમાં મુકાયું હતું. AICC નિરીક્ષકો દ્વારા પાયાના સ્તરેથી ફીડબેક લીધા બાદ જ શહેર અને જિલ્લા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી હતી. આ સઘન પ્રક્રિયા અને વ્યાપક વિચાર-વિમર્શ બાદ, હાઈકમાન્ડ દ્વારા પરિપક્વ નિર્ણય લેતા યુવા આક્રમક મિજાજ સ્વચ્છ પ્રતિભા ધરાવતા વરિષ્ઠ ધારાસભ્ય શ્રી અમિત ચાવડાની ૨૨ જુલાઈ, ૨૦૨૫ ના રોજ પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી. ત્યારબાદ તાલુકા અને બ્લોક પ્રમુખોની પ્રશંસનીય નિમણૂકોએ આપણા સંગઠનાત્મક માળખાને વધુ મજબૂત બનાવ્યું છે.
સંસદ ભવનમાં આપણા પ્રિય નેતા જન-નાયક શ્રી રાહુલ ગાંધીજીએ આપેલો લલકાર આજે પણ દેશભરમાં ગુંજી રહ્યો છે: “લખી રાખજો, અમે ૨૦૨૭ માં ગુજરાત જીતીને સાબિત કરીશું.” આ હિંમતભરી ઘોષણાએ કાર્યકરોમાં નવો પ્રાણ ફૂંક્યો છે. રાહુલજીની સચોટ રણનીતિએ એક નવી આશા જન્માવી છે. એવો વિશ્વાસ કે આપણે ભાજપના ૩૦ વર્ષના ભ્રષ્ટ અને નિષ્ફળ શાસનથી ગુજરાતની પીડિત જનતાને મુક્ત કરવાની તૈયારીમાં છીએ.
રાહુલજી, કાર્યકર અને નાગરિકની નાડ પારખવાની તમારી ક્ષમતા અજોડ છે. નેતાઓનું “રેસના ઘોડા” (કામ કરનારા) અને “વરઘોડાના ઘોડા” (માત્ર દેખાડા કરનારા ceremonial figures) તરીકેનું તમારું વર્ગીકરણ, અને “લંગડા ઘોડા” અંગેની તમારી સ્પષ્ટ વાતને ગુજરાતના મીડિયાએ ખૂબ બિરદાવી છે. આ વિચારની સ્પષ્ટતાએ લાખો કોંગ્રેસ કાર્યકરોમાં ઉર્જા અને આત્મવિશ્વાસનો નવો સંચાર કર્યો છે.
હાઈકમાન્ડે મૂકેલા વિશ્વાસને સાર્થક કરવા શ્રી અમિત ચાવડા રાત-દિવસ મહેનત કરી રહ્યા છે અને રાજ્યના ખૂણે-ખૂણે ફરી રહ્યા છે. પ્રતિકૂળ રાજકીય વાતાવરણ હોવા છતાં, ખેડૂતો અને સામાન્ય માણસના સળગતા પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરતી તેમની “જન આક્રોશ યાત્રા” જનસંપર્કનો એક પ્રશંસનીય પ્રયાસ છે.
“મિશન ગુજરાત” ને સફળ બનાવવાના આ જંગમાં ખભે ખભા મિલાવીને આપણા દિગ્ગજ નેતાઓ: સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય અનંત પટેલ, ઓલ ઈન્ડિયા સેવાદળના પ્રમુખ લાલજી દેસાઈ અને પાલભાઈ આંબલિયા અડગ નિષ્ઠા સાથે કામ કરી રહ્યા છે.
સૌથી મહત્વની વાત એ છે કે, કાર્યકારી પ્રમુખ શ્રી જીગ્નેશ મેવાણી આપણી નૈતિક લડાઈના અગ્રેસર તરીકે ઉભરી આવ્યા છે. દારૂના માફિયા સામેની તેમની નીડર અને આક્રમક ઝુંબેશ તથા ગુજરાતમાંથી ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવાના તેમના સતત પ્રયાસોએ જનતાના દિલ જીતી લીધા છે. શ્રી મેવાણીની આ સામાજિક દૂષણો સામેની લડાઈ માત્ર રાજકીય નથી; તે ગુજરાતના આત્મા માટેનું આંદોલન છે, જે આપણા નવા રાજકીય યુગના પાયાને વ્યાખ્યાયિત કરે છે.
મંચ તૈયાર છે, અને સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ આપણી કસોટીની ભૂમિ હશે. અમે આગળ વધવા અને અમારું ભવિષ્ય સુરક્ષિત કરવા તૈયાર છીએ.