Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Saturday, September 12
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » NEETમાં નાપાસ છતાં BDSમાં એડમિશન..!! ૧૦ કોલેજાેને સુપ્રીમ કોર્ટે ફટકાર્યો૧૦૦ કરોડનો દંડ

    NEETમાં નાપાસ છતાં BDSમાં એડમિશન..!! ૧૦ કોલેજાેને સુપ્રીમ કોર્ટે ફટકાર્યો૧૦૦ કરોડનો દંડ

    City Today DailyBy City Today DailyDecember 20, 2025

    નવી દિલ્હી, તા.૨૦
    મેડિકલ અને ડેન્ટલ શિક્ષણમાં નિયમોના ઉલ્લંઘન સામે સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી છે. રાજસ્થાનની ૧૦ ખાનગી ડેન્ટલ કોલેજાે દ્વારા નીટના નિયમોને નેવે મૂકીને આપવામાં આવેલા એડમિશનના કેસમાં કોર્ટે દરેક કોલેજ પર ૧૦-૧૦ કરોડ રૂપિયાનો(કુલ ૧૦૦ કરોડ) ભારે દંડ ફટકાર્યો છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે શિક્ષણના સ્તર સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં.
    સુપ્રીમ કોર્ટે આ ઐતિહાસિક ચુકાદામાં આદેશ આપ્યો છે કે કોલેજાે પાસેથી વસૂલવામાં આવેલી ૧૦૦ કરોડ રૂપિયાની દંડની રકમ રાજસ્થાન રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ પાસે જમા કરાવવામાં આવશે, જેને ફિક્સ્ડ ડિપોઝિટમાં મૂકી તેના વ્યાજમાંથી વૃદ્ધાશ્રમો, નારી નિકેતન, વન સ્ટોપ સેન્ટર અને બાળ સંભાળ સંસ્થાઓનું રખરખાવ તેમજ સુધારણા કરવામાં આવશે. તેમજ આ ભંડોળના યોગ્ય વપરાશ પર દેખરેખ રાખવા માટે રાજસ્થાન હાઈકોર્ટના ૫ જજાેની સમિતિની રચના કરવાનો પણ આદેશ અપાયો છે.
    બીજી તરફ, કોર્ટે કલમ ૧૪૨ હેઠળ વિશેષ સત્તાનો ઉપયોગ કરી અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓની ડિગ્રીને માન્યતા તો આપી છે, પરંતુ તેની સામે શરત મૂકી છે કે આ વિદ્યાર્થીઓએ આપત્તિ કે મહામારી જેવી કટોકટીમાં રાજ્ય સરકારને નિ:શુલ્ક સેવાઓ આપવાનું સોગંદનામું કરવું પડશે. જાેકે, જે વિદ્યાર્થીઓએ એડમિશનના ૯ વર્ષ પછી પણ બીડીએસ પૂર્ણ કર્યું નથી, તેમને કોઈ પણ રાહત આપ્યા વિના તાત્કાલિક કોર્સમાંથી બહાર કરવાનો કડક આદેશ પણ કોર્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટે મેડિકલ શિક્ષણના ઘટતા સ્તર અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, આવા ગેરકાયદે એડમિશન ભવિષ્યના ડૉક્ટરોની ગુણવત્તા સામે પ્રશ્નો ઉભા કરે છે. આ ચુકાદો એ તમામ સંસ્થાઓ માટે ચેતવણી સમાન છે જે નિયમો તોડીને એડમિશન આપે છે.

    Post Views: 215
    NEETમાં નાપાસ છતાં BDSમાં એડમિશન..!! ૧૦ કોલેજાેને સુપ્રીમ કોર્ટે ફટકાર્યો૧૦૦ કરોડનો દંડ
    Previous Articleઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ બોર્ડમાં દરિયાપુર વોર્ડના ચારેય મ્યુનિસિપલ કાઉન્સિલરોએ પ્રજાલક્ષી વિકાસના કાર્યો માટે માતબર બજેટની ફાળવણી કરવા રજૂઆત કરી
    Next Article સુરતમાં SIR કામગીરી કરતા બાંગ્લાદેશી રહેવાસીઓ નાસ્યા

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.